વર્ષ ૨૦૨૧ માટે બાબા વેંગાએ કરી છે આટલી મોટી ભવિષ્યવાણીઓ, આવી રહી છે આટલી આફતો

Posted by

બુલ્ગારીયાનાં મશહૂર ભવિષ્યવકતા એ વર્ષ ૨૦૨૧ને લઈને અમુક આશ્ચર્યચકિત કરનારી ભવિષ્યવાણીઓ કરી છે. જણાવી દઈએ કે બાબા વેંગા અત્યાર સુધીમાં ઘણી ભવિષ્યવાણીઓ કરી ચુક્યા છે, જે બિલકુલ સાચી સાબિત પણ થઈ છે. તેવામાં આવનાર નવું વર્ષ ૨૦૨૧ને લઈને પણ તેમણે અમુક ચિંતાજનક વાતો જણાવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ ૧૯૧૧ માં જન્મ લેવા વાળી વેંગાની ફક્ત ૧૨ વર્ષની ઉંમરમાં જ આંખોની રોશની ચાલી ગઇ હતી. ત્યારબાદ વર્ષ ૧૯૬૭ માં તેમનું મૃત્યુ થઈ ગયું પરંતુ પોતાના મૃત્યુ પહેલા તેમણે સોવિયત યુનિયનના વિઘટન, ૯/૧૧ હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ (૧૯૯૭), ચેર્નોબિલની દુર્ઘટના અને જાપાનમા સુનામી જેવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે બિલકુલ સાચી સાબિત થઈ છે.

માનવામાં આવી રહ્યું છે કે બાબા વેંગાની લગભગ ૮૫ ટકા ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી સાબિત થઈ છે. તેમની ભવિષ્યવાણીમાં ૫૦૭૯ સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે તે પણ માન્યું છે કે ૫૦૭૯મા આ દુનિયાનો અંત થઇ જશે. તો ચાલો જાણી લઈએ વર્ષ ૨૦૨૧ ના વિશે બાબા વેંગાએ શું કહ્યું છે.

આકાશમાંથી પડશે ઉલ્કાપિંડ

બાબા વેંગાની ભવિષ્યવાણીનાં અનુસાર વર્ષ ૨૦૨૧માં રશિયાની આસપાસના વિસ્તારોમાં ઉલ્કાપિંડ પડશે. આ ભયંકર પ્રાકૃતિક દુર્ઘટનાથી ભારે નુકશાન થઇ શકે છે. યુરોપમાં રાસાયણિક હુમલાની ચેતવણી પણ આપવામાં આવી છે, જેના લીધે યુરોપના અસ્તિત્વ પર પણ સંકટ ઊભું થઈ શકે છે.

ટ્રમ્પને બિમારી

બાબા વેંગાનાં અનુસાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ ભયંકર બિમારીના શિકાર થઈ શકે છે. ભવિષ્યવાણીઓનું માનીએ તો આ બિમારી ટ્રમ્પને બહેરા પણ કરી શકે છે અને સાથે જ તે બ્રેન ટ્રામાની ઝપેટમાં પણ આવી શકે છે. મતલબ સ્પષ્ટ છે કે વર્ષ ૨૦૨૧ અમેરિકાની દ્રષ્ટિએથી પણ સારું રહેશે નહી.

પ્રલયકારી આફતોથી મચી જશે હાહાકાર

વર્ષ ૨૦૨૧માં સંપૂર્ણ દુનિયા પ્રલયકારી આફતોનો સામનો કરશે. નવું વર્ષ ૨૦૨૧ મુશ્કેલીઓથી ભરેલું રહેશે. સંપૂર્ણ દુનિયાના લોકો બે ભાગમાં વહેંચાઈ જશે. આ વર્ષે માનવતા પર ઇજા પહોંચાડનાર ઘણી વિનાશકારી આફતો આવશે. મતલબ સ્પષ્ટ છે કે જો બાબાની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ તો વર્ષ ૨૦૨૧ લોકો માટે વિનાશકારી સાબિત થઈ શકે છે.

બ્રહ્માંડમાં જીવનની શોધ

આ વર્ષે ૨૦૨૧માં બ્રહ્માંડમાં જીવનની શોધ કરી રહેલા લોકોને મોટી સફળતા મળશે. તેમને તેમના વિશે જાણવા મળશે કે પૃથ્વી પર જીવન કઈ રીતે શરૂ થયું હતું. મતલબ સાફ છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ ભવિષ્યવાણીને ખૂબ જ કારગર માનવામાં આવી રહી છે.

દુનિયામાં થશે અનોખા પ્રયોગ

આ વર્ષે ૨૦૨૧માં દુનિયામાં અમુક અનોખા પ્રયોગો થઈ શકે છે. તેમાં સૂર્યના પ્રકાશથી ગાડીઓ ઉડાડવાની વાત મુખ્ય છે. પેટ્રોલનું પ્રોડક્શન બંધ થશે અને સોલાર એનર્જીને લઈને લોકો જાગૃત થશે. જોકે સોલાર એનર્જીની ચર્ચા લોકોની વચ્ચે ધીરે-ધીરે વધી રહી છે પરંતુ તેને લઈને પણ સાવધાન રહેવું પડશે.

ચીન કરશે દુનિયા પર રાજ

એક વિશાળકાય ડ્રેગન દુનિયા પર રાજ કરી શકે છે. દુનિયાના ત્રણ દિગ્ગજો એકજૂટ થશે. રેડ કરન્સીનું ચલણ વધશે. વિશ્લેષકોનું માનીએ તો વિશાળકાય ડ્રેગન ચીન છે અને ૩ દિગ્ગજોનો મતલબ રશિયા, ભારત અને ચીન સાથે છે. વળી ૧૦૦ યુઆન અને ૫૦૦૦ રુબલની નોટ લાલ રંગની હોય છે.

કેન્સરમાંથી મળશે મુક્તિ

વર્ષ ૨૦૨૧માં કેન્સરમાંથી માનવજાતિને છુટકારો મળી શકે છે. બાબા વેંગાનાં અનુસાર વર્ષ ૨૦૨૧ માં તે દિવસ આવશે, જ્યારે કેન્સર જેવી ભયંકર બિમારીનો તોડ મળી જશે. જો બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ તો સ્પષ્ટ વાત છે કે કેન્સરથી છુટકારો મળી જશે અને લોકોનો જીવ પણ જશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *