પત્નિ : તમને એક કરોડની લોટરી લાગે અને એ જ દિવસે મારુ અપહરણ પણ થાય અને તેનાં બદલામાં એ લોકો તમારી પાસે ૧ કરોડ રૂપિયા માંગે તો તમે શું કરો?. પતિ : તારો સવાલ લાખ રૂપિયાનો છે પણ…

જોક્સ
પપ્પુ એક બાબા પાસે ગયો અને બોલ્યો,
પપ્પુ : બાબા મારી પત્નિ ક્યારે સુધરશે?. એ મને ખુબ જ મારે છે.
બાબા : પત્નિને સાથે લાવ્યો છે?.
પપ્પુ : ના બાબા, અત્યારે તો નથી લાવ્યો.
બાબા : તો પછી તારો ગાલ બતાવ.
પપ્પુ : બાબા મારો ગાલ કેમ જોવો છો?.
બાબા : એના હાથની રેખા જોવી છે.

જોક્સ
માસ્તરે પરિક્ષામાં ચાર પાનાનો નિબંધ લખવા માટે આપ્યો.
વિષય હતો, “આળસ શું છે?”.
પપ્પુએ ત્રણ પાના ખાલી છોડીને ચોથા પાના પર મોટા અક્ષરે લખ્યું,
આને કહે છે આળસ.

જોક્સ
પત્નિએ પતિ ને : ગઈકાલે તમે મને ઉંઘમાં ખરૂ-ખોટું સંભળાવતા હતાં.
પતિ : શું કહ્યું?.
પત્નિ : ગઈકાલે મેં સારી રીતે સાંભળ્યું, તમે ઉંઘમાં મને ખીજાતા હતાં.
પતિ : ના, તને ગેરસમજણ થાય છે.
પત્નિ : શું ગેરસમજણ?.
પતિ : એ જ કે હું સુતો હતો.

જોક્સ
રાજુ ઓફિસમાં મોડો પહોંચ્યો,
બોસ : ક્યાં હતો અત્યાર સુધી?.
રાજુ : સર, ગર્લફ્રેન્ડને કોલેજ મુકવા ગયો હતો.
બોસ : શટઅપ, કાલથી ઓફિસ ટાઈમ પર આવી જજે નહિતર તારી ખેર નથી.
રાજુ : સારું, તમારી છોકરીને કાલથી જાતે જ કોલેજ મુકી આવજો.
બોસ બેહોશ.

જોક્સ
ત્રીજા ધોરણનો બાળક બોલ્યો, મેડમ હું તમને કેવો લાગુ છું?.
મેડમ : સો સ્વીટ.
બાળક પોતાની બાજુમાં બેસેલા બાળકને બોલ્યો,
જોયું, મેં કીધું હતું ને કે આ ટીચર મને ખુબ જ પસંદ કરે છે.

જોક્સ
બે મિત્રો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ.
એક મિત્રે બીજાને કહ્યું, “હું અહીં મારું અપમાન કરવા નથી આવ્યો”.
બીજાએ કહ્યું, “તો તું સામાન્ય રીતે ક્યાં જા છો?”.

જોક્સ
પતિ (પત્નિને) : જો ઓપરેશન દરમિયાન મને કંઈ થઈ જાય તો આ ડોક્ટર સાથે લગ્ન કરી લેજે.
પત્નિ : એવું કેમ કહો છો?.
પતિ : તો શું ડોક્ટરને માફ કરી દઉં.

જોક્સ
એક મહાકંજુસ પોતાના દિકરાને મારી રહ્યો હતો.
પાડોશી : કેમ મારી રહ્યા છો આ નિર્દોષ બાળકને?.
કંજુસ : આ અને નિર્દોષ?. અરે, આ એક નંબરનો મસ્તીખોર છે.
મેં એને ૧-૧ દાદર છોડીને ચડવાનું કહ્યું હતું જેથી કરીને ચપ્પલ ઓછા ઘસાય,
પણ આ નાલાયક ૨-૨ દાદરા છોડીને ચડ્યો અને એમાં પોતાનું પેન્ટ ફાડી નાખ્યું.

જોક્સ
બબલુ : લાગે છે કે પેલી છોકરી ઓછું સાંભળે છે. હું કંઈક કહું છું અને તે કંઈક બીજું કહે છે.
ચીકુ : એ કેવી રીતે?.
બબલુ : મેં એને કહ્યું, “આઈ લવ યુ”, તો એણે મને કહ્યું, મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે.

જોક્સ ૧૦
૮-૯ લોકો જુગાર રમી રહ્યા હતાં, એવામાં પોલીસ આવી ગઈ.
એક જુગારી ભાગીને સૌથી પહેલા પોલીસની ગાડીમાં બેસી ગયો.
પોલીસ : તું જાતે જ કેમ ગાડીમાં બેસી ગયો?.
જુગારી : કારણ કે ગઈ વખતે પકડાયો હતો ત્યારે ગાડીમાં સીટ નહોતી મળી. છેલ્લે સુધી ઉભા રહીને જવું પડ્યું હતું.

જોક્સ ૧૧
પત્નિ : તમે મને એવી કોઇ બે વાતો કહો જેમાંથી એક વાત સાંભળીને હું ખુશ થાઉ અને બીજી વાત સાંભળીને મને ગુસ્સો આવે.
પતિ : પહેલી, તું મારી જિંદગી છે અને બીજી કે ધિક્કાર છે આવી જિંદગી ઉપર.

જોક્સ ૧૨
એક છોકરાને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો,
મોડી રાત્રે પણ તે છોકરીને ફોન કરતો હતો.
એક દિવસ છોકરીની મમ્મીએ ફોન ઉપાડી લીધો.
છોકરો ગભરાઈને બોલ્યો : આંટી પાયલ છે?.
આંટી એ તરત જ જવાબ આપ્યો : હા બંને પગમાં છે અને ચપ્પલ પણ છે, ખાવી હોય તો જ હવે બીજીવાર ફોન કરજે.

જોક્સ ૧૩
પત્નિ : તમને એક કરોડની લોટરી લાગે અને એ જ દિવસે મારુ અપહરણ પણ થાય અને તેનાં બદલામાં એ લોકો તમારી પાસે ૧ કરોડ રૂપિયા માંગે તો તમે શું કરો?.
પતિ : તારો સવાલ લાખ રૂપિયાનો છે પણ એકસાથે બે લોટરી ના લાગે.