પતિ : હજુ તો ઘરમાં પગ મુક્યો નથી ત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે. કેટલું બધું બોલે છે, થોડું ઓછું બોલ. તને એમ ના થાય કે પતિ થાક્યો-પાક્યો ઘરે આવ્યો છે તો તેને થોડી શાંતિ લેવા દઈએ. તેને થોડો રીલેક્સ થવા દઈએ. પત્નિ : લે…

જોક્સ
નવા-નવા પરણેલાં પતિ-પત્નિ એક જ ડિશમાંથી પાણીપુરી ખાઇ રહ્યાં હતાં.
પત્નિ (રોમેન્ટિક મુડમાં) : શું જોઇ રહ્યા છો ક્યારનાં?. કઈંક તો બોલો…
પતિ : જરાક ધીમે ખા ને, મારો વારો જ નથી આવતો.

જોક્સ
એક દિવસ હિન્દીનાં શિક્ષકે પોતાના ક્લાસમાં પપ્પુને એક પ્રશ્ન પુછ્યો.
શિક્ષક (પપ્પુને) : પુરુષ અને સ્ત્રીનાં સ્વભાવમાં શું ફરક હોય છે?.
પપ્પુ (થોડીવાર વિચારીને પછી) : પુરુષ બટાકા જેવા હોય છે, જે કોઈ પણ શાક સાથે એડજસ્ટ થઇ જાય છે.
પરંતુ સ્ત્રીઓ ભીંડા જેવી હોય છે, જે એકલા શેકાવાનું પસંદ કરે છે.

જોક્સ
૧ મહાન પત્નિ એ ૧ મહાન ચિત્રકારને તેનો ફોટો તૈયાર કરવા કહ્યું…
અને ઘણો વિચાર કર્યા પછી તેણે ચિત્રકારને કહ્યું… ગળામાં ૧૦૦ તોલા નો સોના નો હાર પણ રાખજો…
ચિત્રકારે ફોટો બનાવ્યા પછી પુછ્યું, બહેન… તમે આવું ચિત્ર શું કામ બનાવવા કહ્યું?,
મહાન પત્નિ એ જવાબ આપ્યો : કયારેક હું મરી જઈશ તો મારા પતિ બીજા લગ્ન તો કરશે જ અને નવી પત્નિ આવશે તો મારા ફોટા માં આ હાર જોશે અને હાર તેને ઘરમાં કયાંય નહિ મળે એટલે બંનેનાં ઝઘડા થશે અને મારી આત્માને શાંતિ મળશે.

જોક્સ
સવાલ : તમે ચા પીવા માટે કઇ હદે જઇ શકો?.
જવાબ : એકવાર છોકરી જોવા ગયો તો.
(સમજાય તો વંદન).

જોક્સ
ઘણાં લોકોનાં નસીબ એવા હોય છે કે જો બે ચમચા ઉંધિયું લે તો અંદરથી એકપણ મુઠિયું ના નીકળે,
પણ એક ચમચો દાળ લે તો એમાંથી ત્રણ કોકમ પ્રગટે.

જોક્સ
પતિ : હજુ તો ઘરમાં પગ મુક્યો નથી ત્યાં તો તારું બોલવાનું ચાલુ થઇ જાય છે. કેટલું બધું બોલે છે, થોડું ઓછું બોલ. તને એમ ના થાય કે પતિ થાક્યો-પાક્યો ઘરે આવ્યો છે તો તેને થોડી શાંતિ લેવા દઈએ. તેને થોડો રીલેક્સ થવા દઈએ.
પત્નિ : લે… અમારે રીલેક્સ ના થવું હોય?.

જોક્સ
છોકરી : દાદીમાં હું સ્કુલ નહિ જાઉં, રસ્તામાં છોકરા મારી છેડતી કરે છે.
દાદી : ખોટા બહાના ના બનાવ, હું પણ એ જ રસ્તેથી દરરોજ બજારે જાઉં છું. મારી તો કોઈ છેડતી નથી કરતું.

જોક્સ
પત્નિ : પાડોશીને જુઓ દર રવિવારે એની પત્નિને ફરવા લઈ જાય છે, તમે કોઈ દિવસ લઈ ગયા?.
પતિ : મેં બે-ત્રણ વાર કીધું, પણ ઈ ના પાડે છે.

જોક્સ
પતિ પોતાની નારાજ પત્નિ ને મનાવવા માટે દરરોજ સાસરિયામાં ફોન કરે છે.
એક દિવસ સાસુમાં કહે છે : કેટલી વખત કહું કે મારી દિકરી હવે તમારા ઘરે નહિ આવે, તમે દરરોજ કેમ ફોન કરો છો?.
જમાઈ : આવું સાંભળીને સારું લાગે છે એટલા માટે.

જોક્સ ૧૦
લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા અને સમોસા ખાય છે,
ગટરનાં પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે,
ફુટપાથ પર ઉડતી ધુળ પાસે ભાજીપાઉં ખાય છે,
સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચા ભરાવીને પિચકારીઓ મારે છે,
પણ જયારે ડોકટર કંઇક દવા લખી આપે તો પુછે છે કે,
સાહેબ, આની કોઈ સાઈડ-ઈફેક્ટ તો નહી થાય ને?.
અરે તારી ભલી થાય…

જોક્સ ૧૧
છોકરો- સાંભળ…
છોકરી- કેટલી વાર કહ્યું જમતી વખતે ચુપ રહેવાનું.
જમી લીધા પછી…
છોકરી : હવે બોલ શું કહેતો હતો?.
છોકરો : કંઇ નહિ… તારી પ્લેટમાં વંદો હતો.

જોક્સ ૧૨
એક અમેરિકન મને પુછતો હતો,
તમે લોકો ઓળખાણ વગર કેવી રીતે લગ્ન કરી લો છો?.
મેં જવાબ આપ્યો : ઓળખ્યા પછી લગ્ન કેવી રીતે થાય?.

જોક્સ ૧૩
પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.
હવાલદાર : શું થયું?.
પપ્પુ : પત્નિએ માર્યો.
હવાલદાર : કેમ?.
પપ્પુ : એના મમ્મી-પપ્પા અમારા ઘેર આવ્યા તો તેણે મને કહ્યું કે, બહારથી તેમના માટે કંઇક લઇ આવો.
હવાલદાર : તો?.
પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.