તમારું હાસ્ય ખોલી નાખે છે તમારા બધા જ રહસ્ય, જાણો તમારા વિશે શું કહે છે તમારું હાસ્ય

કોઈપણ વાત કે કારણથી જ્યારે મનુષ્ય ખુબ જ આનંદિત થાય છે તો તે પોતાનાં મનોભાવને હાસ્ય કે સ્માઇલથી પ્રગટ કરે છે. હાસ્ય આવવું કે હસવું મનુષ્યનું રડવું, દુઃખી થવું અને ગુસ્સા કરવા જેવા સ્વાભાવિક ગુણ હોય છે. પહેલાનાં સમયમાં લોકોની પાસે સમય હતો. તે એકબીજાની સાથે સમય પસાર કરતાં હતાં અને પ્રસન્ન રહેતા હતાં પરંતુ આજનાં ભાગદોડ વાળા જીવનમાં લોકોની પાસે બે સેકન્ડનો પણ સમય હોતો નથી કે તે શાંતિથી ખુલીને હસી શકે. આ જ કારણ હોય છે કે આજનાં સમયમાં લોકોને લાફીંગ થેરાપીનો સહારો લેવો પડે છે.

હકિકતમાં આપણા હસવા, રડવા, ગુસ્સા કરવાનો પ્રભાવ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. હસવાથી મનુષ્યનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને આ સાથે સ્મિત સાથે આપણા રકત સંચારમાં પણ સુધારો થાય છે પરંતુ શું તમને ખબર છે કે હાસ્યથી કોઈપણ વ્યક્તિનાં વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. પ્રત્યેક વ્યક્તિનું હાસ્ય એકબીજાથી અલગ હોય છે. અમુક લોકો ખુબ જ જોર-જોરથી હસે છે તો અમુક લોકો માત્ર સ્માઇલથી જ પોતાની ખુશી વ્યક્ત કરી દે છે. હાસ્યનો સંબંધ માનસિક સ્વાસ્થ્ય સાથે હોય છે એટલા માટે સમુદ્રશાસ્ત્ર કહે છે કે વ્યક્તિની હસવાની રીતથી તેનાં સ્વભાવને જાણી શકાય છે. તો ચાલો જાણી લઈએ શું કહે છે તમારું હાસ્ય.

ખુલીને હસવા વાળા લોકો

જો કોઈ વ્યક્તિ કોઈ સંકોચ વગર ખુલીને હસે છે તો માનવામાં આવે છે કે આ લોકો સાફ હ્રદયનાં હોય છે અને સંબંધમાં વફાદાર હોય છે. આવા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે એટલા માટે દરેક કામમાં તેમનું મગજ તેજ ચાલે છે. આ લોકો વિનમ્ર, દયાળુ અને સારા પ્રેમી હોય છે.

જોરજોરથી હસવા વાળા લોકો

અમુક લોકો જ્યારે હસે છે તો ઘણો અવાજ નીકળે છે. જેને જોરજોરથી હસવું પણ કહેવાય છે. આવા લોકો વિશે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે આ લોકો પોતાનાં જીવનમાં ખુબ જ સફળ હોય છે. વળી અમુક લોકો એવા પણ હોય છે, જે હસતા સમયે જેનાં ચહેરા પર વ્યાંગનાત્મક ભાવ આવે છે, જે લોકો આવી રીતે હસે છે, તેમનામાં અહંકારની ભાવના હોય છે.

અટકી-અટકીને હસવા વાળા લોકો

અમુક લોકોની આદત હોય છે કે તે કોઈ વાત પર હસે છે અને બાદમાં એક-બે સેકન્ડ માટે અટકી જાય છે અને ફરી હસે છે. આવા લોકોને જોઈને થોડું અજીબ પણ લાગે છે. સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે આવા લોકોની માનસિક શક્તિ કમજોર હોય છે. આ લોકો કોઈ કામમાં જલ્દી સફળ નથી થઈ શકતા.

દરેક વાત પર માત્ર સ્માઈલ કરવા વાળા લોકો

અમુક લોકો માત્ર સ્માઈલ કરીને જ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. આવા લોકો વિશે સમુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે આ લોકો શાંત સ્વભાવનાં હોય છે અને વિપરીત પરિસ્થિતિમાં પણ ધીરજ સાથે કામ લે છે. આવા લોકો ગંભીર, ભરોસાપાત્ર અને જ્ઞાની હોય છે.

અજીબ અવાજ કાઢીને હસવા વાળા લોકો

અમુક લોકોનું સ્મિત ખુબ જ અજીબ હોય છે. આવા લોકો હસતા સમયે અજીબ અવાજ કાઢે છે અને અમુક લોકોનું સ્મિત એવી હોય છે, જેમકે ધીરે અવાજ નીકળી રહ્યો હોય. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા લોકો વફાદાર નથી હોતા. તેમને દગાબાજ માનવામાં આવે છે. એવા લોકોથી સતર્ક રહેવું જોઈએ.