યુ ટ્યુબ પર વિડીયો બફરિંગથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઉપાય

Posted by

આજકાલ લોકોમાં ઓનલાઈન વિડીયો જોવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. ઘણા લોકો ઓડિયો સોંગની જગ્યાએ વિડીયો સોંગ જોવાનું પસંદ કરે છે. તેના માટે યુ ટ્યુબ સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ છે. પરંતુ તેના પર વિડીયો જોતી વખતે લોકો હમેશા બફરિંગની સમસ્યાથી પરેશાન રહે છે. ઘણીવાર ખરાબ ઇન્ટરનેટના કારણે બફરિંગ એટલું વધારે થાય છે કે વિડીયો જોવા મુશ્કેલ બની જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે અહી આપવામાં આવેલ ટિપ્સ અજમાવી શકો છો.

આ બે ઉપાયો છે તેનું સમાધાન

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના બે ઉપાયો છે. તમે કાં તો યું ટ્યુબ નું કૈશ (cashe) ક્લિયર કરી ને તેનાથી છુટકારો મેળવી શકો છો અથવા તો વીડીયો ક્વોલિટી ને બદલાવીને પણ આરામથી વીડિયો જોઈ શકો છો. બંનેને અજમાવવા માટે તમારે અલગ અલગ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

કેવી રીતે ક્લીયર કરશો કૈશ?

તેના માટે તમારે સૌથી પહેલા પોતાના ક્રોમ બ્રાઉઝરમાં જવું પડશે. ત્યારબાદ મેનુ ઓપ્શનમાં આપેલ ત્રણ ટપકા પર ક્લિક કરો. જો તમે સ્માર્ટફોન વાપરી રહ્યાં છો તો ત્યારબાદ તમારી સામે ઘણા ઓપ્શન ખુલી જશે. તેમાં હિસ્ટ્રી પર ટેપ કરીને કલીયર બ્રાઉઝિંગ ડેટા પર ક્લિક કરો. જો તમે લેપટોપ અથવા ડેસ્કટોપ નો ઉપયોગ કરી રહ્યા છો તો તેમાં ત્રણ ટપકા પર ટેપ કરો. ત્યારબાદ મોર ટુલ્સમાં જઈને ક્લિયર બ્રાઉઝીંગ ડેટા પર ક્લિક કરો.

ટાઈમ પણ સેટ કરી શકો છો

ક્લિયર બ્રાઉઝિંગ ડેટા ની સાથે સાથે તમે ત્યાં આપવામાં આવેલ અન્ય ઓપ્શન જેવા કે કૂકીઝ, સાઇટ ડેટા,  કૈસ્ડ ઈમેજ અને ફાઇલ્સ ઓપ્શનને પણ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ ક્લિયર ડેટા પર ક્લિક કરો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન, મૈકબુક અને ડેસ્કટોપ યુઝર ડેટા ડીલીટ કરવા માટે ટાઈમ પણ સિલેક્ટ કરી શકો છો. જોકે આ સુવિધા આઇફોન યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી.

વિડિયો ક્વોલિટી બદલવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

આવી રીતે જ બીજા સરળ સ્ટેપ્સને ફોલ્લો કરીને વિડિયો ક્વોલિટીને પણ બદલાવી શકો છો. તેનાથી પણ બફરિંગની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તેના માટે સૌથી પહેલા એક યુ ટ્યુબ વિડીયો ચાલુ કરો. તેમાં સ્ક્રીન પર નીચે જમણી સાઈડ માં અથવા ઉપરની તરફ જમણી સાઈડમાં આપવામાં આવેલ ગિયર આઈકન પર ક્લિક કરીને વિડિયોની ક્વોલિટી બદલાવી શકો છો. આટલું કર્યા પછી વિડિયો પહેલા કરતા ઝડપથી ચાલવા લાગશે અને બફરીંગની સમસ્યા પણ થશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *