જો કોઈ યુવકને કોઇ યુવતી પસંદ આવી જાય તો તેને મનાવવા માટે તે દરેક સંભવ કોશિશ કરે છે. પોતાના હિસાબથી તે બધું જ કરે છે જે તે યુવતીને પસંદ આવે અને તે તેમનાથી ઈમ્પ્રેસ થઈ જાય. પરંતુ તેનાથી પણ ઘણીવાર વાત બનતી નથી કારણકે મોટાભાગના યુવકો જાણી શકતા નથી કે આખરે યુવતીને શું પસંદ હોય છે. જોકે દરેક યુવકોના મનમાં એવો સવાલ આવે છે કે આખરે યુવતીઓને યુવકોમાં શું પસંદ હોય છે ? શું તેમને વાત કરવાની રીત પસંદ હોય છે કે સારો ચેહરો પસંદ કરે છે કે પછી તેમને શાનદાર બોડી આકર્ષિત કરે છે. જો તમારા મનમાં પણ આવો જ સવાલ આવી રહ્યો હોય તો આજે અમે તમારા તે સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમારા મનની બધી જ દુવિધા દૂર થઈ જશે.
હકીકતમાં બ્રિટન અને સાઉથ આફ્રિકાની યુનિવર્સિટી એ સાથે મળીને એક જોઈન્ટ રિસર્ચ કર્યું છે અને તે જાણવા મળ્યું છે કે યુવકોના કયા બોડી પાર્ટને જોઈને યુવતીઓ સૌથી વધારે આકર્ષિત થાય છે. તો ચાલો જાણી લઈએ આખરે શું જાણવા મળ્યું છે આ સ્ટડીમાં.
હકીકતમાં આ શોધમાં સામે આવ્યું છે કે યુવકોની આંખો સૌથી પહેલાં યુવતીઓને પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે. જી હા, હેન્ડસમ ચેહરાથી વધારે યુવકોની આંખો યુવતીઓને પસંદ હોય છે. હકીકતમાં આંખો સંચારનું સૌથી સારું માધ્યમ છે અને જ્યારે વાત પ્રેમની હોય તો આંખોથી સારુ વ્યક્ત કોણ કરી શકે. યુવતીઓ યુવતીની આંખોમાં પોતાના માટે પ્રેમ અને વિશ્વાસ શોધતી હોય છે અને જો તેને કોઈ યુવકમાં જોવા મળે તો બાદમાં તેમને તેમના પ્રત્યે આકર્ષિત થવામાં સમય લાગતો નથી.
વળી આજકાલ ૬ પેકનું ચલણ પણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને યુવતીઓ તેમની પાછળ પાગલ છે. હકીકતમાં યુવતીઓને યુવકોની મજબૂત બોડી ખૂબ જ પસંદ આવે છે અને જ્યારે બોડીમાં એબ્સ હોય તો પછી બીજું શું જોઈએ. યુવતીઓ આવા યુવકો પર ખૂબ જ જલ્દી ફિદા થઇ જાય છે. આ જ કારણ છે કે આજકાલ એક્ટર હોય કે મોડલ દરેક ૬ પેક એબ્સની સાથે જોવા મળે છે. વળી એબ્સ વાળી બોડીની સાથે યુવતીઓને યુવકોની ફિટ અને સ્પોટ બોડી પણ પસંદ આવે છે. તેથી યુવકો યુવતીઓને ઇંપ્રેસ કરવા માટે પોતાની ફિટનેસ પર ખૂબ જ વધારે ધ્યાન આપે છે અને સવાર-સાંજ જીમના ચક્કર લગાવે છે.
વળી આ શોધમાં એવું પણ જાણવા મળ્યું છે કે યુવકોની આંખો અને તેમના ફિઝિક્સ સિવાય યુવતીઓને તેમના હોઠ, વાળ, દાઢી, મુછ, શોલ્ડર અને છાતી પણ ખૂબ જ પસંદ હોય છે. તેવામાં જે યુવકો પોતાના આ બોડી પાર્ટસનું વધારે ધ્યાન રાખે છે તો યુવતીઓને આ ચીજ તેમના તરફ વધારે આકર્ષિત કરે છે.
તેની સાથે જ યુવતીઓ યુવકોની રહેણી-કહેણી પર પણ વધારે ધ્યાન આપે છે. જેમ કે યુવકોનો વાત કરવાનો અંદાજ, તેમનો ડ્રેસિંગ સેન્સ, તેમની બેસવાની રીત અને ખાસ કરીને તે જે રીતે એક યુવતીની સાથે વર્તન કરે છે તે તમામ ચીજો યુવતીઓ પર પોતાનો પ્રભાવ છોડે છે. જો યુવક આ બધામાં જ હોશિયાર હોય તો તેમને કોઈપણ યુવતી ના કહી શકે નહી.