યુવકોની આ ૪ વાતો યુવતીઓને હોય છે નાપસંદ, આ આદતોથી ચિડાઈને યુવતિઓ મહિનાઓ સુધી રહે છે નારાજ

યુવકો અને યુવતીઓને ૨ અલગ-અલગ ગ્રહના પ્રાણી માનવામાં આવે છે. તે બંનેની આદત, વિચારધારા એકબીજાથી બિલકુલ અલગ હોય છે. જે વાતો યુવકોને ખૂબ જ સામાન્ય અને નાની લાગતી હોય છે એ જ વાતો યુવતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી હોઈ શકે છે. તેનાથી વિપરિત જે વાતો યુવકોને મોટી અને ગંભીર લાગતી હોય છે, બની શકે છે કે યુવતીઓ તે વાતો પર વધારે ધ્યાન આપતી ના હોય. ઘણીવાર કપલની વચ્ચે એવું જોવા મળે છે કે યુવતીઓ યુવકોની અમુક વાતોથી ખૂબ જ જલ્દી નારાજ થઈ જાય છે. જોકે તે વાત વિશે યુવકોને જાણ પણ હોતી નથી કે તેમના પાર્ટનરનો મૂડ અજાણતામાં જ પરંતુ તેમણે ખરાબ કરી નાખ્યો છે. બિચારા યુવકો આ વાતોથી અજાણ રહે છે અને આગળ ચાલીને આ વાતો ઝઘડાનું રૂપ લઈ લેતી હોય છે. તેવામાં આજની આ સ્ટોરીમાં અમે તમને યુવકોની અમુક એવી આદતોનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના લીધે મોટાભાગની યુવતીઓને ચીડ હોય છે.

ફોન પર વાત કરતાં-કરતાં સૂઈ જવું

ઘણીવાર જ્યારે ફોન કે ચેટ પર વાત થાય છે તો યુવતીઓ ખૂબ જ દિલચસ્પી લઈને વાત કરતી હોય છે પરંતુ યુવકો ઘણીવાર વાત કરતાં-કરતાં વચ્ચે જ સૂઈ જાય છે, તેવામાં યુવતીઓને લાગે છે કે તેમની વાતોનું કે તેમનું યુવકોના જીવનમાં કોઈ મહત્વ નથી અને તે આ વાતથી ચિડાઈ જાય છે. ઘણીવાર આ વાત બીજા દિવસે કપલની વચ્ચે ઝઘડાનું કારણ બની જાય છે.

અપશબ્દોનો પ્રયોગ

ઘણા યુવકોની આદત હોય છે કે તે સામાન્ય વાતચીત દરમિયાન પણ અપશબ્દોનો પ્રયોગ કરે છે. જણાવી દઈએ કે અન્ય યુવકોની સાથે તો તે બધું જ સામાન્ય હોય છે અને તે સંકોચ વગર આવી વાતો કરતા હોય છે. જોકે યુવતીઓની સાથે તેનાથી ઊલટું હોય છે. યુવકોનું વાતવાતમાં અપશબ્દોનો પ્રયોગ કરવો, યુવતીઓને પસંદ આવતું નથી અને તે અસહજ મહેસૂસ કરવા લાગે છે. તેવામાં યુવકોએ યુવતીઓ સાથે વાત કરતાં સમયે થોડી પોતાની ભાષા પર પણ ધ્યાન રાખવું જોઈએ.

આજુબાજુ નજર કરવી

ઘણીવાર યુવકો કોઈ જગ્યાએ હાજર તો હોય છે પરંતુ તેમનું ધ્યાન આજુબાજુ જ રહેતું હોય છે. ઘણીવાર એવું બને છે કે જ્યારે યુવતીઓ ખૂબ જ રસ લઈને વાત કરતી હોય છે અને યુવકો તેમની વાતો પર ધ્યાન આપતા નથી. તેવામાં યુવતીઓનો મૂડ ખરાબ થઈ જાય છે તેથી જ્યારે તમે પોતાના સંબંધને સમય આપવા માટે પોતાની પાર્ટનરને મળી રહ્યા હોય તો તેમની વાતો પર પૂરતું ધ્યાન આપવું.

જણાવ્યા વગર અન્ય યુવતીઓની મદદ કરવી

યુવતીઓને તે વાત બિલકુલ પણ પસંદ હોતી નથી કે જ્યારે તમે કોઈ યુવતીની મદદ પોતાના પાર્ટનરને પૂછ્યા વગર કે જણાવ્યા વગર કરવા લાગો છો. યુવકો અને યુવતી બંનેને પોતપોતાનાં સમાજના વિશે સારી એવી જાણકારી હોય છે, તેવામાં તે એ વાતથી વાકેફ પણ હોય છે કે દરેક વ્યક્તિ સારો હોતો નથી. આ પરિસ્થિતિમાં જ્યારે તમે પોતાના પાર્ટનરને જણાવ્યા વગર અન્ય યુવતિઓની મદદ કરો છો તો તેમને બિલકુલ પણ પસંદ આવતું નથી અને તમે તેમને અજાણતા પરંતુ નારાજ કરી દો છો.