યુઝવેન્દ્ર ચહલની ફિયાન્સીએ ગેંદા ફૂલ ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ, વિડિયો થઈ રહ્યો છે ખૂબ જ વાયરલ

Posted by

ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે હાલમાં જ ડાન્સર ધનાશ્રી વર્મા સાથે સગાઈ કરી હતી. ત્યારબાદ ધનાશ્રી વર્મા સોશિયલ મીડિયા પર વધારે ફેમસ થઈ ગઈ. ધનાશ્રી વર્મા અવારનવાર પોતાના ડાન્સનાં વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને હાલમાં જ તેમણે પોતાના ડાન્સનો એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તે બાદશાહના ગીત ગેંદા ફૂલ પર જબરદસ્ત ડાન્સ કરતા નજર આવી રહી છે.

ધનાશ્રી વર્માના આ વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ધનાશ્રી વર્માએ પોતાના ડાન્સના આ વિડીયોને પોતાના ઓફિશિયલી યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે. આ વીડિયોમાં ધનાશ્રી ખૂબ જ સુંદર લાગી રહી છે અને ઘણા સારા ડાન્સ મૂવ્સ પણ કરી રહી છે.

આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધીમાં ૨.૭ મિલિયનથી વધારે વ્યૂઝ પણ મળી ચુક્યા છે. જોકે તે પહેલીવાર નથી જ્યારે ધનાશ્રી વર્માનો કોઈ વિડીયો વાયરલ થયો હોય. આ પહેલા પણ ધનાશ્રી વર્માના ઘણા બધા વિડીયો વાયરલ થઇ ચુક્યા છે જેમને લોકોએ ખૂબ જ પસંદ પણ કર્યા છે.

વ્યવસાયથી છે ડોક્ટર

ધનાશ્રી વર્મા વ્યવસાયથી ડોક્ટર છે. પરંતુ તેમને ડાન્સ કરવો ખૂબ જ પસંદ છે. તેમણે પોતાની ઓફિશીયલ યુટ્યુબ ચેનલ પણ બનાવી રાખી છે. સાથે જ તે ઇન્સ્ટાગ્રામમાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા ૨૦ લાખથી વધારે છે. જ્યારે યુટ્યુબ પર તેમના સબસ્ક્રાઈબરની સંખ્યા ૨૦ લાખથી વધારે છે.

આ વર્ષે ચહલે કરી છે સગાઈ

ધનાશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ સાથે આ વર્ષે સગાઈ કરી હતી. તેમની સગાઇની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. વળી હાલમાં જ આઈપીએલની મેચ જોવા માટે ધનાશ્રી વર્મા દુબઈ પણ ગઈ હતી અને દુબઈમાં તેમણે યુઝવેન્દ્ર ચહલની સાથે ઘણા બધા ફોટો ક્લિક કર્યા હતા. જે તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેને પણ લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *