રોહિત શર્માની બર્થ-ડે પાર્ટીમાં નશા માં ચુર જોવા મળ્યાં યુઝવેન્દ્ર ચહલ, ચાલી પણ શકાતું નહોતું, માંડ-માંડ કાર સુધી પહોંચ્યા

રાજસ્થાન રોયલ્સનાં સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધીમાં આઈપીએલ ૨૦૨૩ માં ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. ચહલ તેની શાનદાર બોલિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ ૨૦૨૩ માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલે પ્રખ્યાત ડાન્સ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા છે.

આમ તો રાજસ્થાન રોયલ્સનો સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે પરંતુ હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને લોકો આ ક્રિકેટર નશામાં હોવાની ચર્ચા કરી રહ્યા છે. હવે આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલને ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલ યોગ્ય રીતે ચાલતો જોવા નથી મળી રહ્યો, જેનાં કારણે એક વ્યક્તિએ ચહલને પકડી રાખ્યો છે. ત્યારપછી યુઝવેન્દ્ર ચહલ કારમાં બેસીને ખુબ જ પરેશાન નજર આવે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર યુઝવેન્દ્ર ચહલને લઈને ચર્ચા ચાલી રહી છે કે તે કદાચ દારૂ ના નશામાં છે.

હકિકતમાં સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા એ મુંબઈમાં પોતાની બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું અને ચહલે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. રોહિત શર્માની આ બર્થ-ડે પાર્ટીમાં ચહલે દારૂનું સેવન કરતો જોવા મળ્યો હોવાનું સોશિયલ મીડિયા પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તે સરખી રીતે ચાલી પણ શકતો નહોતો.

તેની સાથે રહેલ એક વ્યક્તિ તેને કાર સુધી પહોંચાડ્યા બાદ ચહલ કોઇની સાથે આંખ મેળવી શકતો નહોતો તેવું જોવા મળે છે. આ દરમિયાન ચહલે ફોટોગ્રાફરને પોતાની તસ્વીરો લેવાની પણ ના પાડી દીધી હતી અને આ વીડિયોમાં તે પોતાને મીડિયાના કેમેરાથી દુર રાખવાનો પ્રયાસ કરે છે. જોકે આ વીડિયો પર સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ઘણા રિએક્શન જોવા મળી રહ્યા છે. લોકો આ વિડીયો પર જોરદાર મજા લઇ રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે અને હવે યુઝવેન્દ્ર ચહલને પણ ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, “ભાઈ શું થયું?. ધનશ્રી છોડીને જતી રહી?”. એટલું જ નહિ યુઝવેન્દ્ર ચહલ વિશે અન્ય એક યુઝરે લખ્યું છે કે, “ભાભીના ટેન્શનમાં ભાઈએ દારૂ વધારે પી લીધો છે”. આ રીતે ઘણા લોકો યુઝવેન્દ્ર ચહલને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે યુઝવેન્દ્ર ચહલની પત્નિ ધનશ્રી વર્માની સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર સાથેનાં ફોટા અને વીડિયો અંગે ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, જેનાં કારણે ચહલને ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે.

અહિયા જુઓ લોકોનાં રીએકશન