બોલિવૂડ અભિનેત્રી તબ્બુએ જણાવ્યું લગ્ન ના કરવાનું કારણ, બોલિવૂડનાં આ અભિનેતાનાં કારણે હજુ સુધી છે કુંવારી

Posted by

બોલિવૂડમાં ઘણી એવી રિલ અને રિયલ જોડી છે, જે રિયલ લાઇફમાં લોકોને ઘણી પ્રેરણા આપે છે. પછી ભલે તે પ્રેમ હોય કે લગ્ન, આ જોડીઓ સામાન્ય લોકો માટે આદર્શ બનેલી છે. વળી અમુક એક્ટર અને એક્ટ્રેસ એવા પણ છે, જે ઘણી બધી પ્રેમ કહાની વાળી ફિલ્મો કર્યા બાદ પણ હજુ સુધી કુંવારા છે. તેમાં સૌથી મોટું નામ છે સલમાન ખાનનું. વળી જો બોલિવૂડની મોસ્ટ બેચલર એક્ટ્રેસ વિશે વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં ૯૦ નાં દશકની જાણીતી એક્ટ્રેસ તબ્બુનું નામ પણ સૌથી પહેલા આવે છે.

તબ્બુની ઉંમર ૫૦ વર્ષની થઇ ગઇ છે પરંતુ તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. લગ્ન ના કરવા પાછળ તેમણે એક કારણ જણાવ્યું છે. પોતાના લગ્ન ના થવા પાછળ તેમણે બોલિવૂડના એક એકટરને જવાબદાર ગણાવ્યા છે. તો ચાલો જાણી લઈએ કે આખરે કોણ છે તે એક્ટર કે જેના કારણે તબ્બુ લગ્ન કરી શકી નથી.

અજય દેવગનનાં કારણે તબ્બુ નથી કરી શકી લગ્ન

હકિકતમાં તબ્બુએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અજય દેવગનનાં કારણે લગ્ન કરી શકી નથી. અજય દેવગન સાથે તેમણે ઘણી રોમેન્ટિક ફિલ્મો કરી છે. પાછલા વર્ષે તેમની અજય દેવગન સાથે “દે દે પ્યાર દે” ફિલ્મ આવી હતી. તબ્બુએ પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે અજય દેવગન અને તે એકબીજાને ૧૩ કે ૧૪ વર્ષની ઉંમરથી જાણે છે.

હકિકતમાં અજય દેવગન અને તબ્બુનાં પિતરાઇ ભાઈ સમીર આર્ય બંને મિત્રો હતાં. તે બંને તબ્બુને લઈને ઘણા પ્રોટેક્ટિવ હતાં, જ્યારે પણ કોઈ યુવક તબ્બુ સાથે વાત કરવાની કોશિશ કરતો તો આ બંને તેને ધોલાઈ કરી નાખતા હતાં. એટલા માટે તબ્બુની પ્રેમ કહાની ક્યારેય પણ આગળ વધી શકી નહી. ફિલ્મના સેટ પર પણ અજય તબ્બુને લઈને ઘણા સેન્સિટિવ રહેતા હતાં.

તબ્બુએ આગળ જણાવ્યું કે જ્યારે તે નાની હતી તો અજય અને સમીર તેમની જાસૂસી કરતા હતાં. તે તેમની પાછળ-પાછળ આવતા હતાં અને કોઈપણ છોકરો તેની સાથે વાત કરવાની કોશિશ કરતો હતો તો બંને તેને મારવાની ધમકી આપતા હતાં. એટલા માટે જો તે આજે લગ્ન કરી શકી નથી તો તેનું સૌથી મોટું કારણ અજય દેવગન છે. તબ્બુએ કહ્યું કે હવે અજય પણ પસ્તાઈ રહ્યો હશે કે તેણે આવું કરીને મને હજુ સુધી કુંવારી રહેવા દીધી.

ઘણી ફિલ્મોમાં કર્યું છે સાથે કામ

તબ્બુ અજય પર ખૂબ જ વધારે વિશ્વાસ કરે છે. અજય એક બાળકની જેમ તેને પ્રોટેક્ટ કરે છે. જો કોઈ મેલ એક્ટર છે કે જેના પર તે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે છે તો તે અજય દેવગન છે. જ્યારે પણ અજય સેટ પર હોય છે તો તે સ્ટ્રેસ ફ્રી અનુભવ કરે છે. બંનેની રિલેશન ઘણી જ અનોખી છે. બંનેએ પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

જ્યારે તબ્બુ અજય દેવગન સાથે કપિલ શર્માનાં શો માં આવી હતી ત્યારે પણ તેમણે પોતાના લગ્ન ના થવા પાછળ અજય દેવગનને જવાબદાર ગણાવ્યા હતાં. તબ્બુ પોતાના કરિયરમાં ઘણા નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી છે.