યુવતીએ ઘરના ગાર્ડનમાં પડાવ્યો ફોટો, બાદમાં તસવીરમાં કંઈક એવું જોવા મળ્યું કે પડી ગઈ ચીસ

Posted by

અમેરિકાના બીજા છેડે સ્થાયી થયેલી સોફિયા પોતાના નવા વિલામાં ખૂબ જ ખુશ હતી. જોકે તેમને દુઃખ હતું તો બસ એ જ વાતનું કે એમના મિત્રો તેમાંથી દૂર થઈ ગયા હતા. સોફિયાને જ્યારે નવું વિલા મળ્યું તો તેમની ઈચ્છા હતી કે તે પોતાના મિત્રોને આ શાનદાર વિલાની તસ્વીર બતાવે. તેના માટે તેમણે પોતાની માં ને તસવીર લેવા માટે કહ્યું.

સોફિયાની મા એ પોતાની દિકરીની સુંદર તસવીર લેવા માટે ગાર્ડનની પસંદગી કરી. જ્યાં સુંદર વૃક્ષો લગાવવામાં આવેલ હતા. સોફિયા તો ફક્ત એટલા માટે તસવીર પડાવી રહી હતી કારણકે તેમને પોતાના મિત્રોને આ તસવીરો બતાવવી હતી. તેમને એ વાતનો અંદાજો પણ ના હતો કે આ તસવીરમાં છુપાયેલી એક ચીજ દરેકનું ધ્યાન ખેંચી લેશે અને દરેક જગ્યાએ વાયરલ થઇ જશે.

વિલામાં પહેલીવાર શિફ્ટ થયો હતો સોફિયાનો પરિવાર

સોફિયાના માતા પિતાએ ખૂબ જ પૈસા લગાવીને સુંદર વિલા ખરીદ્યો હતો. આ વિલામાં એક સ્વિમિંગ પૂલ, બે બાથરૂમ અને એક વાઇન સેલર પણ હતું. તે સમયે સોફિયાના માતાપિતાથી એક નાની ચીજ મિસ થઈ ગઈ હતી. જેના કારણે તેમને ઘર છોડવાની પરિસ્થિતિ આવી ગઈ હતી. સોફિયા ઘર બદલવાના મૂડમાં ના હતી પરંતુ મીનીસોટાનું વાતાવરણ તેમના માતા-પિતાને પસંદ ના હતું. ટેક્સાસનું વાતાવરણ સોફિયાના માતા-પિતાને પસંદ ના હોવાથી તે આ વિલામાં રહેવા આવ્યા હતા.

સોફિયાને આ વિલા તો પસંદ આવ્યો પરંતુ પોતાના મિત્રોથી દૂર થવાનો વિચાર તેમને પરેશાન કરી રહ્યો હતો. તે નવા મિત્રો બનાવવા વિશે વિચારી પણ શકતી ના હતી. તે ફોન પર પોતાના જૂના મિત્રો સાથે વાત કરતી હતી. તેમનું મન થતું હતું કે તે પોતાના જૂના મિત્રોને મળે પરંતુ મીનીસોટાથી ટેક્સાસ લગભગ ૨૧૦૦ કિલોમીટર દૂર હતું. જોકે બાદમાં જ્યારે વિલાનું જે રહસ્ય ખુલીને સામે આવ્યું ત્યારે જાણ થઈ કે આ પરેશાનીની સામે પહેલાની પરેશાની તો કંઈ ના હતી.

સોફિયાએ મિત્રોને મોકલી તસવીર

વિલામાં રહેવા છતાં પણ સોફિયાનું ધ્યાન આ ઘરમાં રહેતું ના હતું. સોફિયાના માતા-પિતાએ મહેસુસ કર્યું કે તેમનો વ્યવહાર બદલી ગયો છે અને તેમનું મન ઉદાસ રહે છે. તે પોતાની પુત્રીને આ પરિસ્થિતિમાં જોઈ શકતા ના હતા તેમણે નિર્ણય લીધો કે તે પોતાની પુત્રીને ખુશ રાખવા માટે કંઈક સારું કરશે. તેવામાં તેમણે સોફિયાની સહેલીઓને એમનું વિલા બતાવવા માટે ફ્લાઇટથી બોલાવી લીધી. સોફિયાએ જ્યારે પોતાની સહેલીઓને પોતાની સામે જોઈ તો ખુશીથી ઝૂમી ઉઠી. પરંતુ તેમની આ ખુશી ખૂબ જ ઓછા સમય માટે હતી.

વિલામાં એક ગાર્ડન છે જે એક એકરમાં ફેલાયેલ છે. તેમનો એક ગેટ એવો હતો કે જેમાંથી અંદર આવવા પર એક એવો રસ્તો હતો જે આગળ બંધ હતો. પરિવારે જ્યારે આ વિલા ખરીદ્યો તો તેમને એવું જ જણાવવામાં આવ્યું. જ્યારે તેમણે પાડોશીઓ સાથે પૂછતાછ કરી તો ગાર્ડનના વિશે જે રહસ્ય જાણવા મળ્યું તેનાથી તે લોકો હેરાન રહી ગયા. તે ગાર્ડન તરફ એક રસ્તો હતો. જે એવી જગ્યાએ લઈ જતો હતો જે ખૂબ જ ડરામણી હતી.

જેલ તરફ જતો હતો ગાર્ડનનો રસ્તો

આ રસ્તા પર કોઈ આવતું જતું નહીં તો અહીંયાનો રસ્તો વૃક્ષો અને જંગલો થી ઘેરાઈ ગયો હતો. એક પાડોશીએ જણાવ્યું કે આ રોડનો ઉપયોગ ક્યારેય પણ ના કરવામાં આવે તો જ સારું રહેશે કારણકે ત્યાં એક મોટો અકસ્માત થઈ ગયો હતો. આ રસ્તા ન હકીકત એ હતી કે તે ખરેખર બંધ હતો નહી પરંતુ તે રસ્તો એક જેલ તરફ જતો હતો. આ જેલમાંથી હાલમાં જ બે ખતરનાક અપરાધી જેલ તોડીને ભાગી ગયા હતા. પોલીસ તેમને શોધી રહી હતી પરંતુ તેમને શોધી શક્યા નહિ.

પાડોશીઓએ સોફિયાના માતા-પિતાને જણાવ્યું કે તેમણે એક શંકાસ્પદ વ્યક્તિને વીલાની આસપાસ ફરતા જોયો હતો. તેમણે તો દિવાલ કૂદીને અંદર આવવાની કોશિશ પણ કરી હતી. પાડોશીઓ તે જોઈ ના શક્યા કે તે વ્યક્તિ અંદર ઘૂસી શક્યો હતો કે નહી. સોફિયાના માતા-પિતાએ પોલીસને તરત જ ફોન કર્યો અને ઘરની અંદર ચાલ્યા ગયા. તે સમયે સોફિયાની એક સહેલીએ તે તસવીરને લઈને મેસેજ કર્યો જે સોફિયાએ તેમને મોકલી હતી. તે મેસેજને જોઈને સોફિયાની હાલત ખરાબ થઈ ગઈ.

તસવીર જોઇને ઉડી ગયા બધાના હોશ

તે તસવીરમાં સોફિયાની પાછળ બે લોકોના ચહેરા દેખાઈ રહ્યા હતા જે તસવીર લેતા સમયે સામે આવી ગયા હતા. વ્હોટ્સએપ ગ્રુપમાં આ તસવીર જ્યારે સામે આવી તો સોફિયાને તેમની સહેલીઓએ મેસેજ કર્યો. મેસેજમાં લખ્યું હતું કે, તારી પાછળ ઉભેલા તે લોકો કોણ છે ? સોફિયાએ આ પહેલાં તસવીર પર ધ્યાન આપ્યું નહોતું. જ્યારે તેમણે તસવીર ધ્યાનથી જોઈ તો તેમના પણ હોશ ઉડી ગયા.

તે એ જ બે કેદી હતા જે જેલ તોડીને ભાગી ગયા હતા. સોફિયાએ તરત જ ઘરના બધા જ બારી અને દરવાજા બંધ કરી દીધા. તેમના પિતાને એક પાડોશીએ ફોન કરીને જણાવ્યું કે તેમને સ્થાનીય પ્રશાસન પાસેથી એક ખતરનાક મેસેજ આવ્યો છે. આ બંને વ્યક્તિ એ જ કેદી હતા જે જેલ તોડીને ભાગી ગયા હતા અને પોલીસથી બચવા માટે ગાર્ડનમાં છુપાઈ ગયા હતા પડોશીએ જણાવ્યું કે તેમની જેલથી ભાગવાની સૂચના દરેક જગ્યા પર આપી દેવામાં આવી હતી પરંતુ તે લોકો જલ્દી શિફ્ટ થયા હતા તો તેમને તેની જાણ હતી નહી.

ત્યારબાદ પોલીસ વિલામાં પહોંચી અને રાત થતા થતા તેમણે બંને કેદીઓને પકડી લીધા ત્યારબાદ સોફિયા અને તેમના માતા-પિતા નિરાંતની ઊંઘ લઈ શક્યા. જો તે સમયે સોફિયાની મા એ આ તસવીર લીધી ના હોત અને તેમણે પોતાની સહેલીઓને આ તસવીર મોકલી ના હોત તો કેદીઓ ના જાણે કેટલા દિવસો સુધી પોલીસની નજરોથી બચીને રહી શકત. તેની સાથે જ તે પરિવારની સાથે કંઈક ખરાબ પણ કરી શકતા હતા પરંતુ એક તસવીરે બધાનો જીવ બચાવી લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *