આ છે તમારા ફેવરિટ સ્ટાર્સની ફેવરિટ ડિશ, સંજય દત્તની ફેવરિટ ડિશ જાણીને આશ્ચર્ય થશે

Posted by

ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં બની રહેવા માટે પોતાને ફિટ રાખવા ખૂબ જ જરૂરી છે. તેથી જ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ દરેક કલાકારને ખાવા પીવાની બાબતમાં ખૂબ જ સાવધાની રાખવી પડતી હોય છે. ખાસ કરીને એક એક્ટર માટે પોતાને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. એકટરો કલાકો સુધી જીમમાં જઈને પરસેવો પાડે છે. તેના ચક્કરમાં તે એવી ઘણી ચીજોનું સેવન નથી કરી શકતા જે તેમને ખૂબ જ પસંદ હોય છે. તે પોતાની ફેવરિટ ડિશ ને પણ ખાતા પહેલા ૧૦૦ વાર વિચાર કરે છે.

એક સામાન્ય માણસ પોતાની મનપસંદ કોઇપણ ચીજ જરાપણ અચકાયા વગર ખાઈ લેતા હોય છે. તો બીજી તરફ એક કલાકાર પોતાની મનપસંદ ચીજ ખાવા માટે પણ તરસતા હોય છે. પાવભાજી, સમોસા, પીઝા ચાર્ટ અને પાણીપુરીનું નામ સાંભળીને તો કોઈપણ વ્યક્તિના મોઢામાં પાણી આવી જાય છે. તો જરા વિચારો કે તેવામાં આ સ્ટાર્સ પોતાની ઇચ્છાને કઈ રીતે કંટ્રોલ કરતા હશે. એક સામાન્ય માણસ પોતાના ફેવરિટ સ્ટાર વિશે દરેક વાત જાણવા માગતો હોય છે. તેથી આજે આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડના અમુક લોકપ્રિય સિતારાઓની પસંદગીની ડીશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ ક્યા સ્ટાર્સને કઈ ડીશ વધારે પસંદ છે.

ઋત્વિક રોશન

તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે બોલિવૂડના સૌથી ફિટ એક્ટર ઋત્વિક રોશનને સમોસા ખાવા ખૂબ જ પસંદ છે. સમોસા ગરમ હોય ત્યારે તે એક સાથે ઘણા સમોસા ખાઈ શકે છે.

કેટરિના કૈફ

કેટરીના કેફ બોલિવૂડની સૌથી ફિટ હિરોઈન છે. પરંતુ આઇસક્રીમને જોયા બાદ તે ખુદને કંટ્રોલ કરી શકતી નથી. તેમની ફેવરિટ આઈસ્ક્રીમ બેલ્જિયમ ચોકલેટ છે.

સોનમ કપૂર

ફેશન ક્વીન સોનમ કપૂરને પાવભાજી ખાવી ખૂબ જ પસંદ છે. તેને કોઈ પણ સમયે પાવભાજી ખાવી પસંદ છે.

સલમાન ખાન

સલમાન ખાનની પોતાના માં ના હાથની બનાવેલી બિરયાની ખાવી ખૂબ જ પસંદ છે. તેના સિવાય તેને કબાબ અને લાડુ ખાવા પણ ખૂબ જ પસંદ છે.

શાહિદ કપૂર

વળી શાહિદ કપૂર ઇટાલિયન અને ચાઇનીઝ ફૂડ ના દિવાના છે.

દીપિકા પાદુકોણ

મહારાણી પદ્માવતી એટલે કે દીપિકા પાદુકોણને સાઉથ ઇન્ડિયન ભોજન ખૂબ જ પસંદ છે. તેમને સ્પાઇસી ભોજન ખૂબ જ પસંદ આવે છે.

શાહરુખ ખાન

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને ગ્રિલ્ડ ચિકન ખાવું ખૂબ જ પસંદ છે. ચિકન અંદરથી જ્યુસી અને બહારથી ક્રિસ્પી હોવું જોઈએ.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનને શુદ્ધ શાકાહારી ભોજન ખાવું ખૂબ જ પસંદ છે. શાકભાજીમાં તેમને ભીંડા અને દાળમાં તેમને મગની દાળ ખાવી ખૂબ જ પસંદ છે.

સંજય દત્ત

સંજય દત્ત ચિકન ટિક્કાના દિવાના છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાને બર્ગર ખાવું ખૂબ જ પસંદ છે. તે ઘણીવાર પોતાના મિત્રો સાથે બર્ગર ખાતા જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *