આ યુવકે પાણીપુરીમાં વીંટી નાખીને ગર્લફ્રેન્ડને લગ્ન માટે કર્યું પ્રપોઝ, જાણું તેનું ક્યુટ કારણ

Posted by

હજુ સુધી તમે ફિલ્મો અને ટીવી સિરિયલમાં પ્રપોઝલની ઘણી અનોખી રીત જોઈ હશે. વેડિંગ પ્રપોઝલને લઈને દરેક વ્યક્તિની પોતાની અલગ ઈચ્છા હોય છે પરંતુ ઘણીવાર આપણને પોતાની ઇચ્છાથી પણ કંઈક અલગ અને અનોખી રીત મળી જતી હોય છે. સોશિયલ મીડિયા પર અનોખી પ્રપોઝલની તસ્વીરો વાયરલ થઇ રહી છે. તેને જોઈને તમારા મોઢામાંથી ફક્ત “વાહ” શબ્દ જ નીકળશે.

પાણીપુરીમાં નીકળી વીંટી

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર એક અનોખી પ્રપોઝલની અમુક તસ્વીરો વાયરલ થઇ રહી છે. સામાન્ય રીતે લગભગ જ કોઈ એવી વ્યક્તિ હશે, જેમને પાણીપુરી પસંદ ના હોય. લોકડાઉનનાં કારણે ઘણા લોકોનો આ શોખ ખૂબ જ અધુરો રહી ગયો છે. કોઈપણ કપલના જીવનમાં પ્રપોઝલ વાળો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવા માટે એક થી એક ચડિયાતી રીત શોધતા હોય છે. હાલમાં જ એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે પાણીપુરીમાં વીંટી છુપાવી દીધી હતી.

ગર્લફ્રેન્ડની પસંદ વિશે ખબર હતી


આપણી આસપાસ અમુક જ એવી યુવતીઓ હશે, જેને પાણીપુરી પસંદ નહિ હોય. આ યુવકને પણ પોતાની ગર્લફ્રેન્ડનો પાણીપુરી પ્રત્યે પ્રેમ વિશે જાણ હતી. તેથી તેમણે પોતાના પાર્ટનરને લગ્ન માટે પ્રપોઝ કરતા સમયે પાણીપુરીમાં જ વીંટી છુપાવી દીધી હતી. તેમને વિશ્વાસ હતો કે પાણીપુરીમાં વીંટી જોઈને તેમની ગર્લફ્રેન્ડ પ્રપોઝલને નકારી શકશે નહી.

લોકોને પસંદ આવી અનોખી પ્રેમ કહાની

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર લોકોને આ અનોખી પ્રેમ કહાની અને પ્રપોઝલ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. કોઈપણ વ્યક્તિએ આ રીત વિશે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય. લોકોએ કેકમાં વીંટી જોઈ હશે, વાઇન બોટલમાં વીંટી જોઈ હશે પરંતુ પાણીપુરીમાં વીંટીનો આ મામલો પહેલીવાર સાંભળ્યો હશે કે જોયો હશે.

હકીકતમાં જે વ્યક્તિનાં વિશે અમે વાત કરી રહ્યા છીએ તેમણે પોતાની ગર્લફ્રેન્ડને પાણીપુરીમાં વીંટી નાખીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. હનાન નામની વિદ્યાર્થી પીએચડી કરી રહી છે, જેમના પ્રેમીએ તેમને પાણીપુરીમાં વીટી નાખીને પ્રપોઝ કર્યું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કારણકે આ પ્રકારનાં પ્રપોઝલની ના તો તેમણે કલ્પના કરી હતી અને ના તો તેમણે પહેલા ક્યારેય આવું સાંભળ્યું હતું.