જાડી યુવતીઓની આ ચીજ પાછળ પાગલ હોય છે યુવકો, દુબળી-પાતળી યુવતીઓ તરફ જોતાં પણ નથી

Posted by

જ્યારે પાર્ટનરની પસંદગી કરવાની વાત આવે છે તો દરેક વ્યક્તિની ચોઈસ અલગ-અલગ હોય છે. ખાસ કરીને યુવકો આ મામલામાં ખૂબ જ નખરા કરતા હોય છે. જેમ કે કોઈ યુવકને લાંબી યુવતીઓ પસંદ હોય છે, કોઈને ગોરી યુવતીઓ પસંદ હોય છે તો કોઈને શ્યામવર્ણ યુવતીઓ પસંદ હોય છે. સામાન્ય રીતે યુવતીઓનાં મગજમાં પણ એવું હોય છે કે મોટાભાગે યુવકો સ્લિમ ટ્રીમ એટલે કે દુબળી-પાતળી યુવતીઓ પર ફિદા હોય છે પરંતુ તે હકીકત નથી. યુવકોને ફિટ અને દુબળી-પાતળી યુવતીઓની તુલનામાં થોડી જાડી યુવતીઓ વધારે પસંદ આવે છે.

હકીકતમાં યુવક ઉપર થયેલ એક સર્વેમાં એ વાતનો ખુલાસો થયો છે. “નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ મેક્સિકો” દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના ભારતીય યુવકોને ફીટ અથવા તો પાતળી યુવતીઓની તુલનામાં થોડી જાડી યુવતીઓ વધારે પસંદ આવે છે. જો યુવકોને અવસર મળે છે તો તે પાતળીની જગ્યાએ જાડી યુવતીઓને પોતાની ગર્લફ્રેન્ડ કે લાઈફ પાર્ટનર બનાવવાનું પસંદ કરે છે. તો આખરે જાડી યુવતીઓમાં એવું તે શું હોય છે કે યુવકોને આટલી વધારે પસંદ આવે છે. તો ચાલો જાણી લઈએ.

આ કારણથી જાડી યુવતીઓને વધારે પસંદ કરે છે યુવકો

હકીકતમાં એક સર્વેમાં જાણવા મળ્યું છે કે યુવકો પાતળી યુવતીઓની તુલનામાં જાડી યુવતીઓ સાથે ૧૦ ગણા વધારે ખુશ રહે છે. તેનું કારણ એ છે કે જાડી યુવતીઓ યુવકોને ખાણીપીણીને લઈને વધારે રોક-ટોક કરતી નથી. જાડી યુવતીઓ યુવકો પર એક્સરસાઇઝ અને જીમ જવા માટે પણ પ્રેશર કરતી નથી. યુવકો પોતાની મરજી મુજબ જીવન જીવી શકે છે. યુવકોને પાતળી યુવતીઓની તુલનામાં જાડી યુવતીઓ સાથે વધારે સ્વતંત્રતા મહેસૂસ થાય છે.

મોટાભાગની જાડી યુવતીઓ ખુશમિજાજ અને પોઝીટીવ એટીટ્યુડ વાળી હોય છે. તેવામાં યુવકો તેમની સાથે રહીને હેલ્ધી અને ફ્રેશ ફીલ કરી શકે છે. તેમને જાડી યુવતીઓનો સાથ વધારે પસંદ આવે છે. આ યુવતીઓને ઇંપ્રેસ કરવા માટે વધારે મહેનત પણ કરવી પડતી નથી. તે તમારી પાસેથી વધારે આશા પણ રાખતી નથી. જ્યારે પાતળી યુવતીઓને યુવકો પાસેથી કંઇક વધારે જ આશા રહેતી હોય છે. પાતળી યુવતીઓ પોતાના હિસાબથી યુવકોને ઢાળવા માંગતી હોય છે, જેના લીધે યુવકો કંટાળી જાય છે.

સર્વેનું માનવામાં આવે તો જાડી ગર્લફ્રેંડ કે પાર્ટનર પોતાની વાત દિલ ખોલીને સામે રાખતી હોય છે. તે કોઈપણ વાતને લઈને વધારે ગંભીર હોતી નથી. તે મોટામાં મોટી ચીજોને પણ સરળતાથી જતું કરી દેતી હોય છે. તેમનો હસમુખ સ્વભાવ યુવકોને વધારે સહજ મહેસૂસ કરાવે છે. યુવકો તેમની સાથે કોઈપણ જાતના ડર વગર પોતાના દિલની દરેક વાત શેર કરી શકે છે. જ્યારે પાતળી યુવતીઓ સામે તેમને આ ચીજ ખૂબ જ સમજી વિચારીને કરવી પડતી હોય છે.

જાડી યુવતીઓનાં શરીરનો ઉભાર યુવકોને વધારે આકર્ષિત કરે છે. યુવકો તેનાથી જલ્દી કંટાળી જતા નથી. રોમાન્સ કરવામાં હંમેશાં નવી સંભાવનાઓ રહે છે જ્યારે પાતળી યુવતીઓમાં યુવકોને તે આકર્ષણ મળતું નથી, જે જાડી યુવતીઓમાં હોય છે. આ જ કારણ છે કે જ્યારે લગ્નની વાત આવે છે તો મોટાભાગનાં યુવકો યુવતીઓને બસ એટલા માટે રિજેક્ટ કરી દેતા હોય છે કારણકે તે ખૂબ જ પાતળી હોય છે.

જાડી યુવતીઓને હગ કરવું એટલે કે ગળે લગાવવાની પણ એક અલગ મજા હોય છે. તેમને ગળે લગાવીને એવું લાગે છે જાણો કોઈ ટેડી બિયરને ગળે લગાવ્યું હોય. તેમને ગળે મળવું અને તેમના આલિંગનમાં રહેવા પર તેમનાં હાડકા ખૂંચતા નથી. એવું લાગે છે જાણે આપણે કોઈ મખમલનાં ગાદલા પર સૂઈ રહ્યા છીએ.