બટેટાનાં એક વેપારી એ ૨.૪ લાખ રૂપિયામાં ખરીદ્યો BSNL નો VIP નંબર, જાણો શું છે તેમાં ખાસ

Posted by

ભલે ભારત સંચાર નિગમ લિમિટેડ દેશનું સૌથી આકર્ષક દુરસંચાર ઓપરેટર ના હોય પરંતુ તેમનાં BSNL VIP અથવા તો કહેવામાં આવે કે ફેન્સી નંબર ભારતમાં લોકોની વચ્ચે ખુબ જ વધારે લોકપ્રિય છે એટલે કે BSNL નાં આ ફેન્સી VIP નંબરમાં લોકો ખુબ જ રસ દાખવે છે. હકીકતમાં VIP કે ફેન્સી નંબર કોઈ વધારે લાભ સાથે મળતો નથી પરંતુ થાય છે એવું કે આ નંબરને યાદ રાખવો ખુબ જ સરળ હોય છે.

BSNL છેલ્લા થોડા મહિનાથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. તેના કસ્ટમર સતત ઓછા થઈ રહ્યાં છે પરંતુ VIP નંબરનાં લીધે તે લોકોની નજરમાં હંમેશા રહે છે. ફરી એકવાર તે ચર્ચામાં આવી ગયું છે. હાલનાં સમયે રાજસ્થાનનાં રહેવાસી એક બટેટાનાં વેપારીએ BSNL VIP નંબરને ૨.૪ લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક BSNL VIP નંબરને સેલ કરવામાં આવી રહ્યો હતો. BSNL VIP નંબર XXX7000000 ને સેલ પર રાખવામાં આવ્યો હતો. તેને BSNL નાં ઓનલાઇન પોર્ટલ પર સેલ માટે રજુ કરવામાં આવ્યો હતો. પોર્ટલ પર લોકો બોલી લગાવીને BSNL નાં VIP નંબરને ખરીદે છે.

આ નંબરની બોલી ૨૦,૦૦૦ રૂપિયાથી શરૂ થઈ હતી. તેના માટે ૨ લાખથી પણ વધારે બોલી લગાવવામાં આવી હતી. આ નંબરની સૌથી વધારે બોલી એક બટેટાનાં વેપારીએ લગાવી હતી. રિપોર્ટ અનુસાર બટેટા વેપારીનું નામ Tanuj Dudeja છે.

Tanuj Dudeja રાજસ્થાનનાં કોટામાં રહે છે. તેમણે આ ફેન્સી નંબર મોબાઇલને ૨.૪ લાખ રૂપિયાની બોલી લગાવીને જીતી લીધો હતો. પૈસા જમા કર્યા બાદ તેમણે ઉત્તરપ્રદેશનાં ફરુખાબાદથી આ નંબરને કલેક્ટ કરી લીધો હતો. BSNL નાં એક કર્મચારી અનુસાર Tanuj Dudeja ને VIP નંબર રાખવો ખુબ જ પસંદ છે.

૨.૪ લાખ રૂપિયામાં જે તેમણે VIP નંબર લીધો છે, તે તેમનો બીજો VIP નંબર છે. આ પહેલા તે ૧ લાખ રૂપિયામાં પણ VIP  નંબર ખરીદી ચુક્યા છે. BSNL ની વેબસાઈટ પર ઘણા VIP નંબર ઉપલબ્ધ છે. આવા નંબરને ખરીદવા માટે પહેલા ગ્રાહકે બોલી લગાવવી પડે છે, જેની બોલી સૌથી વધારે હોય છે તેમને તે નંબર આપવામાં આવે છે.