દરેક પત્નિ આ બે રહસ્યો પોતાના પતિથી છૂપાવીને રાખે છે, પતિને ક્યારેય ખબર પણ નથી પડતી

Posted by

પતિ-પત્નિનો સંબંધ વિશ્વાસ અને પારદર્શિતાની દિવાલ પર જ ટકેલો હોય છે. આ જ કારણ છે કે પતિ-પત્નિ એકબીજાને ઘણી બધી વાતો ખૂલીને શેર કરે છે પરંતુ દરેક વાત શેર કરવામાં આવે તે જરૂરી પણ નથી. ઘણીવાર એવું પણ બને છે કે પત્નિ અમુક ખાસ વાતો પતિથી છુપાવે છે. તેનાં વિશે પતિને જણાવવું યોગ્ય સમજતી નથી. એવું નથી કે પત્નિ દરેક વખતે પોતાના અંગત ફાયદા કે કોઈ ડરથી જ પતિથી વાતો છુપાવે છે. અમુક વાતો એવી પણ હોય છે, જેને છૂપાવવામાં પતિ, તેમની અને બાળકોની ભલાઈ હોય છે.

પત્નિઓને ચૈતર બોક્સ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે મહિલાઓનાં પેટમાં કોઈપણ વાત ટકતી નથી. જો પાડોશી તેમને પોતાનું કોઈ રહસ્ય જણાવે છે તો થોડા જ દિવસોમાં આ રહસ્ય સંપૂર્ણ વિસ્તારમાં ફેમસ થઈ જાય છે. આ રીતે જ્યારે પતિ આખો દિવસ ઓફિસમાં કામ કરીને ઘરે પરત ફરે છે તો પત્નિ તેમને આખા દિવસની દિનચર્યા સંભળાવા લાગે છે. તે પોતાની સાથે થયેલી એક એક વાત સંભળાવી દે છે. એક રીતે મહિલાઓ રહસ્ય છૂપાવવામાં કમજોર હોય છે.

જોકે જ્યારે વાત તેમના કામની હોય છે તો તે એવા રહસ્યો દબાવીને રાખે છે, જેના વિશે પતિ સપનામાં પણ વિચારી શકતા નથી. તેવામાં આજે અમે તમને પત્નિની એવી બે વાતો બતાવવા જઈ રહ્યા છીએ, જે હંમેશા તે પોતાનાં પતિથી છુપાવે છે. તેમના મોઢામાંથી આ રહસ્યો બહાર કઢાવવા એટલા સરળ હોતા નથી. તે પતિને આ રહસ્યો માત્ર ત્યારે જણાવે છે જ્યારે તેને એ કહેવાની ઇચ્છા હોય છે. જો તે તેને ના બતાવે તો પતિને તેના રહસ્યો વિશે ઘણા વર્ષો સુધી ખબર પડતી નથી. તો ચાલો જાણી લઈએ કે તે બે રહસ્યો ક્યાં હોય છે.

બચાવેલા કે છુપાવેલા પૈસા

પત્નિઓને પૈસા સેવિંગ કરવાની સારી આદત હોય છે. તે હંમેશાં પોતાના પતિ પાસેથી લીધેલા પૈસા બચાવીને અને છુપાવીને રાખે છે. જો મહિલા જોબ કરી રહી હોય તો પણ તે પોતાની કમાણીનાં અમુક રૂપિયા સેવિંગ કરવાનું પસંદ કરે છે. આ પૈસા વિશે તે પતિને જણાવતી નથી. તે આ પૈસા પોતાની કોઈ પસંદગીની ચીજો ખરીદવા માટે કે ખરાબ સમય માટે બચાવીને રાખે છે. અમુક મહિલાઓ આ પૈસાને ઘરનાં કોઈ ભાગ જેવા કે કિચન, બેડરૂમમાં છુપાવીને રાખે છે તો અમુક બેંકમાં પતિની જાણકારી વગર તેને સેવ કરતી જાય છે.

પતિને દુઃખ પહોંચાડનાર સમસ્યા

પતિ ઉપર કામ અને ઘરની જવાબદારીને લઈને આમ પણ તે ઘણા ટેન્શનમાં રહે છે. તેવામાં એક કેરિગ પત્નિ પોતાના પતિને અંગત જીવન સાથે જોડાયેલ સમસ્યા જણાવતી નથી. તે ઘણીવાર એ દુઃખ પોતાની અંદર જ સહન કરી લે છે. તે ઇચ્છતી હોતી નથી કે પતિ તેના દુઃખના વિશે વિચારે અને ટેન્શનમાં આવી જાય. આ સમસ્યા બાળકો, ઘર પરિવાર સાથે જોડાયેલા સંબંધ કે પછી એક પ્રેમી કે પાસ્ટ રિલેશનશિપ સાથે સંબંધિત હોઈ શકે છે. મહિલા હંમેશા પોતાના પતિને આવી સમસ્યાઓથી દૂર જ રાખવાનું પસંદ કરે છે.