જેઠાલાલ-દયાભાભી સાથે તમે પણ લઈ શકો છો ભોજનનાં સ્વાદની મજા, શરૂ થઈ “ગોકુલધામ” હોટેલ, જુઓ હોટેલનો વિડીયો

Posted by

છેલ્લા ૧૩ વર્ષથી સબ ટીવી પર પ્રસારિત થવા વાળી કોમેડી સીરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ૩૩૦૦ એપિસોડ બાદ હવે લોકપ્રિયતાનાં ચાર્ટમાં નંબર વન છે. તેમનાં કિરદાર એટલા હિટ છે કે તેઓ લાખો ઘરોનાં સદસ્ય બની ગયા છે. આ લોકપ્રિયતાને એક ડગલું આગળ લઈ જવા માટે મહારાષ્ટ્રનાં અમરાવતી માં એક બિઝનેસમેન દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવેલ છે, તેમણે ગોકુલધામ પેલેસનાં નામથી એક એર રેસ્ટોરન્ટ બનાવી છે.

આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે તે “તારક મહેતા સીરીયલ” ની ગોકુલધામ સોસાયટીની પ્રતિકૃતિ છે. તેના જેવી જ ઇમારત, દરવાજા, બાલ્કની, રંગ યોજનાઓ બધું જ એક સિરિયલ જેવું જ છે એટલું જ નહી સીરીયલમાં જે અલગ-અલગ કિરદારને રાખવામાં આવ્યા છે, તેમણે બાલ્કની પર કિરદારોની સાઈઝનાં કટઆઉટ પણ લગાવેલ છે. સીરીયલ જેવો લુક આપવા માટે તેમાં એ હદનું પરફેક્શન છે કે સોસાયટીનાં આંગણમાં રાખેલી ઈંટ અને વચ્ચે બનેલી રંગોળી એકદમ સીરીયલ જેવી જ છે.

હાલમાં જ ખોલવામાં આવેલું આ રેસ્ટોરન્ટ અમરાવતીથી ૨૫ કિલોમીટર દુર સ્થિત છે. હાઈ-વે પર હોવાનાં કારણે આ રેસ્ટોરન્ટ પાસેથી પસાર થવાવાળા બધા જ લોકોની નજર તરત પોતાની તરફ ખેંચી લે છે. ગોકુલધામ ગેઇટ પર જેઠાલાલ અને દયાબેનનાં કટઆઉટ લોકોનું અભિવાદન કરે છે. બાદમાં સિરિયલ સમાન એક મોટું પ્રાંગણ અને તેની ચારેય તરફ ગોકુલધામ સોસાયટીનાં નિવાસીઓનું એક અલગ વિંગ બનાવવામાં આવ્યું છે.

આ ગોકુલધામ સોસાયટીની ડાબી તરફ મુલાકાતીઓ માટે અલગ-અલગ કોટેજ બનાવવામાં આવ્યા છે. તેનાં સિવાય એક ઇનડોર સિટિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. અલગ-અલગ રાજ્યોમાંથી લોકો “તારક મહેતા સીરીયલ” ની જેમ જ રહે છે. આ રેસ્ટોરન્ટમાં ગુજરાતી, પંજાબી, દક્ષિણ ભારતીય જેવા વિભિન્ન વ્યંજનોની વેરાયટી પણ અહિયાં પર ઉપલબ્ધ છે.

ખુબ જ ઓછા સમયમાં આ રેસ્ટોરન્ટ પોતાની અનોખી થીમ અને સ્વાદિષ્ટ ભોજનનાં કારણે લોકો વચ્ચે લોકપ્રિય થઇ ગઈ છે. જોકે વિશેષજ્ઞની વચ્ચે એ વાત પર ચર્ચા ચાલી રહી છે કે શું લોકપ્રિય સિરિયલનાં પાત્રોનાં ચિત્રો, નામ, સ્થાન વગેરેનો વ્યાવસાયિક ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરવો કોપી રાઈટનો વિષય છે. આ થીમ રેસ્ટોરન્ટનાં મુદ્દા પર સિરિયલના મેકર્સે હજુ સુધી કોઈ કોમેન્ટ કરી નથી.

હાલમાં જ થોડા દિવસો પહેલા ખબરો આવી હતી કે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરીયલ Amazon Fire TV ડિવાઇસ પર સૌથી વધારે સર્ચ થવા વાળો ટીવી શો બની ગયો છે. એમેઝોન દ્વારા રજુ કરવામાં આવેલા આંકડા પ્રમાણે લોકોએ ગયા વર્ષે ઓછામાં ઓછા દર એક મિનિટમાં એકવાર સિરીયલનું નામ “એલેક્સ” પર સર્ચ કર્યું છે. આ ઉપલબ્ધિ “તારક મહેતા” શો માટે એક મોટી ઉપલબ્ધિ કહી શકાય.

સિરિયલનાં નિર્માતા અસિત કુમાર મોદી એ આ મુદ્દા પર મિડીયા સાથે સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, “મને એ જાણીને ખુબ જ ખુશી થઈ કે ઓફલાઈન ટેલિવિઝન શો ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આટલો લોકપ્રિય છે. તેણે સિરિયલની લોકપ્રિયતાને પણ ખુબ જ વધારી દીધી છે”.