ખિસ્સામાં હતાં માત્ર ૩૦ રૂપિયા, બાદમાં આ વ્યક્તિ એ ૮ વર્ષમાં આવી રીતે ઉભી કરી દીધી ૭૫ હજાર કરોડની કંપની

Posted by

Oyo Rooms કપલની વચ્ચે ખુબ જ ફેમસ છે. વર્ષ ૨૦૧૩ માં શરૂ થયેલી આ કંપનીએ માત્ર ૮ વર્ષમાં ૭૫ હજાર કરોડનો બિઝનેસ કરી લીધો છે. તેના સંસ્થાપક રિતેશ અગ્રવાલ છે. એક જમાનો હતો જ્યારે રિતેશનાં ખિસ્સામાં માત્ર ૩૦ રૂપિયા જ હતાં. તેમનું પહેલું સ્ટાર્ટઅપ ઓરાવેલ સ્ટેજ ખરાબ રીતે ફેલ થઈ ગયું હતું. વળી આગળ તેમને પોતાના કરિયરનો કોઈ અંદાજો નહોતો પરંતુ તેમ છતાં પણ તેમણે Oyo Rooms  જેવી મોટી કંપની ઊભી કરી દીધી. આખરે આ Oyo Rooms આટલી મોટી બ્રાન્ડ કેવી રીતે બની ગઈ ? ચાલો જાણી લઈએ.

ઓડિશાના રાયગઢ જિલ્લાના “ભીષમકટક” માં જન્મેલા રિતેશ અગ્રવાલ જ્યારે સ્કુલમાં હતાં ત્યારથી તેમને એંટરપ્રેન્યોર બનાવાનો નિશ્ચય કર્યો હતો. ઘરવાળાની જીદ પર તે IIT એંટ્રેસ ની તૈયારી કરવા માટે કોટા ચાલ્યા ગયા હતાં પરંતુ ત્યાં તેમનું અભ્યાસમાં મન લાગ્યું નહિ. તેવામાં તેમણે મુસાફરી કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન તે ઘણી હોટલમાં જતા હતાં અને તેમને કહેતા કે, “હું હોટલ ઇન્ડસ્ટ્રીનો એક મોટો પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગુ છું. મહેરબાની કરીને મને અહીયા પર રોકાવા દો”. તેમની આ રિક્વેસ્ટ પર ઘણા તેમને ડિસ્કાઉન્ટ આપતા હતાં તો કોઈ ધુત્કારી ને ભગાવી દેતું હતું.

પોતાની આ મુસાફરીમાં તેમણે લગભગ ૧૦૦ જગ્યાની ૨૦૦ હોટેલમાં રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેમણે હોટલ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટી સમસ્યા પકડી લીધી. બાદમાં પોતાના આઇડિયા પર કામ કરતા તેમણે વર્ષ ૨૦૧૨ માં ઓરાવેલ સ્ટેજ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તે સસ્તી હોટલોમાં જતા અને ત્યાંના રૂમનો લુક એન્ડ ફીલ સારું બનાવી દેતા. તેની સાથે જ તે હોટેલો માટે ગ્રાહક પણ સર્ચ કરતા. જોકે ત્યારે આ કામ કંઇ ખાસ ચાલ્યું નહિ અને તેમને ભારે નુકસાન થયું. હવે તેમના ખીસ્સામાં માત્ર ૩૦ રૂપિયા બચ્યા હતાં. તે દિલ્હીનાં મોઠ માર્કેટમાં બેસીને ભવિષ્ય વિશે ચિંતન કરી રહ્યા હતાં.

બાદમાં વર્ષ ૨૦૧૩ માં રિતેશ ને થિએલ ફેલોશિપ માટે પસંદ કરવામાં આવ્યા. બે વર્ષના આ પ્રોગ્રામમાં ફેલો ને એક લાખ ડોલર મતલબ કે લગભગ ૭૫ લાખ રૂપિયા મળવાના હતાં. આ તે જ વર્ષ હતું જ્યારે રિતેશે Oyo Rooms સ્ટાર્ટ કર્યું હતું. Oyo Rooms એ સસ્તી હોટેલને પોતાની સાથે જોડી. તે તેમની બ્રાન્ડિંગ, માર્કેટિંગ, ટેકનોલોજી સપોર્ટ, કસ્ટમર મેનેજમેન્ટ અને લુક અને ફીલ જેવી ચીજોને સારી બનાવતા હતાં. તેનું પરિણામ એ આવ્યું કે હોટેલ વાળા નો વ્યવસાય બે ગણો વધી ગયો. ખુબ જ જલ્દી આ કોન્સેપ્ટ પોપ્યુલર થયો અને Oyo Rooms ને પણ ફંડિંગ મળવા લાગ્યું.

Oyo એ લોકેશન, ક્વોલિટી અને પ્રાઈઝ પર ફોકસ કરવાની રણનીતિ અપનાવી. તેમણે હોટલ ના બનાવતા પહેલા હાજર હોટેલની સાથે પાર્ટનરશિપ કરી. તે હોટેલ સર્ચ, સરળ બુકિંગ, અટક્યા વગર ચેક-ઇન અને ચેક-આઉટ અને કસ્ટમર Satisfication જેવી ચીજો પર  ધ્યાન આપવા લાગ્યા. આ એગ્રીગેટર બિઝનેસ મોડેલમાં ટેકનોલોજી કસ્ટમર અને પાર્ટનર બંનેનું કામ સરળ કરી દીધું. હવે માત્ર ત્રણ ક્લિક અને પાંચ સેકન્ડમાં રૂમ બુક થઈ જતો હતો. Oyo એ હાલના સ્ટાફ પર જ પૈસા ખર્ચ કરીને તેમને સ્ટાફ ટ્રેનિંગ પણ આપી હતી.

OYO જરૂરિયાત પ્રમાણે પોતાની રણનીતિ બનાવતા હતાં. જેમકે ભારતમાં કપલ્સને રૂમ મળવામાં ખુબ જ પરેશાની થાય છે. Oyo એ કપલ ફ્રેન્ડલી હોટલનાં રૂપમાં પોતાને પ્રમોટ કર્યા. વર્તમાન સમયમાં OYO Rooms ૮૦ દેશનાં ૮૦૦ શહેરમાં પોતાનો બિઝનેસ ચલાવી રહી છે. આ સ્ટાર્ટઅપ એ રિતેશ અગ્રવાલને દુનિયાનો બીજો સૌથી યુવાન સેલ્ફ મેડ બિલેનિયર બનાવી દીધો.

હાલનાં દિવસોમાં OYO Rooms IPO ના કારણે ચર્ચામાં છે. તે આગલા એક અઠવાડિયા સુધી IPO લોન્ચનું આવેદન કરી શકે છે. ખબરો પ્રમાણે તો કંપની વર્ષ ૨૦૨૧ નાં અંત સુધીમાં લગભગ ૮ હજાર કરોડ રૂપિયાના IPO રજુ કરી શકે છે. વર્તમાન સમયમાં ઇન્ડિયામાં OYO Rooms ના ૬૮% માર્કેટ શેર છે. ત્યાં હુરીન રીચ લિસ્ટ વર્ષ ૨૦૨૦ ના અનુસાર OYO Rooms ના ફાઉન્ડર રિતેશ અગ્રવાલની નેટવર્થ લગભગ ૭ હજાર કરોડ રૂપિયા છે. ભવિષ્યમાં OYO Rooms Oyo ટાઉન હોલ, Oyo વેડિંગ, Oyo વર્કસ્પેસ,  હોસ્પિટાલિટી સાથે જોડાયેલા બિઝનેસમાં પણ પોતાનો પગપેસારો કરી શકે છે.