તમારી રાશિ પસંદ કરો અને જાણો તમારું મન ક્યાં કારણથી દુ:ખી છે, તમને તમારા દુ:ખનું સાચું કારણ જાણવા મળી જશે

Posted by

દુનિયામાં ઘણા બધા લોકો પોતાનાં જીવનનો મોટાભાગનો સમય પોતાની ખુશી શોધવામાં પસાર કરી દે છે. ઘણા લોકો આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવીને તો ઘણા લોકો બીજાને ખુશ રાખીને તેને પ્રાપ્ત કરે છે પરંતુ શું હકિકતમાં તમે તમારી ખુશી શોધી શકો છો ?. જીવનમાં આંતરિક ખુશી પુનઃ પ્રાપ્ત કરવાનો મતલબ છે કે તમારે તમારી પાછળની ભાવનાઓને અને સંબંધોને છોડીને જીવતા શીખવું જોઈએ. આવું કરવાથી તમે એક મજબુત વ્યક્તિત્વનાં નિર્માણ માટે પોતાનો ગુમાવેલો આત્મવિશ્વાસ પરત મેળવી શકશો અને સૌથી મહત્વપુર્ણ વાત ખરેખર ખુશ રહેવું. જ્યોતિષશાસ્ત્ર તેમાં તમારી થોડા હદ સુધી મદદ પણ કરી શકે છે. તમે તમારી રાશિ અનુસાર જાણી શકો છો કે કેવી રીતે ગુમાવેલી આંતરિક પ્રસન્નતાને તમે પરત મેળવી શકો છો. તો ચાલો જાણી લઈએ બધી જ બાર રાશિઓ વિશે.

મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકોનું વ્યક્તિત્વ ખુબ જ મજબુત માનવામાં આવે છે. જીવનમાં એક મજબુત ઉદેશ્ય કે ઓળખાણ વગર મેષ રાશિ ખુશ નથી થઈ શકતી. મંગળ ગ્રહ દ્વારા શાસિત, મેષ એક પ્રાકૃતિક નેતા છે. તે સેનાનીત છે. તે નિયમોનો બદલવા વાળા વિદ્રોહી પણ છે. આ રાશિ વાળા લોકોને એક કારણ અને એક ઉદ્દેશ્યની જરૂર હોય છે અને તમારે તે સમજવાની પણ જરૂર હોય છે કે તમે હકિકતમાં કોણ છો. ઘણા લોકો પોતાનું સંપુર્ણ જીવનમાં એ વાત નથી જાણી શકતા કે આખરે તે કોણ છે ?. તમારા મનને જાણવાની કોશિશ કરો અને તમારી અંદર સુધી જાઓ. ચુપચાપ પોતાને પુછો કે, “હું કોણ છું” અને બાદમાં સામે ચિત્રિત થવા વાળી તસ્વીરની રાહ જુઓ. એકવાર તમે એ ધ્યાન લગાવી લેશો કે તમારે શું જોઈએ છે. આ રીતે તમે તમારી આંતરિક ખુશીને પ્રાપ્ત કરી શકશો.

વૃષભ રાશિ

વૃષભ એક એવી રાશિ છે, જેનાં માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે આપણે સૌથી વધારે કઈ વસ્તુને મહત્વ આપીએ છીએ. મજબુત આત્મમુલ્ય વગર વૃષભ રાશિ વાળા લોકો ખુશ નથી થઈ શકતા. પ્રેમનાં દેવતા શુક્ર ગ્રહ દ્વારા શાસિત વૃષભ રાશિ વાળા લોકો પોતાના માટે એવું જીવન ઈચ્છે છે, જેમાં તે પોતાને મહત્વ આપી શકે. વૃષભ રાશિ ગળાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ તે જગ્યા છે જ્યાં ધ્યાન લગાવ્યા બાદ તમને ખબર પડે છે કે તમે જીવન પાસેથી શું ઈચ્છો છો. એવું કરતા જ તે મજબુત થઈ જાય છે અને તરત તે પ્રાપ્ત કરે છે, જેના તે હકદાર હોય છે. આ રાશિ વાળા લોકોને બસ જોવાના છે તે સપના, જે તે મેળવવા માંગે છે પરંતુ આ બધાની વચ્ચે તમારે એ નક્કી કરવું પડશે કે જે પણ તમે મેળવવા માંગો છો. તે તમારા વાસ્તવિક મુલ્યોની સાથે આવે. જે દિવસે તમે તમારા લક્ષ્યને શોધી લેશો તો તમને તમારી વાસ્તવિક ખુશી પણ મળી જશે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકો જે ચુપ છે કે પછી પોતાને વ્યક્ત કરવામાં અચકાય રહ્યાં છે. તે ત્યાં સુધી ખુશ નથી રહી શકતા જ્યાં સુધી તે પોતાની ભાવના વ્યક્ત ના કરી દે. તમને તમારી આંતરિક ખુશી ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમે તમારી ભાવના વ્યક્ત કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત કરી લેશો. તમને આવશ્યકતા છે શબ્દોની. મિથુન રાશિ વાળા શબ્દોનાં માધ્યમથી મોટા-મોટા લક્ષને પ્રાપ્ત કરી શકે છે પરંતુ જરૂરી છે કે તમારી અંદર છુપાયેલી આ ક્ષમતાને ઓળખવાની અને નિખારવાની. મિથુન રાશિ વાળાની ખાસિયત તેમની અંદર લખવાની કલા છુપાયેલી હોય છે. તેઓ કવિ, સંગીતકાર અને વક્તા હોય છે. એકવાર સાહસ કરીને તમે ઘણા લોકો માટે પ્રેરણા પણ બની શકો છો. તમારૂ સુંદર મન ઘણું બધું કહે છે અને દુનિયા તેને સાંભળવા માટે તમારી રાહ જુએ છે.

કર્ક રાશિ

એક વીંછી પોતાના સુરક્ષિત અને આરામદાયક ખોલ વગર ખુશ નથી રહી શકતો પરંતુ ત્યારે પણ તે આ રૂપમાં પોતાને ઓળખી શકે છે. તે ખોલ તે રીતની છે કે તમને કોઈ ઘર મળી ગયું છે જ્યાં તમે તમારી ભાવના તમારા પ્રિયજનો સાથે અચકાયા વગર વ્યક્ત કરી શકો છો. જ્યાં લોકો તમને સમજતા હોય અને જ્યાં તમે તમારી વાસ્તવિકતા પ્રગટ કરી શકો. એક કર્ક રાશિ વાળા લોકોનો પાયો હોય છે “ધ હેપ્પી હોમ”. પોતાનું વાતાવરણ જાતે બનાવો. ચંદ્રમાં તમારી રાશિના ગ્રહ સ્વામી હોવાનાં કારણે તમે બધી બાર રાશિમાંથી સૌથી વધારે ભાવુક છો. જો તમે તમારી અંદર છુપાયેલી વાસ્તવિક ખુશીને પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે જીવનમાં ધીરજ રાખવાની જરૂર હોય છે. તમે તમારા કર્મ સંબંધિત કોઈ વાત થી પરેશાન છો તો તેને સ્પષ્ટ કરવાની જરૂર હોય છે. જોકે અમુક એવી વાતો એવી હોય કે જેને કહેવાની જરૂર હોય છે તો તેને પણ કહી દો. કર્ક રાશિ વાળા લોકોની સાથે વર્ષો સુધી રહી લે છે પરંતુ તે ક્યારેય તેમની સામે પોતાની ભાવના વ્યક્ત નથી કરતા. આ આદત તેમની આંતરિક ખુશીને બ્લોક કરી શકે છે.

સિંહ રાશિ

ગર્વ કર્યા વગર એક સિંહ ખુશ નથી રહી શકતો. એ પ્રકારે સિંહ રાશિ વાળા લોકો પણ ગૌરવ કર્યા વગર ખુશ નથી રહી શકતા. સિંહ રાશિ વાળા લોકો લીડર હોય છે અને નિર્દેશ આપવા માટે બનેલા હોય છે. તે સુર્ય દ્વારા શાસિત ધ્યાનનું કેન્દ્ર છે. સુર્ય આપણા દિલ ના માધ્યમથી ચમકતો પ્રકાશ છે. પરંતુ વિશેષ રૂપથી સિંહ રાશિ વાળા માટે તેમને ખબર હોવું જોઈએ કે તે રચનાત્મક, આત્મા અભિવ્યક્તિનાં માધ્યમથી પ્રેમ કરે છે. સામાન્ય રીતે સિંહ રાશિ વાળા ડર પર કાબુ મેળવવાની કોશિશ કરે છે. જો તમે તમારી અંદર છુપાયેલી ખુશીઓ શોધવા માંગો છો તો ડર પર કાબુ મેળવવાની જગ્યાએ તેનો સામનો કરતા શીખો. જંગલનો રાજા સિંહ એવું જ કરે છે. તે ભાગતો નથી પરંતુ પોતાના ડર ની રાહ જુએ છે અને બાદમાં એક દિવસ તેમનો સામનો પણ કરે છે અને અંતમાં તે જંગલનો રાજા બને છે કારણ કે શાસન કરવું તમારો શોખ અને ભાગ્ય બંને છે. તમારી અસુરક્ષાને સાઈડમાં રાખીને તમે જેમને પ્રેમ કરો છો, તેને કરો અને ઝનુન સાથે કરો. તમે પ્રાકૃતિક રૂપથી જન્મેલા સ્ટાર છો. હવે જ તમારો ચમકવાનો સમય છે.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકો શારીરિક અને ભાવનાત્મક રીતે સારી દિનચર્યા વિના ખુશ રહી શકતા નથી એવું કહેવું યોગ્ય નથી કારણ કે તેમનામાં શિસ્તનો અભાવ હોય છે અથવા તો તેમને આળસુ તરીકે જોવામાં આવે છે. આ બંને બાબતો જુદી જુદી છે. તેનું કારણ એ છે કે તેઓ પહેલા બીજા વિશે વિચારે છે. તેઓ બાળપણથી જ આપનારા લોકોની શ્રેણીમાં આવે છે. કન્યા રાશિ વાળા લોકો સારા શિક્ષક અને સામાજિક કાર્યકર્તા હોય છે. પોતાનું જીવન બીજાને આપીને તેઓ પોતાના માટે શું કરવું જોઈએ તેની સંપુર્ણ અવગણના કરે છે. બુધ દ્વારા શાસિત આ રાશિ વાળા લોકોનું મન સ્વાભાવિક રીતે જ સંગઠિત હોય છે. જો તમારી પાસે ૧૦૦ નોકરીઓ હોય તો પણ તમારી પાસે કયું કામ કેવી રીતે કરવું તેની યાદી હશે. જો તમે તમારા આંતરિક સુખની શોધમાં છો તો સૌથી પહેલાં તમારી જાતને પ્રેમ કરવાનું શીખો. તમારા પર જ ધ્યાન કેન્દ્રિત કરો. આવું કરવાથી અન્ય લોકો તમને અનુસરશે અને તમારી પ્રશંસા પણ કરશે. લોકોને તમારા કારણે રાહ નથી જોવી પડતી, આવું વિચારોથી અલગ વિચારો કે તમારું કામ જરૂરી જ હશે એટલે લોકોએ રાહ જોવી પડશે.

તુલા રાશિ

તુલા રાશિની ખાસિયત એ છે કે તેમને જીવનમાં હંમેશા પ્રેમ અને જીવનસાથીની જરૂર હોય છે. તેઓ મજબુત હોય છે પરંતુ જીવનસાથી વિના દુ:ખી થાય છે. શુક્રથી પ્રેરિત આ રાશિ વાળા લોકોમાં પ્રેમની ભાવના અને સારું જીવન જીવવાની કળાનો વિકાસ થાય છે. જો તમે તુલા રાશિના છો અને તમે તમારા આંતરિક અને વાસ્તવિક સુખની શોધમાં છો તો જીવનમાં તમારા જીવનસાથી પાસેથી વધારે પડતી અપેક્ષા રાખશો નહીં અથવા તેમની અપેક્ષાઓ વધારશો નહીં. એકલતામાં વધારે સમય પસાર કરશો નહીં. જો તમારી સાથે કંઇક ખરાબ થાય તો પણ એ વાતનું ધ્યાન રાખો કે પરિવાર અને મિત્રો તમારી સાથે જ છે. તમારી ઉર્જાને ઉત્તેજીત કરો કારણ કે તમારામાં ગજબનું આકર્ષણ છે અને યોગ્ય સમયે તમારી ઉર્જા તમારા માટે એક સારો જીવનસાથી લાવશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકોને રહસ્યમય કહેવામાં આવે છે. જો તેમનાં જીવનમાંથી જુસ્સાને દુર કરો છો તો તેઓ ખુશ રહી શકતા નથી. રહસ્યમય લોકો અને ઉંડી વિચારસરણી સાથેનું તેમનું જોડાણ તે તેમનાં મુખ્ય ગુણો છે. તે મંગળથી ચાલતી રાશિ છે. તે ખુબ જ શક્તિશાળી રાશિ છે. તેઓ ઊંડાણથી વિચારે છે. પ્લાનિંગ તેમનાં માટે કામ કરતું નથી. આ રાશિ વાળા લોકો મોટા ઉદ્યોગો અને મોટી મોટી ડીલ માટે પ્રયત્નશીલ રહે છે. તેઓ સમુદ્રનાં ઊંડાણને શોધવામાં ડરતા નથી, જેનાથી ઘણા લોકો ડરતા હોય છે. વૃશ્ચિક રાશિ વાળા લોકો પોતાની ખુશી એટલા માટે નથી મેળવી શકતા કારણ કે તેમનામાં જતું કરવાની ખુબી હોતી નથી. તેઓ બદલો લેવા માંગે છે. તેમને જે પણ જીવંત લાગે છે તેના સંપર્કમાં આવવું તેમના માટે ફાયદાકારક રહેશે. એવા લોકોને પ્રેમ કરો જે તમારી સાથે ઉંડાણથી જોડાયેલા હોય.

ધન રાશિ

જે સાધુ જે કંઈક નવું શીખી રહ્યો નથી કે નવી જમીન શોધી રહ્યો છે તે સુખી થઈ શકતો નથી. તમે વિશ્વ માટે તત્વજ્ઞાની અને શોધક છો. તમે તમારા મગજમાં જે પણ વિચારો છો તે તમે કરી શકો છો. મોટું વિચારવા માટે તમારે તમારી જાત પર વિશ્વાસ રાખવાની જરૂર છે. તમારી જાતને ક્યારેય આત્મસંતુષ્ટ ના થવા દો. ગુરુ તમને તમારી ઇચ્છા મુજબનું બધું જ આપે છે પરંતુ અભાવ હોય તો તમારે તમારી અંદર છુપાયેલું સુખ મેળવવું પડશે. શું તમે 30 વર્ષ પહેલાનો વિચાર કરી શકો છો? ત્યારે તમે તમારા જીવનમાં ક્યાં મોટા ફેરફારો કર્યા છે?. કદાચ તમે હમણા જ શીખી રહ્યા છો, શનિએ તમને જે પાઠ આપ્યા છે. હવે મોટા થવાનો અને એ જોવાનો સમય આવી ગયો છે કે તમારા જીવનમાં મોટા પરિવર્તનો આવવા માંડ્યાં છે અને જો તમે માત્ર માની જ શકો તો વધારે સારું છે.

મકર રાશિ

મકર રાશિની વિશેષતા એ હોય છે કે તે લક્ષ્ય સાથે જીવે છે. જો તેમના જીવનમાં મોટું લક્ષ્ય ના હોય તો પણ તેઓ ખુશ રહી શકતા નથી. મકર રાશિ વાળા લોકોનું માનવું છે કે જો તેઓ પોતાના મનથી ધ્યાન કેન્દ્રિત કરે છે તો એક દિવસ તેઓ એ મોટા લક્ષ્ય સુધી પહોંચી શકે છે, જેની લોકો માત્ર કલ્પના કરે છે. આ લોકો પોતાને તેનાં માટે કોઈપણ દબાણમાં મુકી શકે છે કારણ કે તેમના મતે, સખત મહેનત અને સમર્પણ ક્યારેય નિષ્ફળ જતા નથી. જો તમે આ રાશિ વાળા છો અને તમારા છુપાયેલા આંતરિક સુખની શોધમાં છો તો તમારે સમજવું પડશે કે મોટા લક્ષ્યો અને સખત મહેનત જ બધું નથી, તેને કેવી રીતે પ્રાપ્ત કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું સૌથી મહત્વપુર્ણ છે. જ્યારે સખત મહેનત યોગ્ય દિશામાં હોય ત્યારે જ તમને પરિણામ મળે છે. તમારે અટકીને જીવનમાં થોડું ચાલવું જોઈએ. જો એક જ દિવસમાં બધા પથ્થરો તુટી જશે તો બીજા દિવસે હાથ કામ કરી શકશે નહી.

કુંભ રાશિ

એકલતાની પરિસ્થિતિ કુંભ રાશિ વાળા લોકોને ખુબ જ દુ:ખમાં મુકી શકે છે. તમે વર્ચુઅલ લાઇફમાં ઘણા બધા લોકો સાથે જોડાયેલા છો પરંતુ તમારે વાસ્તવિક જીવનમાં એક મિત્રની જરૂર છે, જે ઇન્ટરનેટની દુનિયાની બહાર હોય. કુંભ રાશિ વાળા લોકો ખુબ જ ઝડપથી લોકો સાથે જોડાઈ જાય છે અને કોઈ નવી ઘટના બને ત્યારે જુની ઘટના ધુંધળી થઈ જાય છે કે પછી તરત જ તેનાથી અલગ થઈ જાય છે. તેઓ અસભ્ય કે મુડી નથી હોતા, આવા લોકો માત્ર જીવન જીવવાનું જ શીખી રહ્યા છે. જો તમે તમારી ખુશી શોધી રહ્યા છો તો પહેલા પરિવર્તનને સ્વીકારો. એક એવો મિત્ર શોધો જે ખરેખર તમારી સાથે દિલ થી જોડાયેલો હોય.

મીન રાશિ

મીન રાશિની અંતર્જ્ઞાન શક્તિ ખુબ જ ઝડપી હોય છે. તેઓ સમજી શકે છે કે શું થઈ રહ્યું છે અથવા શું થવાનું છે. આગળનો ભાગ શું થવાનો છે કે શું કરવાનો છે, તમે તેની દરેક ચાલને પહેલેથી જ જાણો છો તેથી જ લોકો તમને હોંશિયાર પણ કહે છે પરંતુ તે તમારી બુદ્ધિનું આશ્ચર્યજનક પરિણામ છે. જો તમે તમારી ખુશીની શોધમાં હોવ તો સૌથી પહેલા તમારા મનને સમજાવો કે તમારા મનને ખરેખર શું જોઈએ છે. પોતાની જાત પર કાબુ રાખવાનું અને સત્યથી દુર ભાગવાનું બંધ કરો. તમે આ દુનિયામાં બીજા લોકોને મદદ કરવા અને તેમને સાચો માર્ગ બતાવવા માટે આવ્યા છો પરંતુ તેનાં માટે તમારે ખરેખર ખુશ રહેવું ખુબ જ જરૂરી છે.