સવારે ખાલી પેટ પાણી પીવાનાં ફાયદાઓ જાણીને રહી જશો આશ્ચર્યચકિત, આટલા રોગો આપણી આસપાસ પણ ફરકતા નથી

Posted by

મિત્રો, આજે આપણે વાત કરીશું પાણી પીવાના ફાયદાઓ વિશે. પાણી શરીર માટે ઘણુ ફાયદાકારક હોય છે કારણ કે તે આપણા શરીરમાંથી બધા જ ઝેરીલા તત્વોને બહાર કાઢીને આપણને સ્વસ્થ રાખે છે. પાણી વગર કોઈપણ વ્યક્તિ વધારે દિવસો સુધી જીવિત રહી શકતો નથી. માત્ર મનુષ્ય જ નહી પરંતુ ઝાડ-છોડ અને જાનવરને પણ પાણીની જરૂર હોય છે.

ઘણા લોકો માત્ર તરસ લાગવા પર જ પાણી પીએ છે પરંતુ તે ખોટું છે. માત્ર તરસ લાગવા પર જ નહી પરંતુ વ્યક્તિએ એક દિવસમાં નિયમિત રૂપથી ઓછામાં ઓછા ૮ થી ૯ ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણી પીવાના બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે.

દરેકને ગરમીના દિવસોમાં હંમેશા લુ લાગવાનો ડર રહે છે. તેનાથી બચવા માટે જો તમે ઘરથી બહાર નીકળતા પહેલા ૨-૩ ગ્લાસ પાણી પીને નીકળો છો તો તમને લુ લાગશે નહી. તમે પાણીમાં ઈચ્છો તો ગ્લુકોઝ પણ મિક્સ કરી શકો છો. તેનાથી તમારી બોડીમાં ઘણા સમય સુધી નમી બની રહે છે, જેનાથી લુ લાગવાનું જોખમ ઓછું રહે છે.

ઘણા લોકોને કબજીયાતનાં કારણે સવાર સવારમાં બાથરૂમમાં ઘણો સમય લાગી જાય છે, જેના કારણે તેમના દરેક કામમાં મોડું થઈ જાય છે અને આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે તમારે દરરોજ સવારે ખાલી પેટ ઓછામાં ઓછા બે ગ્લાસ ગરમ પાણી જરૂર પીવું જોઈએ. તેનાથી તમારું પેટ જલ્દી સાફ થઈ જશે સાથે જ તમને કબજિયાતમાંથી પણ છુટકારો મળશે.

જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે ઓછુ પાણી પીવાનાં કારણે ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. જેમ કે જીભમાં છાલા પડવા, પેશાબમાં બળતરા થવી વગેરે. જેના કારણે આપણને ઘણી પ્રકારની તકલીફ થાય છે. ઓછું પાણી પીવાથી આપણું પેટ ગરમ થઈ જાય છે, અતઃ દર એક થી બે કલાકમાં એક થી બે ગ્લાસ પાણી પીતા રહેવું જોઈએ, તેનાથી આપણા પેટને ઠંડક મળે છે સાથે જ છાલા  પડતાં નથી.

મોઢા પર ખીલ નીકળવાનું કારણ માત્ર પ્રદૂષણ જ નહી પરંતુ ઓછું પાણી પીવાનાં કારણે પણ ચહેરા પર ખીલ નીકળી આવે છે. જો તમે એક દિવસમાં લગભગ ૧૦ ગ્લાસ પાણી પણ પીવો છો તો તમારો ચહેરો ચમકી ઉઠશે. સાથે જ તમારા ચહેરા પર નીકળેલા ખીલ પણ સારા થઈ જશે. સારા પરિણામ માટે પાણીને ૩ થી ૪ કલાક માટે તાંબાના વાસણમાં રાખીને છોડી દો અને પછી પીવો.

જો તમારું વજન ઘણું વધી ગયું છે અને સાથે તમારા ખોરાક પર પણ કંટ્રોલ નથી તો તમે તમારા વજનને ઓછું કરવા માટે દરરોજ સવારે ઉઠ્યા બાદ બ્રશ કર્યા પહેલા ૧ ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરી લો. હવે એ પાણીમાં એક ચમચી મધ અને સાથે એક ચમચી લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લો. બાદમાં આ મિશ્રણને પીવો. તેનાથી તમારું વજન ઓછું થશે. તમે ઈચ્છો તો દરરોજ ઠંડા પાણીની જગ્યાએ માત્ર ગરમ પાણી પણ પી શકો છો. તેનાથી પણ તમારું વજન ઓછું થશે.

જો તમારી છાતીમાં હંમેશા બળતરા રહે છે કે પછી તમને ગેસની સમસ્યા છે તો દરરોજ રાત્રે કોઈ તાંબાના મગ કે ગ્લાસમાં પાણીને રાખીને સવારે ખાલી પેટ તેને પીવું. તેનાથી તમારી છાતીમાં થતી બળતરા અને ગેસની સમસ્યા પણ સારી થઈ જશે.

જો તમે તાંબાના વાસણમાં રાખેલા પાણીને દરરોજ અને દરેક સમયે પીવો છો તો તમને લિવર સાથે જોડાયેલી બિમારી ક્યારેય થશે નહી. જો નિયમિત રૂપથી યોગ્ય માત્રામાં પાણી પીવામાં આવે તો આપણી બોડીની પાચનક્રિયા હંમેશા સારી રહે છે. એટલા માટે જમતા સમયે વચ્ચે પાણી ના પીવું, જમ્યા બાદ ઓછામાં ઓછા અડધા કલાક પછી બે થી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઇએ. તેનાથી તમારો ખોરાક સારી રીતે ડાઈજેસ્ટ થઈ જશે.

સામાન્ય રીતે જોવામાં આવે છે કે માઈગ્રેનના દર્દીને મોટાભાગે માથાના અડધા ભાગમાં ઘણો દુખાવો થાય છે અને ઘણીવાર દુખાવાના કારણે ઉલ્ટી પણ થવા લાગે છે. અતઃ માઈગ્રેનના દર્દીએ વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, તેનાથી તેમને આરામ મળે છે સાથે જ વધારે પાણી પીવાથી મેમરી પણ સ્ટ્રોંગ થાય છે.

બદલાતી ઋતુ કે પછી ખોડો માત્ર વાળ ખરવાનું કારણ હોતું નથી. મિત્રો, ઓછું પાણી પીવાથી પણ વ્યક્તિને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. અતઃ તમારા વાળને મજબૂત અને સ્વસ્થ બનાવી રાખવા માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.