શું આજે પણ “વ્હાઈટ હાઉસ” માં ફરે છે અબ્રાહમ લિંકન ની આત્મા, ઘટી ચુકી છે ઘણી બધી ઘટનાઓ

Posted by

શું થાય છે જ્યારે આપણે ભુત-પ્રેત વિષે વાતો કરીએ છીએ ?. આપણા દેશમાં ભુતો ને લઈને ઘણા પ્રકારની કહાનીઓ તમને સાંભળવા મળી જશે પરંતુ ભુતપ્રેત પર વિશ્વાસની બાબતમાં વિદેશ પણ તેનાથી પાછળ રહ્યું નથી. જો તમને એવું કહેવામાં આવે કે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા મનાતી “વ્હાઈટ હાઉસ” પણ ભુતો ની કહાનીનો ભાગ છે તો શું તમે વિશ્વાસ કરશો ?. તમારામાંથી ઘણા લોકો આ વાત પર વિશ્વાસ નહી કરે પરંતુ એવી ઘણી ઘટનાઓ છે, જે એ વાત તરફ ઇશારો કરે છે કે વ્હાઈટ હાઉસમાં પણ આત્મા રહે છે.

વ્હાઇટ હાઉસમાં આત્મા

વ્હાઈટ હાઉસ અમેરિકાનાં રાષ્ટ્રપતિનું  નિવાસ્થાન છે. અમેરિકાને હંમેશા સાથે સૌથી તાકાતવર દેશ માંથી એક માનવામાં આવ્યો છે. અહીં પર રાષ્ટ્રપતિ ની સુરક્ષા ખુબ જ હોય છે. જો કે બહારી રીતે આટલા સુરક્ષિત મનાતા વ્હાઈટ હાઉસની અંદરના રૂમમાં ના જાણે કેટલા  રહસ્ય દબાયેલા છે. વ્હાઇટ હાઉસની અંદર ભુતો ની હલચલ માનવામાં આવે છે અને અહીં બીજા કોઈની નહિ પરંતુ અબ્રાહમ લિંકન ની આત્મા રહેતી હોવાની વાત કહેવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લિંકનની આત્મા ફરે છે. અબ્રાહમ લિંકન અમેરિકાનાં ૧૬ માં રાષ્ટ્રપતિ હતાં અને વર્ષ ૧૮૬૫ માં વ્હાઇટ હાઉસની અંદર જ તેમને ગોળી મા-રવામાં આવી હતી. ત્યારબાદ તેમનું મૃ-ત્યુ થઈ ગયું હતું. લોકોનું માનવું છે કે લિંકનનાં મૃ-ત્યુ બાદ તેમની આત્મા ત્યાં વસી ગઈ છે અને ઘણીવાર તે લોકોને દેખાતા પણ હતાં.

ઘણા લોકો જોઈ ચુક્યા છે લિંકન ને

લિંકન નો સૌથી પહેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ કેલ્વિન કુલીઝ ની પત્નિ ગ્રેસ કુલીઝે અનુભવ કર્યો હતો. તેમનું કહેવાનું હતું કે તેમને આભાસ થતો હતો કે વ્હાઇટ હાઉસ મકે ઓવલ ઓફિસ ની બારી પાસે અબ્રાહમ લિંકન ઊભા છે. તેમને ઘણીવાર એવો પણ અનુભવ થયો હતો કે લિંકન તેમની  આસપાસ જ બેઠા છે. તે આ ઘટનાઓથી ખુબ જ ગભરાઈ ગઈ હતી. લિંકનની આત્માને અનુભવ કરવામાં એક નહીં પરંતુ ઘણા નામ સામેલ છે.

નેધરલેન્ડની મહારાણી વ્હિલ્મીના એ પણ અબ્રાહમ લિંકનની આત્માને વ્હાઇટ હાઉસમાં અનુભવ કરી હતી. એકવાર તે અમેરિકાની યાત્રા દરમિયાન વ્હાઇટ હાઉસમાં રોકાઈ હતી. તેમને એવું લાગ્યું કે  તેમણે દરવાજો ખખડાવ્યો. પહેલા તેમને લાગ્યું કે તેમને આભાસ થયો છે. ફરી દરવાજો ખખડાવવાની વાત થઈ તો તેમણે દરવાજો ખોલ્યો હતો અને પોતાની સામે લિંકનને ઊભેલા જોયા. તે ઘણા સમય સુધી કંઈ બોલી શકી નહીં.

આ માત્ર ઘટના જ નહોતી. બ્રિટનના એક પુર્વ રાષ્ટ્રપતિ પણ વ્હાઈટ હાઉસમાં લિંકનની આત્માનો અનુભવ કરી ચુક્યા છે. એકવાર વ્હાઇટ હાઉસમાં તે રોકાયા હતાં. જ્યારે તે બાથરૂમ માંથી બહાર નાહીને નીકળ્યા તો તેમણે જોયું કે સીગડી સળગી રહી હતી અને પાસે અબ્રાહમ લિંકન બેઠેલા હતાં. ત્યારબાદ તે ખુબ જ ગભરાઈ ગયા હતાં. આજે પણ લોકો ને જ્યારે આ વાતનો અનુભવ થાય છે તો તેઓ ખુબ જ ગભરાઈ જાય છે.