માત્ર ૧૫ દિવસમાં વજન ઘટાડવા માંગતા હોવ તો અપનાવો બાબા રામદેવ નો આયુર્વેદિક ડાયટ પ્લાન

Posted by

વર્તમાન સમયમાં ખરાબ ખોરાક, અસ્વસ્થ જીવન શૈલી, ફાસ્ટફુડનું વધારે સેવન, તણાવ અને આળસનાં લીધે લોકો મેદસ્વીપણાનાં શિકાર થઈ રહ્યા છે. આજનાં સમયમાં મેદસ્વીપણું એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બનીને સામે આવી છે. મેદસ્વીપણાનાં કારણે વ્યક્તિની બહારની સુંદરતા તો ખરાબ થાય છે જ પરંતુ ડાયાબિટિસ, હાર્ટ-ડિસીઝ કે ઇન્ફ્રટીલીટી જેવી ઘણી ગંભીર અને ખતરનાક બિમારીનું જોખમ પણ વધી જાય છે.

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનનાં એક રિસર્ચ પ્રમાણે દુનિયામાં લગભગ ૧૫ કરોડ બાળકો અને યુવાનો મેદસ્વીપણાની સમસ્યાથી ગ્રસ્ત છે અને આગામી દસ વર્ષમાં વધીને આ સંખ્યા ૨૫ કરોડ થઈ જશે. વળી WHO નાં એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં કેન્સર બાદ સૌથી વધારે લોકો મેદસ્વીપણાનાં શિકાર થઈ રહ્યાં છે. વધતા વજનને ઓછું કરવું જરા પણ સરળ હોતું નથી. મેદસ્વીપણાથી છુટકારો મેળવવા માટે અમુક લોકો જીમમાં કલાકો પરસેવો પાડે છે.

જોકે બાબા રામદેવનું માનીએ તો અમુક આર્યુવેદીક ઉપાયો દ્વારા પણ મેદસ્વીપણાની આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. યોગગુરૂ સ્વામી રામદેવે મેદસ્વીપણા સામે લડી રહેલા લોકોનાં ખોરાકમાં અમુક ચીજો સામેલ કરવાની સલાહ આપી છે, જેના દ્વારા શરીરની એક્સ્ટ્રા ચરબીને ઓછી કરી શકાય છે. તો ચાલો જાણી લઈએ કંઈ-કંઈ છે તે ચીજો.

દુધીનું જ્યુસ

દુધીમાં વિટામિન-એ, સી અને હાઈ ફાઈબર રહેલ હોય છે. તે મેદસ્વીપણાને ઓછું કરવામાં ખુબ જ કારગર સાબિત થાય છે. વધેલા વજનને ઓછું કરવા માટે તમે દુધીનું શાક, જ્યુસ કે પછી સુપ વગેરેનું સેવન કરી શકો છો.

સફરજન

ડોક્ટર પણ દરરોજ એક સફરજનનું સેવન કરવાની સલાહ આપે છે. સફરજનમાં વિટામીન-એ, બી, સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટિઓક્સિડન્ટની ભરપુર માત્રા રહેલી હોય છે. તે મગજમાં લોહીનાં પ્રવાહને યોગ્ય બનાવે છે. તેવામાં મેદસ્વીપણાનાં શિકાર લોકો શરીરની ફેટ ઓછું કરવા માટે સફરજનનું સેવન કરી શકે છે.

સવારે કરો આ ચીજોનું સેવન

બાબા રામદેવ મેદસ્વીપણાને ઓછું કરવા માટે સવારનાં સમયે નારંગી અને ગાજરનું જ્યુસ પીવાની સલાહ આપે છે. આ સિવાય તમે ખાલી પેટ બે ગ્રામ શુદ્ધ ચુર્ણ પણ ખાઈ શકો છો. તેનાથી પેટની યોગ્ય રીતે સફાઈ થઈ જાય છે. સાથે જ તમારે દિવસમાં અશ્વગંધાની ચા નું પણ સેવન કરવું જોઈએ. મેદસ્વીપણાને ઓછું કરવામાં ગૌર્ધન અર્ક પણ ખુબ જ કારગર છે.