ધનતેરસ પર દાન કરો આ ૫ ચીજોમાંથી કોઈ એક, સંપૂર્ણ વર્ષ નહી રહે પૈસાની કમી

Posted by

ધનતેરસના દિવસે લોકો મોટાભાગે નવી ચીજો ખરીદતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે દાન કરવાથી પણ મોટો લાભ મળે છે. કહેવામાં આવે છે કે ધનતેરસ પર અમુક વિશેષ ચીજો દાન કરવાથી માં લક્ષ્મી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. તો ચાલો જાણી લઈએ કે તે ચીજો કઈ કઈ છે.

વસ્ત્રદાન

ધનતેરસનાં દિવસે કપડાંનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કોશિશ કરવી કે તે કપડા લાલ કે પીળા રંગના હોય. આ કપડાને તમે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી શકો છો. તેનાથી તમને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થશે, સાથે જ માં લક્ષ્મી પ્રસન્ન થઈને પોતાની કૃપા તમારા પર જાળવી રાખશે.

અન્નદાન

ધનતેરસના દિવસે કોઇ ગરીબ વ્યક્તિને ઘરે બોલાવીને સન્માનની સાથે ભોજન કરાવો. ભોજનમાં ખીર અને પુરીને જરૂર સામેલ કરવી જોઈએ. જો તમે કોઇ કારણથી ઘરે બોલ આવી શકતા ના હોય તો તે વ્યક્તિનાં ઘરે જઈને અન્નનું દાન કરવું. તેની સાથે જ તેમને દક્ષિણા આપવાની ના ભૂલવી. આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને જીવનમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી.

નારિયેળ-મીઠાઈનું દાન

કોઈપણ શુભકાર્યની શરૂઆત મીઠી વસ્તુથી કરવામાં આવે છે. વળી નારિયળ એટલે કે શ્રીફળનું પૂજાપાઠમાં પોતાનું અલગ મહત્વ હોય છે. તેવામાં ધનતેરસનાં દિવસે મિઠાઇ અને નારિયેળનું દાન કરવાથી ઘરમાં ધન અને અન્ન બંનેની કમી રહેતી નથી.

લોખંડનું દાન

ધનતેરસનાં દિવસે લોખંડમાંથી બનાવેલી વસ્તુનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી દુર્ભાગ્ય તમારી આસપાસ પણ ફરકતું નથી. તેનાથી માં લક્ષ્મીની સાથે સાથે શનિદેવ પ્રસન્ન થાય છે. લોખંડ શનિદેવની ધાતુ હોય છે. ધનતેરસ પર તેનું દાન કરવાથી તેમના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેનાથી તમને ધન કમાવાની દિશામાં કોઈપણ પ્રકારનો અડચણોનો સામનો કરવો પડતો નથી.

સાવરણીનું દાન

ધનતેરસનાં દિવસે બધા જ ઘરમાં સાવરણી ખરીદીને જરૂર લાવે છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે આ દિવસે જો સાવરણીનું દાન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી રહેતી નથી. જે લોકોની આર્થિક સ્થિતિ સારી ના હોય અથવા તો જેમને હાલમાં જ પૈસાનું મોટું નુકસાન થયું હોય તેમણે ધનતેરસ પર સાવરણીનું દાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી તેમને ધનલાભ જરૂર થશે. બસ એક વાતનું ધ્યાન રાખવું કે તમારે આ સાવરણી કોઈક નજીકના સંબંધીને જ દાન કરવી. તેના સિવાય કોઈને દાન કરવી નહી, નહીંતર લાભની જગ્યાએ નુકસાનીનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *