આ ૩ પ્રકારની તુલસી ઘરમાં ભુલમાં પણ ના લગાવવી જોઈએ, માતા લક્ષ્મી છોડી દે છે સાથ, જીવન થઈ જાય છે બરબાદ

Posted by

હિન્દુ ધર્મમાં તુલસીનાં છોડને ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં આ છોડ વાસ્તુશાસ્ત્રની દિશા અનુસાર લગાવવામાં આવે છે તો ત્યાં હંમેશા માટે સમૃદ્ધિનો વાસ હોય છે. એટલું જ નહીં બધા પુજાપાઠ અને યજ્ઞ અનુષ્ઠાનોમાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય રૂપથી વિષ્ણુજીની પુજામાં આ પાનને વધારે મહત્વ માનવામાં આવે છે. જ્યારે વાત તુલસી સાથે જોડાયેલા વાસ્તુ નિયમોની આવે છે તો જ્યાં તેની દિશા અને તેને ઘરમાં લગાવવાનો દિવસ વધારે મહત્વપુર્ણ હોય છે.

તો વળી એ વાત પણ વિશેષ રૂપથી મહત્વ રાખે છે કે ઘરમાં ક્યાં પ્રકારની તુલસી લગાવવી વધારે સારી હોય છે. આમ તો તુલસી ઘણા પ્રકારની હોય છે પરંતુ ઘરમાં પુજા અને વાસ્તુદોષને દુર કરવા માટે અમુક વિશેષ તુલસીનાં છોડ લગાવવા શુભ માનવામાં આવે છે. તો ચાલો વાસ્તુ વિશેષજ્ઞ પાસેથી જાણી લઈએ કે ઘરની સમૃદ્ધિ માટે ક્યાં તુલસીનાં છોડ શુભ હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર માટે કઈ તુલસી શુભ છે

સામાન્ય રીતે ઘરમાં બે પ્રકારનાં તુલસીનાં છોડ લગાવવામાં આવે છે. રામા અને શ્યામા તુલસી. વાસ્તુ વિશેષજ્ઞ અનુસાર ઘર પર લગાવવા માટે સૌથી સારી તુલસી “રામા” ને માનવામાં આવે છે. તેને બધા તુલસીનાં છોડમાં સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે. “રામા” તુલસીનો રંગ હળવો લીલો અને તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. આયુર્વેદમાં કહેવામાં આવે છે કે બધી તુલસીમાં તેનું સૌથી વધારે ઔષધીય મહત્વ છે.

આ તુલસી એટલી પવિત્ર હોય છે કે તે શરીર અને મન પર ઉપચારાત્મક પ્રભાવ નાખે છે. “રામા” તુલસીનો છોડ ઘરની ઉત્તર-પુર્વ દિશામાં લગાવવો જોઈએ. તેને એવી રીતે એવા સ્થાન પર ના લગાવો જ્યાં કોઈના પગ પડતા હોય. તુલસીની હિંદુઓ દ્વારા ખુબ જ શ્રદ્ધા સાથે પુજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે ભક્તોની બધી જ બુરાઈઓથી બચાવે છે. આ છોડ વ્યક્તિને નકારાત્મક ઉર્જાથી પણ બચાવી શકે છે.

ઘરમાં શ્યામા તુલસીને પણ લગાવી શકાય છે

ડાર્ક લીલા રંગની પાનવાડી તુલસીને શ્યામા તુલસી કહેવામાં આવે છે. તેનો સીધો સંબંધ અને શ્યામ રંગ ભગવાન શ્રી વિષ્ણુ સાથે મળતો માનવામાં આવે છે. તેનાં કારણે જ ઘરમાં શ્યામા તુલસી પણ લગાવી શકાય છે પરંતુ પુજાથી વધારે તેનો ઉપયોગ ઔષધીય રૂપમાં કરવો શુભ માનવામાં આવે છે.

તુલસીના છોડ માટે વાસ્તુ નિયમ

હિન્દુ ધર્મમાં તુલસી એક પુજનીય છોડ છે, જેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ છોડ વાસ્તુ નિયમમાં સૌથી પ્રમુખ છે. તેને ઘરનાં આંગણામાં લગાવવામાં આવે છે. ઘરમાં આ છોડની ઉપસ્થિતિ સકારાત્મકતાને વધારો આપવા માટે જાણીતી છે. એવું માનવામાં આવે છે કે નિયમિત રૂપે તુલસીમાં જળ આપવું અને તેના મંત્રનો જાપ કરવાથી ઘરમાં હંમેશા ખુશહાલી રહે છે. તુલસીનાં છોડને હંમેશા ઘરની અંદર લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેને ક્યારેય પણ ઘરની બહાર ના લગાવો.

તુલસીના છોડનાં વાસ્તુ લાભ

તુલસીનાં છોડનાં વિભિન્ન ઔષધીય લાભ હોવાની સાથે તેના અનેક વાસ્તુ અને જ્યોતિષ લાભ પણ છે. માન્યતા છે કે તુલસીનાં છોડને ઘરમાં લગાવવાથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપા હંમેશા રહે છે અને તે ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે જ્યાં આ છોડ લાગેલો હોય છે. લગ્નજીવન સુખી બનાવવા માટે તુલસીનાં છોડની નિયમિત રીતે પુજા કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય ઘરમાં તુલસીનો છોડ હોવાથી પરિવારમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે. પૌરાણિક અને જ્યોતિષશાસ્ત્રનાં માન્યતા અનુસાર જો તમે તુલસીનાં એક વિશેષ પ્રકારને ઘરમાં લગાવશો અને તેની દરરોજ પુજા કરશો તો તે તમારા જીવનમાં ખુશહાલીનાં માર્ગ ખોલવામાં મદદ કરશે. જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારનાં અન્ય લેખ વાંચવા માટે પણ અમારી સાથે જોડાયેલા રહો.