વર્ષ ૨૦૨૧ને લઈને આવી છે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ, ભૂકંપથી તબાહી, અકાળગ્રસ્ત થશે ધરતી

Posted by

ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ડી નાસ્ત્રેદમસની ૪૬૫ વર્ષ જૂની ભવિષ્યવાણીઓ (Nostradamus Predictions 2021) આજ સુધી લોકોને આશ્ચર્યમા મુકી રહી છે. નાસ્ત્રેદમસ એ સદીઓ પહેલા “લેસ પ્રોફેટીસ” નામના એક પુસ્તકમાં દુનિયાને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. આ પુસ્તકનું પહેલું સંસ્કરણ ૧૫૫૫માં આવ્યું હતું. આ પુસ્તકમાં કુલ ૬૩૩૮ ભવિષ્યવાણીઓ છે. જેમાંથી ૭૦% સાચી સાબિત થઈ છે. તેમની ભવિષ્યવાણીઓ છંદોમાં પરિભાષિત છે, જેને “કવાટ્રેન” કહેવામાં આવે છે.

સાચી નીકળી ૨૦૨૦ની ભવિષ્યવાણી

વર્ષ ૨૦૨૦માં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીને પણ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાથે જોડીને જોવામાં આવે છે. તેના સિવાય ઘણી ઐતિહાસીક ઘટનાઓ પણ તેમની સાચી ભવિષ્યવાણીઓની સાબિતી બની ચૂકી છે. ચાલો જાણી લઈએ વર્ષ ૨૦૨૧ નાસ્ત્રેદમસ એ કેવી ભવિષ્યવાણીઓ કરી છે.

ઝોમ્બી

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર એક રશિયન વૈજ્ઞાનિક એવું જૈવિક હથિયાર અને વાઈરસ વિકસિત કરશે, જે માણસને ઝોમ્બી બનાવી દેશે. આ રીતે મનુષ્યની સમગ્ર પ્રજાતિનો સર્વનાશ થઈ જશે.

દુષ્કાળ

નાસ્ત્રેદમસએ કહ્યું હતું કે, દુષ્કાળ, ભૂકંપ, ઘણાં પ્રકારની બિમારીઓ અને મહામારી દુનિયાના અંત પહેલાના સંકેત હશે. જેમ કે હાલના સમયમાં પણ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૦માં કોરોના વાયરસની મહામારી તેમની શરૂઆત માની શકવામાં આવે છે, જેમણે સંપૂર્ણ દુનિયામાં કોહરામ મચાવી રાખ્યો છે. તે એક એવો દુષ્કાળ હશે, જેમનો સામનો દુનિયાએ આ પહેલા ક્યારેય પણ કર્યો નહી હોય. દુનિયાની વસ્તીનો એક મોટો ભાગ આ તબાહીમાંથી બહાર નીકળી શકશે નહી.

સૂર્યની તબાહી

વર્ષ ૨૦૨૧ દુનિયાભરની પ્રમુખ ઘટનાઓના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ હશે. આ દરમિયાન સૂર્યની તબાહી પૃથ્વીના ક્ષતિગ્રસ્તનું કારણ બનશે. નાસ્ત્રેદમસએ એક ચેતવણીમાં સમુદ્રના તળમાં વધારો થવાનું અને તેમાં પૃથ્વીનું સમાઈ જવાની વાત પણ કહી હતી. જળવાયુ પરિવર્તનના આ નુકસાન યુદ્ધને ટકરાવની સ્થિતિ પણ ઉત્પન્ન કરશે. રિસોર્સ માટે દુનિયામાં ઝઘડાઓ શરૂ થશે અને લોકો પલાયન કરવા લાગશે.

પૃથ્વી સાથે ટકરાશે ધૂમકેતુ

નાસ્ત્રેદમસએ એક “કવાટ્રેન” માં પૃથ્વી સાથે ધૂમકેતુ ટકરાવાની વાત પણ કહી છે, જે ભૂકંપ અને ઘણા પ્રકારની પ્રાકૃતિક આફતોનું કારણ બનશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તે એસ્ટરોઇડ ઓકવાનું ચાલુ કરી દેશે. આકાશમાં આ નજારો “ગ્રેટફાયર” જેવો હશે. જણાવી દઈએ કે નાસાના વિજ્ઞાનીકોએ આ પહેલાં જ એક મોટા ધૂમકેતુને પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના જણાવી હતી. આ વખતે તેને વધારે ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે કારણકે ૨૦૦૯ KF1 નામના એક એસ્ટરોઇડનું ૬ મે ૨૦૨૧નાં રોજ પૃથ્વી સાથે ટકરાવવાનું જોખમ છે. વિજ્ઞાનીકોનું કહેવું છે કે આ એસ્ટરોઇડની તાકાત ૧૯૪૫માં હિરોશીમ પર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવેલ પરમાણુ બોમ્બ કરતાં લગભગ ૧૫ ગણી વધારે હશે.

કેલિફોર્નિયામાં ભૂકંપ

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીનાં અનુસાર એક પ્રલયકારી ભૂકંપ ન્યુ વર્લ્ડને બરબાદ કરી નાખશે. કેલિફોર્નિયાને તેમનું લોજીકલ પ્લેસ કહી શકીએ છીએ, જ્યાં આ ઘટના થઈ શકે છે. પ્રાકૃતિક આફતોને લઈને પહેલા પણ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ એકદમ સાચી સાબિત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *