આ સ્કુલમાં અભ્યાસ કરે છે તમારા ફેવરિટ કલાકારોનાં બાળકો, જાણો તે સ્કુલની ફી કેટલી છે

લોકડાઉન ભલે સરકારે ખોલી દીધું પરંતુ હજુ સુધી કોરોના ખતમ થયો નથી, પરંતુ કોરોનાનાં મામલા દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. તેમાં લોકો પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી લોકો માટે ઇન્ટરનેટ ટાઇમપાસ કરવાનું સાધન બનેલ છે. તેમાં ઘણા બોલિવૂડ સ્ટારનાં થ્રો-બેક ફોટોઝ અને વિડિયોઝ જોવામાં આવી રહ્યા છે. તે સિવાય આ બોલિવૂડ સ્ટારના બાળકોની કહાનીઓ પણ હાલના દિવસોમાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેવામાં ઘણાના મનમાં એવો સવાલ ઊઠે છે કે બોલિવૂડ સ્ટાર્સના બાળકો આખરે અભ્યાસ ક્યાં કરે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે બોલિવૂડ સ્ટાર ના બાળકો આખરે કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

રિતિક અને સુઝેન ના સંતાનો

બોલીવુડ ડાન્સીંગ સ્ટાર તરીકે ઓળખાતા રિતિક રોશન અને સુઝાનનાં બે દીકરા રૂદાન અને ઋશાન છે. તે બંને ખૂબ જ ચર્ચિત સ્ટાર કિડ્સ છે. જણાવી દઈએ કે ઋત્વિક અને સુઝેનનાં બંને દીકરા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ખબરોનું માનવામાં આવે તો આ સ્કૂલમાં LKG થી લઈને સાતમાં ધોરણ સુધીની ફી ૧ લાખ ૭૦ હજાર  રૂપિયા સુધી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સ્કૂલમાં ઘણા સ્ટાર કિડ્સ અભ્યાસ કરે છે. ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ દેશની પ્રતિષ્ઠિત સ્કૂલ માંથી એક છે.

અક્ષય કુમારના દીકરા આરવ

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનાં દિકરા આરવ પણ સ્ટાર્સ કિડ્સ છે અને તેઓ અવાર-નવાર ચર્ચામાં રહે છે. આરવ પણ દેશના જાણીતા સ્કૂલ ઇકોલ વર્લ્ડ સ્કૂલ મુંબઈ માં અભ્યાસ કરે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આરવ માર્શલ આર્ટ્સમાં પણ ખૂબ જ રુચિ ધરાવે છે. આરવ તે સમયે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા હતા, જ્યારે વર્ષ ૨૦૧૬માં અક્ષય કુમારે આરવનો એક ફોટો શેયર કર્યો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના કાન ખેંચતા નજર આવી રહ્યા હતા. ખબરોનું માનવામાં આવે તો અક્ષયને દીકરી નીતારા પણ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

માધુરી દીક્ષીત ના દિકરા

માધુરી દીક્ષીતનાં બે દીકરા અરિન અને રયાન છે. બંને ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલ મુંબઈ માં અભ્યાસ કરે છે. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોની ફી ૧ લાખ રૂપિયાથી પણ વધારે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સ્કૂલ ભારતના ટોપ-૩ સ્કૂલ માં સામેલ છે.

અબરામ ખાન ક્યાં અભ્યાસ કરે છે?

બોલિવુડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખના નાના દીકરા અબરામ  પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે અબરામ પહેલા શાહરુખ ખાનનાં બંને બાળકો આર્યન અને સુહાના પણ આ સ્કૂલમાં અભ્યાસ કરી ચુક્યા છે.

બચ્ચન પરિવારની લાડલી ક્યા અભ્યાસ કરે છે?

બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા પણ શરૂઆતથી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સ્કૂલની શરૂઆત મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ કરી હતી. આ સ્કૂલમાં ઘણા સ્ટાર કિડ્સ અભ્યાસ કરે છે. જણાવી દઈએ કે કરિશ્મા કપૂરના દિકરા અહિયાં પણ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે.