ભારત આવી રહી છે હ્યુન્ડાઈ અને કિયા મોટર્સ ની એક થી એક ચડિયાતી સસ્તી ઇલેક્ટ્રિક કાર, જાણો સંપુર્ણ વિગત

Posted by

ભારતમાં ઇલેક્ટ્રિક કાર ને લઈને જબરદસ્ત ક્રેઝ વધી રહ્યો છે અને પેટ્રોલ ડીઝલની કિંમતો વધવાનાં કારણે લોકો ઇલેક્ટ્રિક કાર પર વધારે ધ્યાન આપવા લાગ્યા છે. એ જ કારણથી સ્થાપિત ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેકટ્રીક કાર લોન્ચ કરવામાં લાગી ગઈ છે તો વળી નવી કંપનીઓ પણ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં એન્ટ્રી કરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થઇ રહી છે. હવે ખબરો મળી રહી છે કે ભારતમાં સાઉથ કોરિયન કંપની હ્યુન્ડાઇ મોટર્સ અને તેમની સબ બ્રાન્ડ કિયા મોટર્સ આવનારા સમયમાં ત્રણ-ત્રણ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઇ રહી છે.

આવી રહી છે એકથી એક ચડિયાતી ઇલેક્ટ્રિક કાર

ભારતમાં આવતા વર્ષે અને ત્યારબાદ ૨૦૨૩ સુધી હ્યુન્ડાઇ અને કિયા ની કુલ ૬ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી શકે છે. બંને કંપનીઓએ દર વર્ષે બે-બે ઈલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કરવાની યોજના બનાવી છે. જોકે ભારતમાં હ્યુન્ડાઇ ની પોપ્યુલર ઇલેક્ટ્રિકલ હ્યુન્ડાઇ “કોના” નું સારું વેચાણ થઈ રહ્યું છે. આવતા વર્ષે ભારતમાં “કોના” નું અપડેટેડ વર્ઝન એટલે કે ૨૦૨૨ હ્યુન્ડાઇ “કોના” ની સાથે જ કિયા મોટર્સની કિયા EV-6 નામનું ઇલેક્ટ્રિક વ્હિકલ લોન્ચ થશે. ત્યારબાદ વર્ષ ૨૦૨૩ માં હ્યુન્ડાઇ Ioniq 5 અને Kia e-Niro જેવી ઇલેક્ટ્રિક કાર પણ ભારતીય રસ્તા પર દોડતી નજર આવશે.

EV નું માર્કેટ ખુબ જ વધી રહ્યું છે

તમને જણાવી દઈએ કે હ્યુન્ડાઇ અને કિયા મોટર્સ વર્ષ ૨૦૨૪ સુધીમાં મેડ ઈન ઈન્ડિયા ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ કરવાની કોશિશ કરી રહી છે અને તે અફોર્ડેબલ EV સેગમેન્ટમાં લોકોને સારા-સારા ઓપ્શન આપી શકે છે કારણ કે EV નું માર્કેટ ખુબ જ વધી રહ્યું છે અને અહીંયા ટાટા મોટર્સ જેવી કંપનીઓ ખુબ જ ઓછી કિંમતમાં ઈલેકટ્રીક કાર લોન્ચ કરવાની કોશિશ કરી રહી છે. ખબરો મળી રહી છે કે આવનારા સમયમાં હ્યુન્ડાઇ અને કિયા ૨૦૦ કિલોમીટર થી ૨૨૦ કિલોમીટર સુધીની બેટરી રેન્જ વાળી કાર ૧૦ થી ૧૫ લાખ રૂપિયાનાં રેન્જમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે અને તેમના પર ગ્રાહકોને FAME Subsidy નો લાભ પણ મળશે. ત્યારબાદ તેમની કિંમત ખુબ જ ઓછી થઇ શકે છે.

ઇલેક્ટ્રિક કાર ના પ્રોડકશનનું હબ બનશે ભારત

હ્યુન્ડાઇ આવનારા સમયમાં “Smart EV” પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ બજેટ ઇલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. કિયા મોટર્સની અપકમિંગ ઇલેક્ટ્રિક કાર પણ હ્યુન્ડાઇ મોટર્સની જેમ જ પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે. આવનારા સમયમાં આ બંને કંપનીઓનું પ્રોડક્શન હબ ભારત બનશે અને અહિયાંથી વિદેશમાં કાર એક્સપોર્ટ કરવામાં આવશે. કિયા અને હ્યુન્ડાઇની આપકમિંગ ઇલેક્ટ્રિક કાર જબરદસ્ત લુક અને પાવરફુલ ફીચર્સથી લૈસ હશે, જોકે ભારતમાં TATA Nexon EV, MG ZS EV, TATA Tigor EV જેવી કારનું જબરદસ્ત વેચાણ થઈ રહ્યું છે અને સમયની સાથે ઇલેક્ટ્રિક કારનું માર્કેટ ખુબ જ વધી રહ્યું છે.