ચાણક્ય નીતિ : આ ૩ પરિસ્થિતિઓમાં ખૂબ જ ખરાબ રીતે તૂટી જાય છે પુરુષ, સહન કરવા પડે છે વધારે દુઃખ

આચાર્ય ચાણક્ય એક ખુબ જ સમજદાર વ્યક્તિ હતા. તેમણે પોતાના જીવનકાળમાં ઘણા પ્રકારના જ્ઞાન મેળવ્યા હતા. આ જ્ઞાનના આધાર પર તેમણે ચાણક્ય નીતિ પણ લખી. તેમાં તેમણે જીવનના સાર અને શીખને ઉમેર્યા. તેવામાં આજે અમે તમને આચાર્ય ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલ એક શ્લોકનો અર્થ સમજાવવા જઈ રહ્યા છીએ. આ શ્લોકમાં ચાણક્ય એ ત્રણ એવી ચીજો જણાવી છે જેના લીધે પુરુષોને સૌથી વધારે દુખ સહન કરવું પડે છે.

પહેલી સ્થિતિ – વૃદ્ધ વ્યક્તિની પત્નીનું મૃત્યુ થવું

આ વિશે ચાણક્ય જણાવે છે કે કોઈપણ વૃદ્ધ પુરુષની પત્નીનું જો મૃત્યુ થાય તો તે દુર્ભાગ્યથી ઓછું હોતું નથી. વૃદ્ધાવસ્થા એક એવો પડાવ છે જ્યારે પુરુષને પત્નીના સાથની સૌથી વધારે જરૂર હોય છે. પોતાની પત્ની વગર તે પોતાનું જીવન પસાર કરી શકતા નથી. તેથી જો કોઈ વૃદ્ધ પુરુષની પત્ની તેમના પતિ પહેલાં જ મૃત્યુ પામે તો તે એક પતિ માટે દુર્ભાગ્યની વાત હોય છે.

બીજી સ્થિતિ – બધા જ પૈસા દુશ્મનોની પાસે જતા રહેવા

બીજી સ્થિતિની વિશે આચાર્ય ચાણક્ય જણાવે છે કે જો કોઈ વ્યક્તિનું બધું જ ધન દુશ્મનોની પાસે ચાલ્યું જાય તો તે બરબાદ થઈ જાય છે. પોતાના મહેનતની કમાણી દુશ્મનના હાથમાં જોવી એક પુરુષ માટે ખૂબ જ દુઃખદ બાબત હોય છે. તે એક જ સમયમાં બે પ્રકારના સંકટની સ્થિતિમાં હોય છે. તેમનું ધન દુશ્મન તેમની વિરુદ્ધમાં જ ઉપયોગ કરી શકે છે. ધન ના હોવા પર તેમનું જીવન પણ સારી રીતે પસાર થઈ શકતું નથી.

ત્રીજી સ્થિતિ – બીજા લોકો પર નિર્ભર રહેવું

ત્રીજી સ્થિતિની વિશે આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે એક પુરુષ કોઈ બીજા વ્યક્તિ પર નિર્ભર રહે છે તો તે તેમના દ્વારા આપવામાં આવેલ ભોજન ગ્રહણ કરે છે. પુરુષ તે લોકોના પગ નીચે દબાઈ જાય છે. તેવામાં આ પ્રકારના પુરૂષોનું જીવન નરક સમાન બની જાય છે. આ સ્થિતિમાં તેમને એકસાથે ઘણા દુઃખોનો સામનો કરવો પડે છે.

બસ આ જ કારણ છે કે તમારે બીજાની ઉપર નિર્ભર રહેવાથી બચવું જોઈએ. પત્નીનું મૃત્યુ ભલે આપણા હાથમાં ના હોય પરંતુ બીજા લોકો પર નિર્ભર ના રહેવું તે આપણા હાથમાં હોય છે. વળી પોતાના કમાયેલા ધનને દુશ્મનોની નજરથી બચાવીને રાખવું. વધારે પડતા પૈસાનો દેખાવ ના કરવો. બની શકે ત્યાં સુધી દુશ્મન બનાવવાથી પણ બચવું જોઈએ. અમે આશા રાખીએ છીએ કે તમને આ વાતો પસંદ આવી હશે.