કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ છે આ ભિખારી, બનારસનાં અસ્સી નદીનાં કિનારા પર ભીખ માંગવા માટે મજબુર છે સ્વાતિ

Posted by

આજનાં આ ડિજિટલ અને આર્થિક યુગમાં બધા સારું શિક્ષણ ગ્રહણ કરવા માંગે છે. સારી ટેકનીક શીખવા માંગે છે, કોમ્પ્યુટર ઓપરેટ કરવા માંગે છે અને આ બધાનાં માધ્યમથી અંતમાં એક સારી નોકરી પ્રાપ્ત કરીને પોતાનું સુખમય જીવન જીવવા માંગે છે પરંતુ તમામ એકેડમી અને ટેકનીકી શિક્ષણ ગ્રહણ કરવા છતાં પણ જો તમને નોકરી મળતી નથી અને જીવન જીવવા માટે તમે ભીખ માંગવા પર મજબુર થઈ જાઓ છો તો કેવી સ્થિતિ ઉત્પન્ન થશે?.

આ સ્થિતિની કલ્પના માત્રથી જ રૂંવાડા ઉભા થઈ જાય છે પરંતુ આ ઘટના હકિકતમાં સાચી સાબિત થઈ છે. ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં એક કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ મહિલા અસ્સી નદીનાં કિનારા પર ભીખ માંગવા માટે મજબુર છે. આ મહિલાને કોમ્પ્યુટર ખુબ જ સારી રીતે ઓપરેટ કરતા આવડે છે અને સાથે સાથે તે ખુબ જ સારી રીતે ઇંગ્લીશ પણ બોલે છે. સારી કંપનીમાં નોકરી કરવા પણ માંગે છે, મહેનત પણ કરવા માંગે છે તેમ છતાં તેમને નોકરી મળી રહી નથી અને ભીખ માંગવા પર મજબુર થવું પડે છે.

તેના માટે દોષી કોણ ?. તે મહિલા કે જેણે કોમ્પ્યુટરમાં અભ્યાસ કર્યો કે પછી સમાજ, જેમણે એટલી જનસંખ્યા વધારી દીધી છે કે ત્યાં એક સામાન્ય ભારતીયને જીવન પસાર કરવું ભારે પડી ગયું છે. કે પછી તે સરકાર જે સમય રહેતાં નોકરીનાં અવસર કે રોજગાર ઉત્પન્ન કરી શકી નથી ?.

હાલમાં અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ, તે એક લાચાર મહિલાની કહાની છે, જે કદાચ આ સિસ્ટમ પર સવાલ ઉઠાવે છે. મહિલાનું નામ સ્વાતિ છે. સ્વાતિ બનારસનાં અસ્સી નદીનાં કિનારા પર ભીખ માંગવાનું કામ કરે છે પરંતુ આ કામ પણ તે નિત્ય પ્રતિદિન નિષ્ઠાથી કરે છે એટલે કે દરરોજ તે પોતાનાં સમયે તે સ્થાન પર બેસી જાય છે અને દરરોજ ભીખ માંગવાનું કામ કરે છે.

છેલ્લા ત્રણ વર્ષથી સતત અસ્સી ઘાટ પર ભીખ માંગવા વાળી સ્વાતિ પહેલાની જેમ જ ભીખ માંગી રહી હતી. તેવામાં તે સમયે ત્યાં BHU માં અભ્યાસ કરવા વાળો વિદ્યાર્થી અવનિશ પહોંચ્યો. અવનિશે ભીખનાં રૂપમાં તેમને થોડા પૈસા આપવા આપ્યા પરંતુ સ્વાતિ એ તેનો અસ્વીકાર કરતા બોલી કે, તેમને ભીખમાં પૈસા નહીં, નોકરી જોઈએ છે. ત્યારબાદ અવનિશે સ્વાતિનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેની સમસ્યાને ફેસબુક પર પોસ્ટ લખીને મુકી દીધી.

પહેલા અમે તમને એ જણાવી દઈએ કે અવનિશે પોસ્ટમાં શું લખ્યું છે. બાદમાં તે વિડિયો અમે તમને બતાવીશું. ફેસબુક પોસ્ટમાં અવનિશ લખે છે કે, “અસ્સી ઘાટ રહેલી આ મહિલાનું નામ સ્વાતિ છે, જે કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક છે. એક બાળકને જન્મ આપ્યા બાદ તેમનાં શરીરનો જમણો ભાગ પેરેલાઈઝ થઈ ગયો છે. તે ત્રણ વર્ષ પહેલા વારાણસીથી અહી આવી હતી અને હવે અહી રહે છે. તે માનસિક રૂપથી સંપુર્ણ સ્વસ્થ છે પરંતુ શરીરનાં જમણા ભાગનાં લાચારીવશ તે ઘાટ પર જ રહે છે”.

તેને દયા નહિ પરંતુ આર્થિક સમસ્યાની આવશ્યકતા છે, જે નિરંતર હોય. તેને મારી પાસે પૈસા જોઈતા નથી પરંતુ મને કહ્યું કે, “મને કોઈ કામ આપો. સ્વાતિ ટાઈપિંગ કરી શકે છે અને કોમ્પ્યુટર સંબંધીત કોઈપણ કાર્ય પણ કરી શકે છે. અંગ્રેજી સારું છે અને શાનદાર વ્યવહાર છે. સ્વાતિ સારા જીવનની હકદાર છે. તમે બધા કોશિશ કરો અને આપણે મદદ કરીએ”. હવે વીડીયો જુઓ અને સ્વેચ્છાનુસાર તેને શેર કરજો. BHU વિદ્યાર્થી અવનિશ દ્વારા શેર કરવામાં કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૧ હજારથી વધારે લોકો જોઈ ચુક્યા છે.