કચરામાં ખાવાનું શોધી રહેલ ભિખારીની યુવતિએ કરી મદદ, બાદમાં ભગવાને યુવતિને તરત જ આપ્યું સારા કર્મોનું ફળ

Posted by

મોંઘવારીનાં આ જમાનામાં દરેક માત્ર પોતાના વિશે જ વિચારવાનું પસંદ કરે છે. દુનિયામાં લોકો કેટલા દુઃખી કે મુશ્કેલીમાં છે, તેનાથી કોઈને કંઈ ફરક પડતો નથી. મોટાભાગનાં લોકો માત્ર પોતાની તિજોરી ભરવા પર જ વધારે ધ્યાન આપે છે. જોકે આ કળિયુગમાં પણ અમુક ગણતરીનાં સારા લોકો પણ હોય છે. આ લોકોની અંદર દયાળુતા હોય છે. તેઓ વગર કોઈ સ્વાર્થે લોકોની મદદ કરવા માટે આગળ આવે છે. આવા લોકોનાં લીધે જ લાગે છે કે આ ધરતી પર હજુ પણ આશાની કિરણ છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડિયોને જ જોઈ લો.

કચરામાં ખાવાનું શોધી રહ્યો હતો વ્યક્તિ

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવતિ રસ્તા પર ગીત ગાઈને પૈસા કમાઈ રહી છે. તેની બાજુમાં એક લીલા રંગનો કચરાનો ડબ્બો પણ રાખ્યો છે. થોડા સમય બાદ ત્યાં એક વ્યક્તિ આવે છે અને તે કચરાનાં ડબ્બામાં ખાવાનું શોધવા લાગે છે. આ વ્યક્તિ કોઈ બેઘર ભિખારી ટાઈપ ગરીબ વ્યક્તિ લાગે છે. તેને જોઈને જ લાગે છે કે તેની પાસે ખાવાના પણ પૈસા નહિ હોય એટલા માટે તે મજબુરીમાં કચરાનાં ડબ્બામાં લોકોનું ફેંકેલું ખાવાનું શોધવા લાગે છે.

યુવતિએ આવી રીતે કરી મદદ

રસ્તા પર ગીત ગાય રહેલી યુવતિ પોતાનાં કામમાં વ્યસ્ત હતી ત્યારે તેની નજર કચરામાંથી ખાવાનું શોધી રહેલા વ્યક્તિ પર પડી. તે જોઈને તેની અંદર દયા નો ભાવ જાગૃત થયો. તે પોતાનું ગીત વચ્ચે જ છોડી વ્યક્તિ પાસે ગઈ અને તેમણે તેને કચરામાં ભોજન શોધવાની ના પાડી. ત્યારબાદ તેમણે પોતાનું ગીત ગાઈને કમાયેલા થોડા પૈસા તે ગરીબ વ્યક્તિને આપી દીધા. યુવતિ ઇચ્છતી હતી કે વ્યક્તિ આ પૈસાથી બજારમાંથી ખાવાનું ખરીદી ખાઈ લે. આ યુવતિથી વ્યક્તિનું કચરામાંથી ખાવાનું શોધવાનું જોવાયું નહી.

તરત જ મળી ગયું સારા કર્મોનું ફળ

યુવતિની દયા અને મદદ જોઈને ગરીબ વ્યક્તિ ખુશ થઈ ગયો. તે જતા-જતા યુવતિને આર્શિવાદ આપતો ગયો. બાદમાં ખુબ જ જલ્દી યુવતિને પોતાના સારા કર્મોનું ફળ પણ મળી ગયું. આ વ્યક્તિની મદદ કર્યા બાદ અન્ય એક વ્યક્તિ ત્યાં આવ્યો અને તેમણે ગીત ગાઈ રહેલી યુવતિનાં બોક્સમાં થોડા પૈસા નાખ્યા. એટલા માટે તો કહેવાય છે કે, “તું કર્મ કર કરતો જા અને ફળની ચિંતા ના કર”. ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. તે તમને તમારા કર્મનું ઉચિત ફળ જરૂર આપશે.

લોકોએ કરી ભરપુર પ્રસંશા

સંપુર્ણ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. વિડિયો જોઈને લોકોએ યુવતિની ભરપુર પ્રસંશા કરી છે. કોઈકે કહ્યું કે, “આજનાં જમાનામાં આવી મદદ કરવાવાળા ઓછા મળે છે”. વળી અન્ય એક યુઝરે લખ્યું કે, “તમે ગરીબની મદદ કરી, ભગવાન તમારી પણ મદદ કરશે”. એક યુઝર લખે છે કે, “આ દુનિયાને ચલાવવાની આ જ સાચી રીત છે. આપણે એકબીજાને મદદ કરતા રહેવી જોઈએ, જેથી કોઈપણ દુઃખી ના રહે”. બસ આ રીતે બીજી પણ અન્ય કોમેન્ટ્સ આવવા લાગી.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Liv Harland (@livharlandmusic)


આ વીડિયોને સિંગર “લીવ હારલેન્ડ” એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોને શેર કરતા તે કેપ્શનમાં લખે છે કે, “કર્મ એક મહાન ચીજ છે. હંમેશા દયાળુ રહો અને દયા જરૂર પરત આવે છે”.