અપમાન થવા પર તમે ચુપ રહો છો કે બદલો લો છો, તમારી રાશિ પરથી જાણો કેવી રીતે તમે રિએક્ટ કરો છો

Posted by

તમારા પર કોઈ ગુસ્સે થઈ જાય કે પછી તમને કંઈક ખરાબ શબ્દો કહે ત્યારે તમે કેવી પ્રતિક્રિયા આપશો?. કે પછી તમારી પોસ્ટ પર કોઈએ તમારા માટે કોઈ અપમાનજનક કરવાવાળી કોમેન્ટ લખે ત્યારે તમે શું કરશો?. શું તમે તેનો જવાબ આપશો કે પછી તેને નજરઅંદાજ કરશો કે પછી તમે તેની સાથે બદલો લેવાનો પ્લાન બનાવશો?. તો ચાલો આ લેખ દ્વારા જાણી લઈએ કે બધી જ ૧૨ રાશિઓ પોતાનાં મિત્ર કે ઓળખીતા લોકો તરફથી અપમાનિત થવા પર કેવી પ્રતિક્રિયા આપે છે.

મેષ રાશિ

તમારી હિંમત કેવી રીતે થઈ તેનું અપમાન કરવાની. મેષ રાશિ વાળા લોકો ક્યારેય આરામથી નથી બેસતા અને તેને હળવાશથી નથી લેતા. તે તેનો જોરદાર જવાબ આપે છે અને બાદમાં તમને જ તમારા કહેવા પર પસ્તાવો થશે. આ રાશિ વાળા લોકો કોઈપણ વ્યક્તિને જવાબ આપવા માટે હંમેશા તૈયાર રહે છે.

વૃષભ રાશિ

આ રાશિ વાળા લોકો સામાન્ય રીતે જલ્દી પ્રતિક્રિયા નથી આપતા. આ રાશિ વાળા લોકોને શાંતિ પસંદ હોય છે પરંતુ વધારે પરેશાન કરવા પર ફરીથી તેમની રીતે જવાબ પણ આપે છે. તે શરૂઆતમાં ત્યાં સુધી ઇગ્નોર કરે છે જ્યાં સુધી તેમને કોઈ હાનિ પહોંચતી નથી પરંતુ ત્યારબાદ તમને પણ ખબર નથી હોતી કે તે ક્યારે બદલો લેશે.

મિથુન રાશિ

જ્યારે પણ આ રાશિ વાળા લોકોનું અપમાન થાય છે તો તે મોટાભાગનાં અવસર પર તેને નજરઅંદાજ કરી દે છે. તે એવા વિચારમાં વિશ્વાસ રાખે છે કે જે વ્યક્તિ તેનું અપમાન કરે છે, તે પોતે પોતાનું જ અપમાન કરી રહ્યો હોય છે. તેને લાગે છે કે આવા લોકોને નજર અંદાજ કરી દેવા જ તેનાં માટે સૌથી મોટો જવાબ હોય છે. આવા લોકો માટે કંઈક કહેવું તેના માટે આપણા સમય અને ઉર્જાની બરબાદી સમાન હોય છે.

કર્ક રાશિ

જો તમે કર્ક રાશિ વાળા લોકોનું અપમાન કર્યું છે તો મતલબ તમે તેને વિચારવા માટે એક ટોપિક આપી દીધો છે. તમે કહેલા વાક્યો વિશે તે વિચારતા રહેશે અને તે વિચાર કરશે કે આખરે તમે તેમને આવું કેમ કહ્યું?. આ એક વસ્તુને લઈને જ તે વધારે વિચારવા લાગે છે. ત્યારબાદ તે તમારી સાથે બદલો લેવાનું વિચારી લેશે અને તમે જ્યાં દેખાશો ત્યાં તમારૂ અપમાન કરવાનું શરૂ કરી દેશે.

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા લોકો આવી વાતોને મજાકમાં ઉડાવી દે છે. તમે જેટલું વધારે તેમને ઉકસાવશો, તે એટલી જ વધારે તમારી જ મજાક ઉડાવશે અને અંતમાં તમારો પાસો ઉલ્ટો પડી જશે અને તે અહીં અટકવાના નથી કારણ કે તેને હવે જ્યારે પણ અવસર મળશે, તે તમારૂ અપમાન કરીને જ રહેશે, તેનાં કારણે તેનાથી દુર રહેવું જ તમારા માટે સારું હોય છે.

કન્યા રાશિ

કર્ક રાશિની જેમ જ કન્યા રાશિ વાળા લોકો પણ આવી વાતોને પર્સનલી લઈ લે છે પરંતુ તે તેની પાછળ વધારે સમય બરબાદ નથી કરતા. તે એવી વાતોને જાણવાની કોશિશ કરે છે કે આખરે તેમાં ભુલ કોની છે. ત્યારબાદ જો કંઈ ખોટું હોય છે તો તે તમને એવો જ જવાબ આપશે, જે તમને “પડ્યા પર પાટુ” મારવા જેવું લાગશે.

તુલા રાશિ

અપમાન થવા પર તુલા રાશિ વાળા લોકો તરત જ જવાબ આપતા નથી. તે બેસીને વિચારે છે કે આખરે તેની કઈ ભુલનાં કારણે તેને આવું બધું સાંભળવા મળ્યું. જો તે પોતે ભુલ નથી શોધી શકતા તો તે સમયે સાચો જવાબ ના આપવાનાં કારણે પસ્તાવાનો અનુભવ કરે છે કે પછી તે બદલો લેવા માટે સારા અવસરની રાહ જુએ છે અને એવો કોઈ અવસર ના મળવા પર તે આવી ઘટનાઓને ભુલી પણ જાય છે.

વૃશ્ચિક રાશિ

આ રાશિ વાળા લોકો સેન્સેટીવ નથી હોતા પરંતુ તે આવી વાતોનું દિલથી દુખ લગાવે છે. જે સામે વાળાને સજા આપ્યા વગર નથી જવા દેતા. તે પોતાની સમજદારી અને તેજ મગજથી તેને એવો પાઠ ભણાવે છે કે સામે વાળાને એવું જ લાગે કે તેની સાથે પંગો લેવો તેની સૌથી મોટી ભુલ હતી.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકો દલીલો, લડાઈ, ગેરસમજણ વગેરે સાથે ડીલ કરવામાં વધારે સક્ષમ હોતા નથી. તેનાં લીધે તે અપમાન થવા પર પણ તેમાં વધારે સકારાત્મક વસ્તુ શોધવાની કોશિશ કરે છે.

મકર રાશિ

જેનાથી કોઈ લાભ નથી એવી વાતોનો જવાબ આપવામાં સમય કોની પાસે છે?, મકર રાશિ વાળા લોકો આ વાત પર વધારે વિશ્વાસ કરે છે. તે આવી વાતો પર વિચાર કરવાથી સારું પ્રોડક્ટિવ કરવું વધારે સારું સમજે છે. તે આ બધામાં વિચારવું પણ સમયની બરબાદી સમજે છે.

કુંભ રાશિ

તે પોતાનાં અપમાનને ઇગ્નોર નથી કરી શકતા. આવા લોકોને આ રાશિ વાળા લોકો સારા કે પછી જાણીતા લોકોનાં લિસ્ટમાંથી બહાર કરી દે છે અને બાદમાં તેની સાથે કોઈ સંબંધ નથી રાખતા.

મીન રાશિ

મીન રાશિ વાળા સામાન્ય રીતે પોતાના અપમાનને વ્યક્તિગત રીતે લઈ લે છે. તે ઈગ્નોર કરવાની કોશિશ કરે છે પરંતુ તે તેમાં સફળ નથી થઈ શકતા. તે પોતાની ભાવનાને છુપાવે છે, જેનાથી સામેવાળાને ખબર નથી પડતી કે તેમણે તમારા અપમાન પર કેવી રીતે રિએક્ટ કર્યું છે.