ગુજરાતનાં આ શહેરમાં હવે ચાલશે માત્ર બેટરી વાળી કાર અને બસ, દેશનું પહેલું “ઇલેક્ટ્રિક વ્હિકલ શહેર” બનશે

Posted by

ગુજરાતનો કેવડિયા વિસ્તાર “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નાં રૂપમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર લાંબી મૂર્તિ માટે જ નહી પરંતુ હવે દેશનાં પહેલા એવા શહેરનાં રૂપમાં પણ જાણવામાં આવશે, જ્યાં માત્ર ઇલેક્ટ્રિક વાહન જ ચાલશે.

ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર બનશે કેવડિયા

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” ક્ષેત્રે વિકાસ અને પર્યટન સંચાલન પ્રાધિકરણ એ રવિવારે કહ્યું હતું કે તે ગુજરાતનાં કેવડિયામાં “દેશનું પહેલું ઇલેક્ટ્રિક વ્હીકલ-ઓન્લી એરીયા” વિકસિત કરશે. જ્યાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોને જ આવવા-જવાની અનુમતિ હશે. વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં આદિવાસી બહુલ નર્મદા જિલ્લાનાં કેવડિયા ક્ષેત્રને દેશનું પહેલું ઇલેક્ટ્રિક વાહન શહેર બનાવવાની ઘોષણા કરી હતી. તેના એક દિવસ બાદ પ્રાધિકરણ એ તેની યોજનાની જાણકારી આપી છે.

ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર મળશે સબસીડી

પ્રાધિકરણ એ કહ્યું હતું કે, “અમારા અધિકારમાં આવનારા વિસ્તારમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોને આવવાની અનુમતિ હશે. પર્યટકોને પણ ડિઝલની જગ્યાએ બેટરી વાળી બસ ઉપલબ્ધ કરવામાં આવશે. સ્થાનિય નિવાસીઓને ૩ પૈડાં વાળા ઈ-વાહન ખરીદવા માટે સહાયતા પ્રદાન કરવામાં આવશે. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી સાથે સમર્થન સિવાય પ્રાધિકરણ એ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદીમાં પણ સબસિડીનાં રૂપમાં છૂટ આપવામાં આવશે. પ્રાધિકરણ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ યોજનાનો ફાયદો મળશે”.

મહિલા ઈ-રીક્ષા ચાલકોને મળશે પ્રાથમિકતા

તેમણે કહ્યું કે ઈ-રીક્ષા ચલાવવા વાળી કંપનીને શરૂઆતમાં પ્રાધિકરણનાં ક્ષેત્રમાં ઓછામાં ઓછી ૫૦ રિક્ષા ચલાવવી પડશે. રિક્ષા ચાલકોની સૂચિમાં સ્થાનીય મહિલાઓ સહિત પહેલાથી ઈ-રીક્ષા ચલાવી રહેલા ચાલકોને પ્રાથમિકતા આપવામાં આવશે. પ્રાધિકરણ એ કહ્યું હતું કે, “કેવડિયામાં પ્રદૂષણ ફેલાવવા વાળા કોઈ ઉદ્યોગ નથી. શહેરમાં બે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે, જે પ્રચુર માત્રામાં પર્યાવરણને અનુકૂળ વીજળી ઉત્પન્ન કરે છે. શહેરમાં માત્ર ઈલેક્ટ્રીક વાહનોની અનુમતિથી વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પર્યટકોને સારું લાગશે”.