સૌથી સસ્તી કાર, સારી એવી સ્પેસ સાથે આપે છે ૨૪ કિ.મી. સુધીની શાનદાર માઇલેજ, કિંમત ૬ લાખ રૂપિયાથી પણ ઓછી

Posted by

કારનો ઉલ્લેખ થતાં જ મનમાં એક લાંબી, સ્લોપી બૈક વાળી શાનદાર સેડાનની તસ્વીર સામે આવે છે. ભલે ઇન્ડિયન માર્કેટમાં હાલનાં સમયે સ્પોર્ટી યુટિલિટી વ્હિકલ (SUV) ની ડિમાન્ડ વધારે છે, તેમ છતાં હજુ પણ ઘણા એવા લોકો છે, જે સેડાન કારમાં જ દિલચસ્પી રાખે છે. જો તમે પણ તેમાંથી એક છો તો અને એક સસ્તી, સારી માઇલેજ વાળી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ લેખ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

આમ તો બજારમાં એક થી એક જબરદસ્ત સેડાન કાર રહેલી છે પરંતુ આજે અમે તમને આ લેખમાં દેશની ટોપ ૩ સેડાન કાર વિશે જણાવીશું, જે ના માત્ર કિંમતમાં ઓછી છે પરંતુ સારી માઇલેજ અને સ્પેસ પણ પ્રદાન કરે છે. તો ચાલો જાણી લઈએ તે ત્રણ બજેટ સેડાન કાર વિશે.

Hyundai Aura :

કિંમત : ૫.૯૭ – ૯.૩૫ લાખ રૂપિયા

માઇલેજ : પેટ્રોલ વેરિએન્ટ, ૨૦ કિ.મી. અને ડીઝલ ૨૫ કિ.મી.

હ્યુન્ડાઇની સેડાન કાર ઇન્ડીયન માર્કેટમાં સીધી રીતે મારુતિ ડિઝાયરને ટક્કર આપે છે. કુલ પાંચ વેરિયેંટ્સમાં ઉપલબ્ધ આ કાર ૩ એન્જિન વિકલ્પો સાથે આવે છે. તેનાં પેટ્રોલ મોડલમાં ૧.૨ લીટર અને ૧.૦ ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે. જ્યારે ડીઝલ વેરિએન્ટમાં કંપનીએ ૧.૨ લીટરની ક્ષમતાનું એન્જિન આપ્યું છે. ફિચર્સ તરીકે આ કારમાં ૮ ઇંચનું ઇંફોટેંમેંટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, ઓટો એસી, હાઇડ એડજસ્ટેબલ સીટ અને ક્રૂઝ કન્ટ્રોલ જેવા ફીચર્સ મળે છે.

Maruti Dzire :

કિંમત : ૫.૯૮ – ૯.૦૨ લાખ રૂપિયા

એવરેજ : ૨૩ થી ૨૪ કિ.મી.

મારુતિ સુઝુકીની જાણીતી સેડાન કાર ડિઝાયર સેગમેંટની બેસ્ટ સેલિંગ કાર છે. પહેલા આ કાર ડીઝલ એન્જિન સાથે પણ આવતી હતી પરંતુ હવે એ માત્ર પેટ્રોલ એન્જિન સાથે જ બજારમાં ઉપલબ્ધ છે. કુલ ૪ વેરીએન્ટ સાથે આવનારી આ કારમાં ૧.૨ લિટર ક્ષમતાનાં પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન ૫ સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટીક ગિયર બોક્સ સાથે આવે છે. ફિચર્સ તરીકે આ કારમાં કંપનીએ ક્રુઝ પેટ્રોલ, ઓટોમેટીક એલીડી, હેન્ડલેપ, ઓટો ફોલ્ડિંગ આઉટ સાઈડ રીયર વ્યુ મીરર, પુશ બટન સ્ટાર્ટ, ૭ ઇંચની ટચ સ્ક્રીન ઇંફોટેંમેંટ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક્સ બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુસન (EBD) જેવા ફીચર્સ મળે છે.

Tata Tigor :

કિંમત : ૫.૫૯ – ૭.૭૩ લાખ રૂપિયા

એવરેજ : ૨૦.૩ કિ.મી.

ટાટા મોટર્સની સૌથી સસ્તી સેડાન કાર ટાટા ટીગોર પણ તમારા માટે સારો વિકલ્પ સાબિત થશે. ૬ વેરિયેંટ્સમાં આવનારી આ કાર માત્ર પેટ્રોલ એન્જિન સાથે જ આવે છે. કંપની આ કારમાં ૧.૨ લીટરની ક્ષમતાનાં ૩ સિલિન્ડર યુક્ત એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે ૮૬ PS નો પાવર અને 113 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન ૫-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટીક ગિયર બોક્સ સાથે આવે છે. આ કારમાં ૭ ઇંચની ટચ સ્ક્રીન ઇંફોટેંમેંટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર, પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટન, ડ્યુઅલ ફ્રન્ટ એર બેગ, બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD) અને રિયર પાર્કિંગ જેવા ફીચર્સ મળે છે.

નોટ : અહી કારની કિંમત એક્સ શો-રૂમ દિલ્હી અનુસાર આપવામાં આવી છે. આ સિવાય માઇલેજ મીડિયા રિપોર્ટ પર આધારિત છે. સામાન્ય રીતે વાહનની માઇલેજ ડ્રાઈવિંગ સ્ટાઈલ અને રોડ કન્ડીશન પર નિર્ભર કરે છે.