જો નસકોરા ના લીધે ઉડી જતી હોય તમારી ઊંઘ તો જલ્દી કરો આ ઉપાયો, દૂર થઈ જશે તમારી તમામ સમસ્યા

Posted by

રાત્રે સૂતા સમયે ઘણા લોકોને નસકોરા ની સમસ્યા રહેતી હોય છે. તેનાથી નસકોરા બોલાવનાર નહી પરંતુ આજુબાજુનાં લોકો ઘણા પરેશાન થઈ જાય છે. તેના માટે તેઓ નસકોરા બોલાવનાર વ્યક્તિને ઘણીવાર અવાજ આપે છે, વારંવાર ઉઠાડે છે, પરંતુ નસકોરા ની સમસ્યા ખતમ થતી નથી. આમ તો નસકોરા બોલાવનાર વ્યક્તિ આરામથી સુઈ જાય છે, પરંતુ તેમની નજીક સૂતેલા વ્યક્તિની આખી રાત ખરાબ થઈ જાય છે. તેવામાં જો તમને પણ  નસકોરાની સમસ્યા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે આવા થોડા ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આવો જાણીએ કે ક્યાં છે તે ઘરેલુ ઉપાયો.

એલચી

એલચી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રામબાણ ઉપાય છે. કારણકે જો તમે એલચી ખાતા હોય તો તમારુ બંધ નાક ખૂલી જાય છે અને તમારા નસકોરા ની સમસ્યા દૂર થઈ જાય છે. તેવામાં રાત્રે સુતા પહેલા એક એલચી ખાઈ લો, નસકોરાથી રાહત મળશે. એલચીની જગ્યા પર એલચી પાવડરનો પણ પ્રયોગ કરી શકાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઇલાયચી પાઉડર ભેળવી દો અને સુવાના અડધા કલાક પહેલાં તેનું સેવન કરો.

દેશી ઘી

દેશી ઘી ના પ્રયોગથી પણ નસકોરા ની સમસ્યાથી છુટકારો મળે છે. ઘરમાં બનેલા દેશી ઘી માં ઘણા ઔષધીય ગુણ રહેલાં હોય છે, જેનાથી સરળતાથી નાક ખૂલી જાય છે અને નસકોરા ની સમસ્યા ખતમ થઇ જાય છે. તેના માટે રાત્રે સૂતાં પહેલા ઘી ને થોડું ગરમ કરી નાકમાં એક ટીપું નાખો. ધ્યાન રાખો કે આ કામ દરરોજ રાત્રે કરવાનું રહેશે. થોડા દિવસ બાદ તમે નસકોરાની સમસ્યાથી મુક્ત થઈ જશો.

ઓલિવ ઓઈલ

નસકોરાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઓલિવ ઓઈલ પણ ઘણું ફાયદાકારક છે. જણાવી દઈએ કે જો તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરશો તો નાકમાં હવા આવવા જવાની સમસ્યા રહેતી નથી. એટલે તમને નસકોરા થી મુક્તિ મળશે. ધ્યાન રાખો કે ઓલિવ ઓઈલમાં થોડું મધ મેળવીને તેની એક કે બે ઘૂંટડા પીવા, આવું દરરોજ કરવાથી નસકોરા ની સમસ્યામાંથી જલ્દી છુટકારો મળી જશે.

લસણ

આમ તો લસણ ઘણી સમસ્યાનો રામબાણ ઈલાજ છે, તેવી જ રીતે નસકોરા થી રાહત મેળવવા માટે પણ લસણથી મોટી કોઈ દવા નથી. બધા જ ઘરના કિચનમાં મળી આવનાર આ નાની એવી વસ્તુ તમારા નસકોરા ક્ષણભરમાં ગાયબ કરી દેશે. રાત્રે સૂતાં પહેલા લસણની એક કે બે કળી ખાઈ લેવી અને ત્યારબાદ પાણી પી લેવું. ઘણા દિવસો સુધી આવું કરવાથી નસકોરા ની સમસ્યા ખતમ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *