કિન્નરને દાન કરો આ ૨ ચીજો, બદલાઈ જશે તમારું નસીબ, અજમાવી જૂઓ એકવાર આ ઉપાય

તમારી સાથે પણ ઘણીવાર એવું બન્યું હશે કે તમારી પાસે પૈસા ઓછા પડી ગયા હશે. જેટલી તમારી કમાણી થઈ રહી હશે એટલો જ ખર્ચ પણ થઈ જતો હશે. આ સ્થિતિમાં તમારે અન્ય લોકો પાસેથી કરજ લેવાની પણ પરિસ્થિતિ આવી જતી હશે. તમે સેવિંગ કરવાની ખૂબ જ કોશિશ કરતા હશો પરંતુ તમે ઘણા ઉપાયો કર્યા બાદ પણ તેમાં તમને સફળતા મળી નહી હોય. તેવામાં તમારે કિન્નરોને દાન કરવા માટે આગળ આવવું જોઈએ. એવી માન્યતા છે કે જો તમે કિન્નરોને દાન આપવાનું શરૂ કરી દો છો તો તેનાથી તમારા જીવનમાં બરકત થવાની શરૂઆત થઈ જાય છે. તમારી પાસે ધન-સંપત્તિની કોઈ કમી રહેતી નથી. જોકે કિન્નરોને પણ દાન કરવા દરમિયાન અમુક વાતોનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી હોય છે.

દાનમાં ના આપો જુના કપડા

તમારી પાસે ઘણા બધા જુના કપડા જમા હોય છે તો તમે તેમને અન્ય લોકોને દાન કરી દેતા હોવ છો. આ એક સારી ચીજ છે કે તમે અન્ય કોઈને શરીર ઢાંકવા માટે કપડાં દાનમાં આપો છો. અન્ય લોકોને જુના કપડાનું દાન કરવાથી રાહુ-કેતુના દોષ પણ દૂર થાય છે. જોકે જ્યારે તમે કપડાંનું દાન કિન્નરોને કરી રહ્યા હોય તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે ક્યારેય પણ ભૂલમાં પણ તેમને જુના કપડાનું દાન ના કરવું જોઈએ. જો તમે કિન્નરોને જુના કપડાનું દાન કરો છો તો તેને ખૂબ જ મોટું અપશુકન માનવામાં આવે છે. કિન્નરોને તમે જ્યારે પણ દાન કરી રહ્યા હોય તો હંમેશા તેમને નવા કપડાં જ દાનમાં આપવા જોઈએ. જો તમે આવું કરો છો તો તે તમને દુઆઓ આપશે, જેના લીધે તમારું જીવન સુખ-સમૃદ્ધિથી છલકાઈ જાય છે.

બુધવારનાં દિવસે

બુધવારનાં દિવસે તમારે જોવું જોઈએ કે જો કોઈ કિન્નર તમારી નજરમાં આવી ગયો હોય કે પછી કોઈ કિન્નર સાથે તમારી મુલાકાત થઈ ગઈ હોય તો તમારે તેને થોડા પૈસા જરૂર દાન કરવા જોઈએ. જો સંભવ હોય તો તમારે તેમને ભોજન પણ કરાવવું જોઈએ. આ બધું કર્યા બાદ તમારે તે કિન્નરને પાસેથી એક સિક્કો લેવો જોઈએ. પરંતુ તે ધ્યાન રાખવું કે આ સિક્કો તે પૈસામાંથી ના હોવો જોઈએ જે તમે તે કિન્નરને આપ્યા છે. તે એ સિક્કો હોવો જોઈએ જે કિન્નરની પાસે પહેલાથી જ હતો.

જો તમે તેમની પાસેથી તેમના સિક્કાને મેળવવામાં સફળ થઈ ગયા તો તમારે આ સિક્કાને લઈને પોતાના ગલ્લામાં રાખી દેવો જોઇએ અથવા તો એવી જગ્યા પર તેને રાખી દેવો જોઇએ, જ્યાં તમારા પૈસા રાખવામાં આવેલ હોય કે ધન-સંપત્તિ રાખવામાં આવેલી હોય. એવું માનવામાં આવે છે કે આ સિક્કાને તે જગ્યા પર રાખવાથી તમારા શેવિંગમાં વધારો થવા લાગે છે અને સાથે સાથે તમારી આવક પણ વધવા લાગે છે.

ના કરો સાવરણીનું દાન

સાવરણી એક એવી ચીજ છે, જે ગંદકીને દૂર કરવાનું કામ કરે છે. માનવામાં આવે છે કે તેમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે તમારે મંદિરમાં સાવરણીનું દાન કરવું જોઈએ. વળી જો તમે કિન્નરોને સાવરણીનું દાન કરી રહ્યા હોય તો તમારે એવું બિલકુલ પણ ના કરવું જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો તમે આવું કરો છો તો તેનાથી તમારા ઘરમાં પૈસા બિલકુલ પણ ટકી શકતા નથી અને ખર્ચાઓ વધવા લાગે છે. એટલું જ નહી પરંતુ કિન્નરોને તમારે સ્ટીલના વાસણ અને તેલ પણ ક્યારેય દાનમાં આપવું ના જોઈએ. જો તમે આવું કરો છો તો તેનાથી તમે આર્થિક સંકટના શિકાર થઈ શકો છો. જોકે કિન્નરોને તમે પિત્તળ કે પછી તાંબાના વાસણો દાનમાં આપો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે આર્થિક દૃષ્ટિએ તમને મજબૂત કરે છે.