રાશિફળ ૩ ઓક્ટોબર : આજે આ ૪ રાશિઓના ગ્રહ આપી રહ્યા છે શુભ સંકેત, પ્રસન્નતામાં થશે વધારો

Posted by

મેષ રાશિ

આજે તમારે પૈસાની લાલચ કરવી નહીં અને સટ્ટાથી દૂર રહેવું. આજે તમારી સાચી વાતનો પણ વિરોધ થઇ શકે છે. જમીન અને મકાન સંબંધી યોજનાઓ બનશે. તમારા અમુક ઈર્ષાળુ સહકર્મી તમારા માટે કોઈ સમસ્યા ઉભી કરવાનો પ્રયાસ કરી શકે છે તેથી તમારે સાવધાની રાખવી જરૂરી છે. મહત્વપૂર્ણ કારણોથી ઘર-પરિવારથી દૂર જવું પડી શકે છે. સંતાન તરફથી સુખ મળશે. તમે તમારા લક્ષ્યથી ભ્રમિત થઈ શકો છો પરંતુ તમારા પોતાના લોકોનો સાથ તમને યોગ્ય દિશામાં લઇ જશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકો બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરીને પોતાના કામને આગળ વધારશે. જૂના રોગ પ્રત્યે બેદરકારી દાખવવી નહી. જો તમે ધૈર્ય અને શાંતિથી કામ લેશો તો તમારી દરેક સમસ્યા સરળ થઈ જશે. જીવનસાથી સાથે મતભેદ તમને નિરાશ કરી શકે છે. દુ:ખદ સમાચાર મળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. પોતાના પાર્ટનરને નજરઅંદાજ કરવું તણાવનું કારણ બની શકે છે. સારું રહેશે કે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહી.

મિથુન રાશિ

આજે તમારે પોતાના દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવો પડશે. નોકરીમાં સન્માન પ્રાપ્ત થઇ શકે છે. રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. તમે તમારા ઘરની સજાવટમાં અમુક પરિવર્તન લાવી શકો છો. પ્રસન્નતામાં વધારો થશે. પ્રયત્ન કરનાર લોકોની ક્યારેય પણ હાર થતી નથી. જો તમે મન લગાવીને પ્રયાસ કરશો તો સફળતા જરૂર મળશે. નવા લોકો સાથે મુલાકાત થવા પર તમને અમુક ફાયદો થઈ શકે છે.

કર્ક રાશિ

આજના દિવસને ખાસ બનાવવા માટે સ્નેહ અને ઉદારતાની નાની-નાની ભેટ લોકોને આપો. ઘરની જવાબદારીઓને અવગણવી નહી. પોતાના જીવનસાથી સાથે વાત કરતાં સમયે કોઈપણ વિવાદિત મુદ્દાને ઉઠાવવો નહી. સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી. શારીરિક કષ્ટ પડી શકે છે. લવમેટ આજે પોતાના મનની વાત પોતાના સાથીને કહી શકે છે. પ્રેમમાં તમારી જીત થશે. તમારી વાણીનો જાદૂ આજે અન્ય લોકોને પ્રભાવિત અને મંત્ર મુગ્ધ કરશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોની પ્રામાણિકતા અને ખૂબ જ સારી રીતે કામ પૂરું કરવાની ક્ષમતા તેમને ખૂબ જ આગળ લઈ જશે. દુવિધાની પરિસ્થિતિમાં તમારે પોતાના કોઇ નજીકના મિત્ર કે અન્ય કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ પાસેથી સલાહ લેવી જોઈએ. કોઈ માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. મિત્રોની સાથે મજાક મસ્તીમાં સમય પસાર કરી શકશો. આજે નવો વ્યવસાય શરૂ કરવા માટે સારો દિવસ છે. કોઈની સાથે યોજના બનાવવાના કામમાં તમારું મન લાગશે.

કન્યા રાશિ

આજે કોઈ પણ મોટું કાર્ય કરતા પહેલા પોતાના વડીલોની સલાહ લેવાનું ના ભૂલવું. પ્રેમ-પ્રસંગમાં જોખમ લેવું નહી. પૈસાની લેવડ-દેવડમાં ખૂબ જ સાવધાની રાખવી. જુનો રોગ ફરીથી થઈ શકે છે. કળા અને રમતગમતના કુશળ વ્યક્તિઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો અવસર મળશે. આજે તમારી લપસેલી જીભમાંથી કંઈક એવું નીકળી શકે છે જેના માટે તમારે બાદમાં પસ્તાવું પડી શકે છે. આવકના નવા સ્ત્રોત સ્થાપિત થશે.

તુલા રાશિ

વ્યાવસાયિક નિર્ણયો લેવાની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો છે. વ્યસ્તતાના લીધે ઘર પરિવાર પર ધ્યાન આપી નહી શકો. પારિવારિક ચિંતા રહેશે. તમારી યોજના તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. આજે તમામ કાર્યોમાં સફળતા મળશે. તમે રિલેક્સ મહેસૂસ કરશો. આજે તમારે કોઇ મામલામાં મોટો નિર્ણય લેવો પડી શકે છે. ધનનું આગમન તમને પ્રસન્ન રાખશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. લોકહીતનું કાર્ય તમારા હાથથી થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમને નવા સ્ત્રોતોથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. તમને ખુશીની ભેટ આશીર્વાદરૂપે મળશે. પૂજા-પાઠમાં મન લાગશે. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. જીવન સુખમય રીતે પસાર થશે. વધારાની આવક માટે પોતાના સર્જનાત્મક વિચારોનો સહારો લેવો. પોતાના ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે પરિશ્રમની સાથે સાથે આત્મબળને પણ વધારવું પડશે. આજે તમે પોતાની કોઈ મીઠી યાદોને યાદ કરીને આનંદની અનુભૂતિ કરી શકશો.

ધન રાશિ

આજે તમે પોતાના કામકાજની વિશે પણ ગંભીરતાથી વિચાર કરશો. આર્થિક સમસ્યાઓએ તમારી રચનાત્મક વિચારવાની ક્ષમતાને બેકાર કરી નાખી છે. શારીરિક કષ્ટ અને ધન આવવાની સંભાવનાઓ રહેલી છે. બાકી રહેલી રકમ વસૂલવાના પ્રયત્નો સફળ થશે. સુખ-સુવિધામાં વધારો થશે પરંતુ ખર્ચા પર નિયંત્રણ રાખવું. આજે તમારો મૂડ સારો રહેશે જેના કારણે આજે તમે પણ સારું મહેસૂસ કરશો. પોતાના આત્મબળને બનાવી રાખવું.

મકર રાશિ

આજે તમારા રોકાયેલા કામ મિત્રની મદદથી પૂરા થઈ શકે છે. પોતાના નિયમો અને સિદ્ધાંતોને મુદ્દો બનાવીને કોઇ વાત પર અડગ રહેવું નહી. ચિંતા અને તણાવમાં રહેશો. કીમતી વસ્તુઓ સંભાળીને રાખવી. નોકરીમાં અધિકારીઓ પાસેથી સહયોગ મળશે નહી. દલીલમાં તમે જેટલા પડશો એકલા જ ઊંડા ફસાઈ શકો છો. આર્થિક દિશામાં ચાલી રહેલા પ્રયાસો સાર્થક થશે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ

કોઈ નવી પરિયોજના પર કામ કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લેવું. આજે તમારું નસીબ તમારા પર મહેરબાન રહેશે. આજે તમે જે કામને પૂરું કરવા માંગશો તેમાં સફળતા મળશે. જોખમ લેવાનું સાહસ કરી શકશો. ઈર્ષાળુ લોકો ષડયંત્ર રચી શકે છે. આજે તમારા હૃદયની કોમળતા તમારા પ્રિયજનોને નજીક લાવશે. સફળતાનો એક નવો રસ્તો ખુલશે. ઘણી યોજનાઓ તમારા મન મસ્તિષ્કને પ્રભાવિત કરશે. નોકરીમાં પ્રગતિ થશે.

મીન રાશિ

તમારા લાંબા સમયથી ચાલી આવતા કાર્યોને આજે પૂરા કરી શકશો, જેનો લાભ તમને થોડા જ સમયમાં મળશે. ભુલાયેલા મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. સારા સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મિલકત સંબંધિત રોકાણ તમને સારો એવો નફો આપશે. સંતાનને સફળતાની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ રહી શકે છે. રાજકારણીઓને સફળતા મળશે. તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *