રેખા થી લઈને નેહા ધૂપિયા સુધી, એક સમયે આ હસીનાઓને બી-ગ્રેડ ફિલ્મોમાં કરવું પડ્યું હતું કામ

Posted by

આજે અમે તમને આ લેખના માધ્યમથી બોલિવૂડની તે અભિનેત્રીઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના કેરિયરની શરુઆતના દિવસોમાં બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તમને તે જાણીને આશ્ચર્ય થશે કે, આ લિસ્ટમાં બોલિવૂડની એવી ઘણી જાણીતી અભિનેત્રીઓ સામેલ છે, જે વર્તમાન સમયમાં કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. તો ચાલો જાણી લઈએ આ લિસ્ટમાં કઈ-કઈ અભિનેત્રીઓનું નામ સામેલ છે.

રેખા

ભારતીય ફિલ્મોની મશહૂર અભિનેત્રી રેખાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકો તેમની એક્ટિંગને ખૂબ જ પસંદ કરે છે. રેખાને હિન્દી ફિલ્મોની શ્રેષ્ઠ અભિનેત્રી માનવામાં આવે છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ૧૯૬૬માં બાળ કલાકાર તરીકે કરી હતી. રેખાનું ફિલ્મી સફર ઘણું ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું છે. રેખાએ પોતાનાં ફિલ્મી કરિયરમાં ૧૮૦ થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાંથી અમુક ફિલ્મો બી-ગ્રેડ પણ રહી હતી. તમને જણાવી દઈએ કે હિંદી ફિલ્મોની મશહૂર અભિનેત્રી રેખાએ પોતાના કરિયરની શરૂઆત “સાવન ભાદો” ફિલ્મથી કરી હતી, જે હિટ સાબિત થઈ હતી. રેખાએ ફિલ્મ “પ્રાણ જાય પર વચન ના જાય” માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં રેખા ઘણા સીનમાં ન્યુ.ડ નજર આવી હતી.

કેટરીના કૈફ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વેતન લેનાર અભિનેત્રીઓના લિસ્ટમાં કેટરીના કૈફનું નામ પણ સામેલ છે. કેટરીના કૈફ પોતાની સુંદરતા અને સારી એક્ટિંગના દમ પર સારું એવું નામ મેળવ્યું છે. વર્તમાન સમયમાં તેમના ચાહકોની કોઈ કમી નથી. ભલે કેટરીના કૈફ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે પરંતુ એક સમયે તેમણે હિન્દી, તેલુગુ, મલયાલમ ભાષા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે કેટરીના કૈફની પહેલી ફિલ્મ “બૂમ” હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ નજર આવ્યા હતાં. કેટરીના કૈફ એ આ ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા હતાં. આજે કેટરીના સફળતાની ઉંચાઈઓ પર પહોંચી ચૂકી છે, ત્યારબાદ હવે બધા તેમની બી- ગ્રેડ ફિલ્મોની છબીને ભુલાવી ચૂક્યા છે.

મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણીએ હિટ ફિલ્મ “તિરંગા” થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૯૩ માં આવેલી ફિલ્મ “આશિક આવારા” માટે તેમને લક્ષ ન્યુ ફેસનો એવોર્ડ પણ મળ્યો હતો. મમતા કુલકર્ણીએ તે સમય દરમ્યાન લગભગ દરેક મોટા કલાકારો સાથે કામ કર્યું હતું. પરંતુ ઘણા ઓછા લોકોને તે વાતની જાણકારી હશે કે એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે મમતા કુલકર્ણીની પોતાના ટોપલેસ ફોટોશૂટનાં કારણે ધરપકડ કરવા સુધીની પરિસ્થિતિ આવી ગઇ હતી.

નેહા ધૂપિયા

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં નેહા ધૂપિયાનું જાણીતું નામ છે. તેમણે ઘણી સારી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે નેહા ધૂપિયા બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. વર્ષ ૨૦૦૫ માં રિલીઝ થયેલી ફિલ્મ “શીશા” માં નેહા ધૂપિયાએ કામ કર્યું હતું, જે બી-ગ્રેડ ફિલ્મ હતી.

પાયલ રોહતગી

બોલિવૂડની સૌથી વધારે હોટ અભિનેત્રીઓની લિસ્ટમાં એક નામ પાયલ રોહતગીનું પણ આવે છે. પરંતુ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પાયલને કંઈ ખાસ સફળતા મળી શકી નહિ. તમને જણાવી દઈએ કે પાયલ રોહતગીએ ઘણી બધી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ લોકોએ તેમને બિગ બોસ પછી ઓળખવાનું શરૂ કર્યું હતું.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલાએ ૯૦ ના દશકની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સમય દરમિયાન મનીષા કોઈરાલાની ખૂબ બોલબાલા હતી પરંતુ થોડા વર્ષો બાદ જ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર ચાલી થઈ ગઈ. તમને જણાવી દઈએ કે મનીષા કોઈરાલા બી-ગ્રેડ ફિલ્મ “એક છોટી સી લવ સ્ટોરી” માં કામ કરી ચૂકી છે.

અર્ચના પુરણ સિંહ

અર્ચના પુરણ સિંહે ફિલ્મ અને ટેલિવિઝન બંને જગ્યાએ સારી એવી સફળતા મેળવી છે. ટેલિવિઝન પર કોમેડી શો માં અર્ચના જજની ભૂમિકા સારી રીતે નિભાવે છે પરંતુ તમને લોકોને કદાચ જ તે વાતની જાણકારી હશે કે અર્ચના પુરણ સિંહે સની દેઓલ સાથે ફિલ્મ “આગ કા ગોલા” માં બોલ્ડ સીન આપ્યા હતાં.