ફિલ્મ હેરાફેરીમાં દેવી પ્રસાદની પૌત્રીનો રોલ નિભાવવા વાળી બાળકી મોટી થઈને દેખાવા લાગી છે આટલી સુંદર, જુઓ તેમની તસ્વીરો

વર્ષ ૨૦૦૦માં આવેલી બોલિવૂડની સૌથી યાદગાર કોમેડી ફિલ્મોમાંથી એક હેરાફેરીનાં એક એક કિરદારની યાદો લોકોના દિલમાં આજે પણ જળવાયેલી છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની કોમેડી ફિલ્મ “હેરાફેરી” માં એવું જ એક પાત્ર કુલભૂષણ ખરબંદા એટલે કે દેવીપ્રસાદની પૌત્રી રીન્કુનું હતું. દેવીપ્રસાદની પૌત્રીનાં પાત્રને લોકો આજે પણ ભૂલી શક્યા નથી. ફિલ્મમાં રીન્કુનું કિરદાર એન.એલેક્સિયા એનરાએ નિભાવ્યું હતું. આ ફિલ્મમાં એક નાની બાળકીનું પાત્ર ભજવવાવાળી એન હવે ખૂબ જ મોટી થઈ ગઈ છે.

બોલીવુડ ફિલ્મ હેરાફેરી બાદ એન.એ તમિલ ફિલ્મ “અવઇ શાનમુગી” માં કમલ હાસનની દિકરીનો રોલ નિભાવ્યો હતો. ત્યારબાદ આ તામિલ ફિલ્મની હિન્દી રીમેક “ચાચી ૪૨૦” બની હતી. જેમાં કમલ હાસનની દિકરીનો આ જ રોલ ફાતિમા સના શેખએ નિભાવ્યો હતો.

એન.એલેક્સિયા એનરાએ હવે ફિલ્મોથી અંતર બનાવી લીધુ છે કારણ કે એના પિતા ઈચ્છતા નથી કે તે ફિલ્મોમાં એક્ટિંગ કરે. તેમના પિતા ઇચ્છતા હતા કે એન પોતાનાં અભ્યાસ પર ધ્યાન આપે તેથી ફિલ્મ હેરાફેરીની શૂટિંગ પણ તેમણે ગરમીની રજાઓમાં પૂરી કરી હતી. એક્ટિંગ છોડી ચૂકેલી એન હવે ચેન્નઇ સ્થિત પોતાના ઘરમાં રહે છે. એન એ હેરાફેરી બાદ બીજી કોઈ હિન્દી ફિલ્મમાં કામ કર્યું નથી.

એન.એલેક્સિયા એનરાનાં મગજમાં આજે પણ ફિલ્મ “હેરાફેરી” સાથે જોડાયેલી બધી જ યાદો તાજી છે. તે સમયને યાદ કરતા એન.એ જણાવ્યું હતું કે શૂટિંગના સમયે અક્ષય કુમાર ખૂબ જ મસ્તી કરતા હતા. એન.એ એ પણ જણાવ્યું હતું કે એકવાર શૂટિંગ દરમિયાન તે હરતા-ફરતા એક રૂમની પાસે ચાલી ગઈ હતી તો પરેશ રાવલે તેમને ઠપકો આપ્યો હતો. જોકે તેમણે કહ્યું હતું કે પરેશ રાવલે તે જાણી જોઈને કર્યું ના હતું.

એન ચેન્નઈમાં રહે છે તેથી તેમને જાણ પણ ના હતી કે ફિલ્મ હેરાફેરી આટલી મોટી હિટ સાબિત થઈ ચૂકી છે. બાદમાં એન ને પોતાના નોર્થ ઇન્ડિયાના મિત્રો દ્વારા જાણ થઈ કે તેમની ફિલ્મ સુપરહીટ રહી છે અને તે ફિલ્મના એક-એક પાત્રને આજે પણ યાદ કરવામાં આવે છે.

હાલમાં એન.એલેક્સિયા એનરા એક આંત્રપ્રેન્યોરના રૂપમાં કામ કરી રહી છે. તે વેસ્ટ પ્રોડક્ટ્સ માંથી કામની ચીજો બનાવતી એક સ્ટાર્ટઅપ કંપની ચલાવી રહી છે.

જ્યારે એન ને ફિલ્મોમાં પરત ફરવા વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે હવે તેમને એક્ટિંગ કરિયરમાં કોઈ દિલચસ્પી નથી અને આમ પણ હવે તે હિન્દી પણ બોલતી નથી.