જો કોઈ પુરુષમાં આ ૫ ગુણ હોય તો તેની પત્નિ તેમનાથી હંમેશા સંતુષ્ટ રહે છે, આવા પુરુષોને સ્ત્રી ક્યારેય છોડીને જતી નથી

ભારત જ નહી દુનિયાનાં પહેલા અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, સમાજશાસ્ત્રી, નીતિશાસ્ત્રી તરીકે પોતાની ઓળખાણ ધરાવતા આચાર્ય ચાણક્યને કોણ નથી જાણતું. આચાર્ય ચાણક્યની નીતિશાસ્ત્રનાં નિયમોને તમે વાંચશો તો તે તમારા જીવન સાથે જોડાયેલી દરેક હકિકતને વ્યક્ત કરે છે. તે તમારા જીવનને વધારે સારું બનાવવા માટે કાફી હોય છે. તેવામાં તમે તમારા જીવનમાં આચાર્ય ચાણક્યની આ નીતિ સ્થાપિત કરીને કે તેનાં પર અમલ કરીને તમે તમારા જીવનને સારામાં સારું બનાવી શકો છો. આચાર્ય ચાણક્ય એ પોતાની નીતિ દ્વારા ઘણા સંદેશ આપ્યા છે, જેને જાણવા, વાંચવા, શીખવા અને તેના પર અમલ કરવું તમારા જીવન માટે જરૂરી હોય છે.

તેવામાં અમે તમને ચાણક્યની નીતિશાસ્ત્રનાં જે સિધ્ધાંત જણાવી રહ્યા છીએ, તેને જાણીને તમે તમારી પત્નિને હંમેશા ખુશ અને સંતુષ્ટ રાખી શકો છો. પુરુષની અંદર જો ચાણક્યનાં બતાવેલા આ ગુણ હોય તો તમારા પરિવારમાં ખુશી, શાંતિ અને સંતુષ્ટિ વ્યાપ્ત રહે છે. ચાણક્ય પ્રમાણે તો જે પુરુષોમાં કુતરાની જેમ આ ૫ ગુણ હોય છે, તેમની પત્નિ તેમનાથી હંમેશા સંતુષ્ટ રહે છે.

ઓછું મળે તો પણ સંતુષ્ટ રહેવું

ચાણક્ય કહે છે કે પુરુષે તેમની શક્તિ અનુસાર કામ પર ધ્યાન લગાવવું જોઈએ. તેનાથી જે ધન તેને પ્રાપ્ત થાય છે, તેનાથી તેણે સંતુષ્ટ રહેવું જોઈએ. તેની પાસે પોતાની કમાણીનું જેટલું ધન હોય તેમાં જ પરિવારનું પાલનપોષણ કરવું જોઈએ. જે પુરુષ આવું કરે છે, તે સર્વશ્રેષ્ઠ પુરુષાર્થનો માલિક હોય છે. આવા પુરુષોએ કુતરાની જેમ આ ગુણ પોતાની અંદર રાખવો જોઈએ. કુતરાને જેટલું ખાવાનું મળી જાય તેમાં તે સંતુષ્ટ થઈ જાય છે. તેવામાં એક પુરુષને જેટલો પ્રેમ અને ધન મળે તેમાં સંતુષ્ટ રહે તો તેનાં પરિવારમાં ખુશીઓ અને સ્ત્રીઓનાં મનમાં સંતુષ્ટિ રહે છે.

પુરુષોએ હંમેશા સતર્ક રહેવું

તમે કુતરાઓને ધ્યાનથી જોયા હશે. તે થોડો પણ અવાજ થવા પર સતર્ક થઈ જાય છે. એક પુરૂષમાં પણ કુતરાની જેમ સતર્કતાનાં ગુણ હોવા જોઈએ. તે પોતાના પરિવાર, પરિવારની સ્ત્રીઓ અને પોતાનાં કર્તવ્યને લઈને સતર્ક રહે તો તેનાં જીવનમાં ક્યારેય પણ પરેશાની આવતી નથી. એક પુરુષે હંમેશા દુશ્મનોથી સતર્ક રહેવું જોઈએ. તેને પોતાની પરિવારની રક્ષા કરવા માટે સતર્ક રહેવાની સૌથી વધારે જરૂર હોય છે. આવા પુરુષથી તેમની પત્નિ હંમેશા ખુશ રહે છે.

વફાદાર રહેવું

એક સ્ત્રી હંમેશા વફાદાર વ્યક્તિને પ્રેમ કરે છે. આ ગુણ કુતરામાં પણ હોય છે. એટલા માટે તે માલિકનો લાડકો હોય છે. તેના પર તેના માલિક શંકા નથી કરતો. તેવામાં પુરુષો જો પોતાના પરિવારને કલેશથી દુર અને સુખ-શાંતિથી રાખવા માંગે તો તેમણે વફાદાર રહેવાની જરૂર હોય છે. ખાસ કરીને પોતાની પત્નિ પ્રત્યે. તેનાથી તેની પત્નિ હંમેશા સંતુષ્ટ અને ખુશ રહેશે અને પરિવારનું વાતાવરણ પણ હંમેશા સારું રહેશે.

પુરુષની અંદર પુરુષાર્થ એટલે કે વીરતા હોવી જોઈએ

કુતરાની જેમ પુરુષની અંદર પણ વીરતાનાં ગુણ હોવા જોઈએ. તમને ખબર હશે કે કુતરો સમય આવવા પર પોતાનાં માલિકની રક્ષા કરવા માટે જીવ પણ આપી શકે છે. તેવામાં જો તમે પુરુષાર્થી છો અને સમય આવવા પર તમે તમારી પત્નિ માટે જીવ આપવાની ક્ષમતા રાખો છો તો તમારી પત્નિ તમારાથી હંમેશા સંતુષ્ટ રહેશે.

પત્નિને હંમેશા ખુશ અને સંતુષ્ટ રાખો

કહેવાય છે કે જો તમારી પત્નિ તમારા વ્યવહારથી ખુશ અને સંતુષ્ટ હોય તો તમારા ઘરમાં દેવતાઓ નિવાસ કરે છે. તમે સ્ત્રીઓની દરેક તાર્કિક વાતોને માનો છો, તેની ભાવનાઓનું સન્માન કરો છો, હંમેશા તેને સાથ આપો છો અને તેને દરેક ડગલે સાથ આપવાની ક્ષમતા રાખો છો તો તમારો સંબંધ તમારી પત્નિ સાથે હંમેશા સારો રહેશે અને તમારા પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે.