ઝપાઝપી પર ઉતરી આવ્યું હતું સલમાન એશ્વર્યાનું બ્રેકઅપ, અભિષેકનાં લગ્ન પર આવું હતું દબંગ ખાનનું રિએક્શન

ઐશ્વર્યા રાય અને સલમાન ખાનનું બ્રેકઅપ બોલિવૂડમાં સૌથી વધારે વિવાદિત બ્રેકઅપ રહ્યું છે, જેની ચર્ચાઓ આજ સુધી થઈ રહી છે. જેમકે તમે બધા જ લોકો જાણો છો કે વર્તમાન સમયમાં ઐશ્વર્યા અમિતાભ બચ્ચનની વહુ અને અભિષેક બચ્ચનની પત્નિ છે. તેમની એક લાડલી દિકરી આરાધ્યા બચ્ચન પણ છે.

એક જમાનો હતો જ્યારે ઐશ્વર્યા અને સલમાન એકબીજાને ડેટ કરતા હતા, તે વર્ષ ૧૯૯૦ થી લઈને ૨૦૦૦ વચ્ચેની વાત છે. ત્યારે બંને હમ દિલ દે ચૂકે સનમ (૧૯૯૯), ઢાઈ અક્ષર પ્રેમ કે (૨૦૦૦), હમ તુમ્હારે હૈ સનમ (૨૦૦૨) જેવી ફિલ્મો સાથે કરી હતી. તે બંનેનો સંબંધ લગભગ ૨ વર્ષ સુધી ચાલ્યો અને બાદમાં ૨૦૦૨માં તે બંને અલગ થઈ ગયા.

જોકે આ બ્રેકઅપ એટલી સરળતાથી થયું ના હતું. તેના કિસ્સાઓ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં તો સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સલમાન અને મારું બ્રેકઅપ થઈ ગયું છે પરંતુ તે આ વાત માનવા માટે તૈયાર નથી. તે ફોન પર મને અજીબ વાતો કહે છે. તેમણે મારા પર હાથ પણ ઉઠાવ્યો. એ તો હું ભાગ્યશાળી હતી કે મારા ચહેરા પર કોઇ નિશાન પડ્યું નહી. અમારા બ્રેકઅપનું કારણ સલમાનનો હિંસક વ્યવહાર હતો.

ઐશ્વર્યાનાં આ ઇન્ટરવ્યુ પછી સલમાન ખાને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મેં એશ્વર્યાને ક્યારેય માર્યું નથી, પરંતુ મેં પોતાને ખૂબ જ કંટ્રોલ કર્યું છે. તેમણે મને ચમચી ફેંકીને મારી હતી, મારા માથામાં પ્લેટ ફોડી હતી, ત્યારબાદ જ મારો હાથ ઉઠ્યો હતો.

સલમાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ જ્યારે મિડિયામાં બદનામ થયું તો બંનેએ એકબીજાની સાથે ક્યારેય પણ કામ ના કરવાની કસમ ખાઈ લીધી. એટલું જ નહી તે બંને એકબીજાને પાર્ટી કે એવોર્ડ ફંક્શનમાં ઇગ્નોર પણ કરવા લાગ્યા.

સલમાન સાથે બ્રેકઅપ થયા બાદ એશ્વર્યાનાં જીવનમાં અભિષેક બચ્ચન આવી ગયા. બંનેએ વર્ષ ૨૦૦૭ માં લગ્ન કરી લીધા. આ લગ્ન પછી જ્યારે સલમાન પાસેથી પ્રતિક્રિયા માંગવામાં આવી તો તેમણે કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે ઐશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કર્યા છે. અભિષેક સારા પરિવારમાંથી છે. તેની સાથે જ સલમાને ઐશ્વર્યા અને અભિષેકને અભિનંદન પાઠવતા તેમની ખુશી અને સલામતી માટે દુઆ પણ કરી હતી.

વર્તમાન સમયમાં ઐશ્વર્યા પોતાના પતિ અભિષેકની સાથે ખુશહાલ જીવન પસાર કરી રહી છે. વળી સલમાન ખાન હજુ સુધી કુંવારા છે અને લગ્નની તેમને કોઈ જલ્દી નથી. જોકે તે હાલના દિવસોમાં રોમાનિયન મોડલ યુલિયા વંતુરને ડેટ જરૂર કરી રહ્યા છે.