મોઢામાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો થઈ જાઓ સાવધાન, હોઈ શકે છે મોઢાનું કેન્સર

Posted by

વર્તમાન સમયમા લોકોની જીવનશૈલી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે કોઈપણ પોતાના સ્વાસ્થ્ય પર બિલકુલ પણ ધ્યાન આપી શકતું નથી. સમયની સાથે સાથે લોકો ઘણા પ્રકારની બીમારીઓથી પીડિત રહે છે. આમ તો બધી જ બીમારીઓ ખૂબ જ ખતરનાક હોય છે પરંતુ આ બધી બીમારીઓમાંથી કેન્સરની બીમારીને જીવલેણ માનવામાં આવે છે. હંમેશા કેન્સરનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. મોઢાનું કેન્સર પણ હોય છે જેને ઓરલ કેન્સર પણ કહેવામાં આવે છે. મોઢાના કેન્સરના દર્દી સૌથી વધારે ભારતમાં મળી આવે છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે ભારતમાં મોટાભાગના લોકો ગુટકા, મસાલા, તમાકુ વગેરેનું સેવન કરે છે.

પરંતુ એવું પણ નથી કે તમાકુ જેવી ચીજોનું સેવન કરનાર લોકોને જ મોઢાનું કેન્સર થઈ શકે છે. જી હા મોઢાનું કેન્સર કોઈને પણ થઈ શકે છે. જો મોઢાનું કેન્સર થાય છે તો શરૂઆતમાં તેના સામાન્ય સંકેત જોવા મળે છે. આજે અમે તમને મોઢાના કેન્સરના શરૂઆતી લક્ષણો શું હોય છે ? કયા લોકોને મોઢાના કેન્સરનું વધારે જોખમ રહે છે ? અને મોઢાના કેન્સરથી બચવા માટે શું કરવું જોઈએ ? તેમના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

મોઢાના કેન્સરના શરૂઆતના લક્ષણો શું હોય છે ?

  • મોઢાની અંદર સફેદ ચાંદી પડવી કે નાની-મોટી ઇજા થવી મોઢાના કેન્સરની શરૂઆત હોઈ શકે છે.
  • મોઢાની અંદર સફેદ ડાઘ, ઇજા, ચાંદી પડવી જો લાંબા સમય સુધી રહે છે તો તે આગળ જઈને મોઢાના કેન્સરની સમસ્યા બની શકે છે.
  • જો તમને કોઈપણ વસ્તુ ગળવામાં તકલીફ થતી હોય, મોઢામાંથી વાસ આવતી હોય, અવાજમાં પરિવર્તન આવી જાય, અવાજ બેસી જાય તો તે મોઢાનાં કેન્સરનાં લક્ષણો હોઈ શકે છે.
  • જો મોઢામાંથી વધારે લાળ ટપકતી હોય કે રક્તમિશ્રિત લાળ વહેતી હોય તો તેને મોઢાનાં કેન્સરનાં લક્ષણો માનવામાં આવે છે.

કયા લોકોને વધારે રહે છે મોઢાના કેન્સરનું જોખમ ?

  • નબળી રોગપ્રતિકારક શક્તિના લીધે પણ સામાન્ય રીતે મોઢાના કેન્સરનું જોખમ રહે છે.
  • જો મોઢાની યોગ્ય રીતે સફાઇ કરવામાં ના આવે તો લાંબા સમયે મોઢાનાં રોગો કે પછી કેન્સર થવાની સંભાવના રહે છે.
  • જે લોકો ગુટકા, પાન, સોપારી, પાન-મસાલા જેવી ચીજોનું સેવન કરે છે તે લોકોને પણ મોઢાના કેન્સરનું જોખમ વધારે રહે છે.
  • બીડી, સિગરેટ, મદિરા, ગાંજા વગેરેનું સેવન કરતા લોકોને પણ મોઢાના કેન્સરનું જોખમ વધારે રહે છે.

મોઢાના કેન્સરથી બચવા માટે શું કરવું જોઈએ

  • જો તમે મોઢાના કેન્સરથી બચવા માંગતા હોય તો તમારે ધૂમ્રપાન અને નશાથી દૂર રહેવું જોઇએ.
  • તમારે પોતાના મોઢાની દરરોજ યોગ્ય રીતે સફાઇ કરવી જોઇએ. દાંત અને મોઢાની ખૂબ જ સારી રીતે દિવસમાં બે વાર સફાઈ કરવાથી તમે મોઢાના કેન્સરથી બચી શકો છો.
  • જો દાંત અને દાઢ કે પછી મોઢાની અંદર કોઈપણ પ્રકારનું પરિવર્તન જોવા મળે તો આ સ્થિતિમાં તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
  • કોલ્ડ્રિંક્સ, બંધ ડબ્બામાં રાખેલી ચીજો, જંક ફૂડ જેવી ચીજોનું સેવન ના કરવું જોઈએ.
  • જો તમે ફળ શાકભાજી કે સલાહનું સેવન કરી રહ્યા હોય તો તેમને ખૂબ જ સારી રીતે ધોઈને ઉપયોગમાં લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *