પોતાના બાળકોને આપો સમગ્ર પરિવાર સાથે બેસીને જમવાની આદત, બાળકોના સ્વભાવમાં આવવા લાગશે આ ૫ સકારાત્મક બદલાવ

Posted by

શું તમે મહેસૂસ કરી રહ્યા છો કે આજકાલ બાળકોમાં જોડાણ અને લાગણી પોતાના માતા-પિતા સાથે પહેલાની અપેક્ષામાં ઓછી થઈ ગઈ છે? બધા પરિવારમાં આવું થાય, તે જરૂરી નથી. પરંતુ મોટાભાગના ફેમિલીમાં આજકાલ બાળકો પોતાના માતા-પિતા થી થોડા દૂર રહેવા લાગ્યા છે. બાળકોને નાની-નાની વાતો પર ગુસ્સો આવવો, માતા-પિતા સાથે અચકાઈને વાત કરવી, કારણ વગર જીદ કરવી અને ખોટું બોલવાની આદતો મળી આવે છે. બાળકોના સંસ્કારમાં આવનારા બદલાવને કારણે તેમના ઉછેરની સાથે-સાથે તે નાની-નાની આદતો પણ છે, જેને આપણે પાછળ છોડી દીધી છે.

આજકાલ લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમને બાળકો સાથે વાત કરવાનો અને તેમને સમજવાનો સમય નથી મળતો. જ્યારે તમારા બાળકો તમારી ભાવનાઓને સમજશે જ નહીં, તો તમારી સાથે કનેક્ટ કેવી રીતે થઇ શકશે? પોતાના બાળકોને સારા સંસ્કાર, સારું સ્વાસ્થ્ય આપવું અને તેમની સાથે ભાવનાત્મક જોડાણ માટેની સૌથી સરળ રીત છે, ફેમિલી ઇટીંગ. એટલે કે પરિવારના બધા સદસ્યો સાથે બેસીને ભોજન લેવું જોઈએ. જો બંને ટાઈમ સંભવ ન હોય તો દિવસમાં ઓછામાં ઓછું એક વખત બધા લોકોએ સાથે બેસીને જરૂરથી ભોજન લેવું જોઈએ. ચાલો તમને જણાવી દઈએ કે જો તમે પોતાના બાળકો અને પરિવારના બધા સદસ્યોની સાથે બેસીને ભોજન લેવાની આદતની શરૂઆત કરો છો તો તેનાથી તમારા બાળકોમાં કયા-કયા સકારાત્મક પરિવર્તન આવશે.

માતા-પિતા અને બાળકોની વચ્ચે સારો બનશે સંબંધ

જો તમને દિવસના સમય ન મળતો હોય તો રાતના સમયે પોતાના બાળકો અને સમગ્ર પરિવારની સાથે બેસીને ભોજન લેવું જોઈએ. આ દરમિયાન બાળકોને તેમના સમગ્ર દિવસ વિશે, જરૂરિયાતો વિશે, આગળની પ્લાનિંગ વિશે તથા મિત્રો વિશે વાતચીત કરો. જો કોઈ વિષય ના હોય તો કારણ વગર વાતો કરો. તમે જેટલા વધારે બાળકોની સાથે હળી-મળીને રહેશો, તમારા બાળકો જેટલો વધારે પ્રેમ, સુરક્ષા અને ખૂબ જ સારું મહેસૂસ કરશે. તમે બાળકોની સાથે પોતાના અથવા તેમના મનપસંદ ભોજનને એન્જોય કરી શકો છો. જેનાથી તમને તેમની પસંદ-નાપસંદ અને સ્વભાવ વિશે વધારે જાણકારી મળી શકશે. ધ્યાન રાખો કે ભોજન લેતા સમયે નિરાશા ભરેલી અથવા નકારાત્મક વાતો કરવી નહીં. આ પ્રકારની વાતો તમે અન્ય કોઈ સમય પર કરી શકો છો.

ભાઈ-ભાઈ અથવા ભાઈ-બહેન વચ્ચેનો પરસ્પર પ્રેમ વધે છે

આજકાલના સમયમાં એવું જોવા મળે છે કે એક જ માં-બાપનાં બે બાળકો પરસ્પર એકબીજા સાથે કનેક્શન મહેસૂસ કરી શકતા નથી. શરૂઆતથી જ તેમને અલગ અલગ રહેવાની આદત થી ભાઈ-ભાઈ અથવા ભાઈ-બહેનની વચ્ચે પ્રેમ પેદા થતો નથી, જેના કારણે તેઓ આગળ સુખ-દુઃખમાં એકબીજાનો સાથ નિભાવી શકે. જો કે આજકાલ મોટાભાગનો સમય બાળકો પોતાની સ્કુલ, હોમવર્ક, ટ્યુશન, કોચિંગ અને મિત્રોની સાથે વ્યસ્ત રહે છે. એટલા માટે રાત્રીના ભોજન દરમિયાન જ તે સમય છે, જ્યારે પરિવારના બધા સભ્યો હળીમળીને જમે છે અને પરસ્પર વાતો કરી શકે છે. તમે બે બાળકોની વચ્ચે સારું કનેક્શન બનાવવા માટે તેમને એકબીજા વિશે સવાલ કરી શકો છો અથવા તેમને એક સાથે મળીને કરવા માટે કોઈ કામ આપી શકો છો.

બાળકો સ્વસ્થ રહે છે, સ્થૂળતા વધતી નથી

અવારનવાર ટીવી જોતા, ગેમ રમતા અથવા કોઈ કામ કરતા સમયે જમવાથી બાળકો પોતાની ભૂખ કરતાં વધારે જમી લેતા હોય છે, જેનાથી બાળપણમાં જ તેઓ સ્થૂળતા સહિત ઘણી બધી શારીરિક પરેશાનીઓનો શિકાર થવા લાગે છે. પરંતુ જોવામાં આવ્યું છે કે જ્યારે તેઓ સમગ્ર પરિવારની સાથે બેસીને ભોજન કરે છે, તો બાળકો અને વડીલો બંને પોતાની જરૂરિયાત પૂરતું જ જામે છે. તેનાથી ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને કેન્સર જેવી બીમારીઓથી રક્ષણ મળે છે. એટલા માટે તમારા અને તમારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાથે બેસીને જમવાની આદત સારી છે.

હેલ્ધી ભોજન પણ સરળતાથી ખાઈ લે છે બાળકો

ઘણી વખત માં-બાપની ફરિયાદ હોય છે કે તેમના બાળકો હેલ્ધી છીજો ખાતા નથી, પરંતુ બજારમાં મળતી પ્રોસેસ્ડ અને રેડી-મેડ ચીજો વધારે ખાય છે. આ આદત પર લગામ લગાવવા માટે તમે ફેમિલી ઇટિંગની આદત બનાવી શકો છો. હકીકતમાં જ્યારે બાળકો સાથે બેસીને જમે છે, તો બાળકો તે જ વસ્તુ ખાય છે જે વડીલો ખાતા હોય છે. સાથે બેસીને જમવાથી બોરિંગ ભોજન પણ ટેસ્ટી લાગવા લાગે છે. કારણ કે તે સમયે જમવાની સાથે સાથે બધાના ઈમોશન્સ અને વાતચીત પણ ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે.

પરિવારના સંસ્કાર અને રિવાજ જલ્દી શીખે છે બાળકો

સમગ્ર પરિવારની સાથે બેસીને જમવાની આદત એટલા માટે પણ સારી છે, કારણ કે તેનાથી બાળકો પોતાના પરિવારના સંસ્કાર, ધાર્મિક સંસ્કાર અને રીતરિવાજો ખુબ જલ્દી થી શીખી જાય છે. બાળપણથી જ સાથે બેસીને જમવાથી બાળકોમાં સારા સંસ્કાર પેદા કરે છે અને તેમને પોતાના ઇમોશન્સને સેલ્ફ કંટ્રોલ કરવાનું શીખવાડે છે. એટલા માટે બાળકો વધારે શાંત સ્વભાવના અને સંસ્કારી બને છે. તે સિવાય ઘરના સામાનની શોપિંગ કરવામાં, ઘરનાં નાના-નાના નિર્ણય લેવામાં બાળકોનો અભિપ્રાય લેવાથી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે અને ફેમિલી ખુશ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *