રાશિફળ ૧૬ સપ્ટેમ્બર : ભગવાન ગણેશની કૃપાથી આ ૪ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

Posted by

મેષ રાશિ

આજે જો કોઈ વાતને લઈને તમે પરેશાન હોય તો તેને શેર કરો. આવું કરવાથી તમને કોઈ કમજોર નહી સમજે. તમારા રોમેન્ટિક લાઇફની વાત કરીએ તો જૂની વાતો ભૂલીને એક નવી શરૂઆત કરવાની કોશિશ કરો. કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય પસાર થશે. વ્યવસાયમાં કોઈ દગાથી બચવા માટે તમારે આંખ અને કાન ખુલ્લા રાખવા પડશે. તમારા કામ અને શબ્દો પર ધ્યાન આપો. ઓફિસમાં ટીમ ભાવનાથી કામ કરી શકશો. મિત્રો અને વડીલો તરફથી લાભ મળશે.

વૃષભ રાશિ

આજે તમને રોજગારમાં સફળતા મળશે. આજનો દિવસ લાભદાયક સાબિત થવાની આશા રાખી શકો છો. આજે જીવનસાથી પાસેથી કોઈ ઉપહાર મળવાથી તમે ખાસ મહેસૂસ કરી શકશો. આજે તમે કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ઘર પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે. હસી મજાકમાં કહેવામાં આવેલી વાતોને લઈને કોઈ પર શક કરવાથી બચવું જોઈએ. નોકરી કે વ્યવસાયમાં પ્રમોશન અને આવકમાં વધારો થવાના યોગ છે.

મિથુન રાશિ

પિતા તરફથી લાભ મળશે. તમારી પરેશાની વ્યક્ત કરવી તે શક્તિનું સૂચક છે. કામકાજની વાત કરવામાં આવે તો આજનો દિવસ પડકારોથી ભરેલો રહી શકે છે. જો તમારી પાસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની દ્રઢ ઇચ્છાશક્તિ છે તો તમારા માટે કંઈપણ અસંભવ નથી. કામ પ્રત્યે તમારી બેદરકારી તમારા બોસનો મૂડ બગાડી શકે છે. મિત્રો અને પરિવારના સભ્યો તમારો ઉત્સાહ વધારશે. પોતાના પ્રિયજનથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ સાબિત થશે.

કર્ક રાશિ

આજે અમુક મહત્વપૂર્ણ કાર્યોમાં અડચણો આવશે. જેનાથી તમે ખૂબ જ ચિંતામાં રહેશો. જો તમે લાંબા સમય માટે રોકાણ કરશો તો સારો એવો ફાયદો મળી શકે છે. તમારા પરિવારમાં કોઈ પ્રકારની મૂંઝવણની સ્થિતિ બની રહેશે. આ સમસ્યાઓમાં સમય અને શક્તિનો ખર્ચ થઈ શકે છે. આર્થિક રીતે આજનો દિવસ વધારે ફાયદાકારક નથી. શરીર અને મનમાં બેચેની અને અસ્વસ્થતાનો અનુભવ થશે.

સિંહ રાશિ

આજે તમારા સહયોગીઓની સાથે ઝઘડો તમારા માટે કોઈ કામને વધારે મુશ્કેલ બનાવી શકે છે. તમે મહેનત કરો અને આગળ વધો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પરંતુ પાણીની જેમ સતત વહેતા પૈસા તમારી યોજનાઓમાં અડચણ ઉભી કરી શકે છે. વૈવાહિક જીવન સુખી રહેશે. પાછલા ઘણા દિવસથી તમારું જીવનસાથી નારાજ થયાની લાગણી અનુભવતા હતા. પરંતુ આજે તેમનો વ્યવહાર બદલાયેલો રહેશે.

કન્યા રાશિ

સાહસિક લોકોની સાથે ભાગીદારીમાં આગળ વધો. વાણી પર નિયંત્રણ રાખો. વાહન અને મશીનરીના પ્રયોગમાં બેદરકારી ના દાખવો. ઘરમાં મતભેદ થઈ શકે છે. જુના રોકાણના લીધે આવકમાં વધારો થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે પરંતુ જીવનસાથી સાથે કોઈ નાની વાત પર મતભેદ ઘરની શાંતિને ભંગ કરી શકે છે. જોખમના કાર્યો ટાળો. લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો.

તુલા રાશિ

રોમાન્સના મામલામાં આજે સારો દિવસ છે. બીજા લોકોને વગર માંગી સલાહ ના આપો. પરણિત કપલ માટે આજનો દિવસ થોડો કંટાળાજનક પસાર થશે. આજે તમે બંને પોતપોતાના કામમાં થોડા વધારે જ વ્યસ્ત રહેશો. જેના લીધે તમે બંને એકબીજા સાથે સમય પસાર કરી શકશો નહી. તમારું ખરાબ પ્રદર્શન તમારા ઉપરી અધિકારીઓને નારાજ કરી શકે છે. લેખક, કારીગર, કલાકારોને પોતાની કુશળતા પ્રદર્શિત કરવાનો અવસર મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

વૃશ્ચિક રાશિ

તમારી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવાના તમારા પ્રયાસ નિશ્ચિત રૂપથી તમને ફળ આપશે. તમારા ખાલી સમયમાં કોઈ એવું કામ કરો જેનાથી તમને સારુ મહેસૂસ થાય. નકામા વિચારો આજે તમને પરેશાન કરી શકે છે. નવા કાર્ય કરવા માટે પ્રેરિત થશો. નાની મુસાફરીની સંભાવના છે. તમારો જીવનસાથી તમને કોઈ વિશેષ ઉપહાર આપી શકે છે. શત્રુઓ તરફથી શાંતિ રહેશે. નોકરી કરનાર લોકોને પ્રમોશનની સંભાવના છે.

ધન રાશિ

આજે તમારા કાર્યક્ષેત્રમાં પહેલાથી વધારે ઉત્સાહ હશે. કોર્ટ-કચેરીના કામ અનુકૂળ રહેશે. આજે લેવડ-દેવડમાં તમારાથી કોઈ મોટી ભૂલ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. કાર્યક્ષેત્ર પર લોકો સાથે વાતચીત કરવામાં સમજણ અને ધૈર્ય રાખો. જો કોઈ જગ્યાએ બહાર જવાની યોજના હોય તો તે અંતિમ ક્ષણે મુલતવી રાખવી પડી શકે છે. મહત્વપૂર્ણ મામલાઓમાં સારી પ્રગતિ છે. પૈસા કમાવવાનો અવસર મળી શકે છે.

મકર રાશિ

સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. મિત્ર તેમજ સંબંધી મદદ કરવા માટે આગળ આવશે. તમે તમારા સૌથી મોટા કામ પર ધ્યાન આપો. તમને લાગશે કે તમારે પોતાના ઉત્પાદન અને તમારી સેવાઓનો વિસ્તાર કરવો જોઈએ. જો તમે તમારી રચનાત્મક પ્રતિભાને યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હિંમતથી કામ લેવું પડશે. બૌદ્ધિક તેમજ લેખન કાર્ય માટે દિવસ સારો પસાર થશે.

કુંભ રાશિ

આજે કોઈ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે આજનો દિવસ ચિંતામાં પસાર થશે. ભાઈઓ અથવા તો ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. ઓફિસમાં આજે કોઈપણ એવું કામ ના કરો કે જેના કારણે સમસ્યા ઊભી થાય. તમારા કામ પર જ ધ્યાન આપશો તો સારું રહેશે. વ્યવસાય બરાબર ચાલશે. કોઈ સોદા પર હસ્તાક્ષર કરતાં સમયે સતર્ક રહો. બીજાના ઝઘડાઓમાં તમે પોતે સામેલ ના થાઓ. તમારા મનમાં જલ્દી પૈસા કમાવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થશે.

મીન રાશિ

આજે અમુક લોકો માટે આકસ્મિક યાત્રા તણાવપૂર્ણ રહેશે. અનપેક્ષિત લાભ થઈ શકે છે. પોતાના વડીલોની વાતોને અવગણો નહી. જો આજે તે તમને કોઈ સલાહ આપે છે તો તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. આવનાર સમયમાં તમને તેનાથી કોઈ મોટો ફાયદો થઈ શકે છે. આજે તમને બધા તરફથી સહયોગ મળશે. તમે તમારા કામ પર ધ્યાન આપો સફળતા જરૂર મળશે. પરિવારની જવાબદારીઓને ના ભૂલો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *