રાશિફળ ૫ જાન્યુઆરી : આ ૩ રાશિઓ માટે સારો રહેશે મંગળવારનો દિવસ, નોકરી અને વ્યવસાયમાં ભાગ્ય આપશે સાથ

Posted by

મેષ રાશિ

મેષ રાશિના વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે. મિત્રો તરફથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. વ્યવસાયનું વિસ્તરણ કરી શકશો. પરણિત લોકોના દાંપત્યજીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. ખુશીઓમાં વધારો થશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, આવકના નવા સ્ત્રોત બનશે. તમારી કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે, જેના લીધે તમારું મન હર્ષિત રહેશે. તમે આરામ મહેસૂસ કરશો કારણકે માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારા અમુક કામ વિલંબથી પૂરા થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે સંપત્તિ સંબંધિત કાર્યો બનશે. કાર્યક્ષેત્રમાં અનુભવી લોકો તમને સહયોગ આપશે. ઓફિસમાં કોઈ નવો પ્રોજેક્ટ મળશે, જેમને પૂરો કરવામાં તમે સફળ પણ રહેશો. પ્રેમજીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તમારા પ્રિય વ્યક્તિ સાથે સંબંધમા સુધારો આવશે. પરણિત લોકોના દાંપત્યજીવનમાં તણાવપૂર્ણ સ્થિતિઓ આવી શકે છે. આર્થિક ક્ષેત્રમાં કરવામાં આવેલ કાર્યોમાં સફળતા મળશે. ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવા માટે તમે નવી યોજનાઓ બનાવશો.

મિથુન રાશિ

આજે મહત્વપૂર્ણ લોકો સાથે તમારી મુલાકાત થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં સંબંધોનો લાભ મળશે. આજે તમારા મનમાં એકસાથે ઘણા બધા કામ હશે, તેમને પૂરા કરવા તમારા માટે જરૂરી રહેશે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. આજે તમારી આવકમાં પણ વધારો થશે. પ્રેમ જીવનમાં તણાવ જળવાઈ રહેશે. તમારા પરિવાર લોકો તરફથી પૂરો સહયોગ મળશે. નોકરી પરિવર્તન કરવાનો વિચાર આવી શકે છે.

કર્ક રાશિ

આજે પોતાના જીવનસાથી સાથે અનુકૂળતા તમારા પરિવાર માટે વરદાન સાબિત થશે. પરિવારના લોકો તરફથી સહયોગ મળશે. કામકાજની બાબતમાં પરિવારના લોકોના સહયોગથી ઘણા કાર્યો પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરીને તમને ખૂબ જ સારું મહેસુસ થશે. તમારા ઘરના મંદિરમાં સવાર-સાંજ ઘી નો દિવો પ્રગટાવવો, તમારા કામમાં સ્થિરતા જળવાય રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો આજે રણનીતિ બનાવીને કામ કરશે તો શત્રુઓને પરાજય આપવામાં સફળ રહેશે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. પરિવારમાં કોઈ વાતને લઈને વાતાવરણ બગડી શકે છે, જેના લીધે તમે પરેશાન રહેશો. તમારે પોતાની ખાણીપીણી પર પૂરું ધ્યાન આપવું. આજે તમે થોડા લાગણીશીલ પણ થઈ શકો છો પરંતુ તેનાથી તમારે બચવું પડશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. પેટની નીચેના ભાગથી પીડિત લોકોને સતર્ક રહેવાની જરૂરિયાત રહેશે.

કન્યા રાશિ

આજે તમારે પોતાના કામ ઉપર ધ્યાન આપવું. આજે તમારું કરિયર અચાનક વળાંક લઇ શકે છે. પરિવારના કોઈ નાના સદસ્યને પરેશાની થઇ શકે છે. યાત્રા પર જવા માટે આજનો દિવસ સારો નથી. ગાયત્રી મંત્રના જાપ કરવા, સમસ્ત સમસ્યાઓનું સમાધાન મળશે. પ્રેમ જીવનમાં ખુશીની ક્ષણો આવશે અને તમે પોતાના મિત્રોની સાથે કોઈ પાર્ટી કરી શકો છો. પોતાનું વર્તન પ્રામાણિક અને સ્પષ્ટવાદી રાખવું. પ્રેમીની લાગણીનું પણ ધ્યાન રાખવું.

તુલા રાશિ

આજે તમે પોતાના કામ સંબંધિત કોઈ યાત્રા પર જઈ શકો છો પરંતુ તેવું પણ બની શકે છે કે તમે આ યાત્રા પોતાના મિત્રોની સાથે જ કરો. તમારું દાંપત્યજીવન ખુશનુમા રહેશે. વ્યવસાયમાં આજે ઉન્નતિનો દિવસ છે. તમારી ઘણી યોજનાઓ સફળ થશે અને તમને ખુશી પણ થશે. આજે તમે કોઇ કામમાં ખૂબ જ વધારે વ્યસ્ત રહેશો. અન્ય કોઈ લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક સિદ્ધ થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારું પારિવારિક જીવન આરામદાયક રહેશે અને સામાજિક રૂપથી તમે વધારે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે તમારે પડકારોનો સામનો કરવો પડશે. પોતાના કોઈ મિત્રને તમારા પ્રેમ જીવનમાં હસ્તક્ષેપ કરવા દેશો નહી. જે લોકો પરણિત છે તેમનું દાંપત્ય જીવન સારું રહેશે. લવ મેટ એ એકબીજાને ગિફ્ટ આપવી, સંબંધો મજબૂત બનશે.

ધન રાશિ

આજે તમે પોતાના વ્યવસાયમાં અમુક બદલાવ લાવવાનો વિચાર બનાવી શકો છો. કામકાજની બાબતમાં નવા અવસરો મળશે. આજે કોઈ જગ્યાએથી આવેદન સ્વીકાર થઈ શકે છે અને નોકરી માટે ઇન્ટરવ્યુ કોલ આવી શકે છે. આજે તમે પોતાના ઘર પરિવારના લોકોની સાથે કોઈ ધાર્મિક સ્થળ કે પિકનિક પર જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. તમને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા કરવામાં આવશે.

મકર રાશિ

આજે કોઈ જટિલ મામલાનો ઉકેલ આવી શકે છે. સારા અવસર તમને પ્રાપ્ત થઇ શકે છે. આજે તમે મન લગાવીને કામ કરશો તો તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા ઘરે કોઈ સંબંધીનું આગમન થવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, સાથે જ કોઈ જગ્યાએ ફરવા જવાનો પણ પ્લાન બનાવી શકો છો. સુખ સુવિધાઓના કારણે ખર્ચાઓ વધારે થશે જેનાથી મન દુઃખી થઈ શકે છે. કાર્યસ્થળમાં કાર્યોનું ભારણ વધારે રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં લાભ મળવાની સંભાવના છે.

કુંભ રાશિ

આજે તમારા ભાવિ જીવન માટે મજબૂત પાયો નાખવાનો યોગ્ય સમય છે. પરિવારમાં પણ પરસ્પર પ્રેમમાં વધારો થશે. પરણિત જાતકોના દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ આવશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. કોઈ પ્રોજેક્ટને લઈને સિનિયર અધિકારી સાથે ફોન પર વાતચીત થશે. પ્રેમની બાબતમાં તમારે સાવધાનીપૂર્વક કામ લેવું જોઈએ. સાહસ અને ધીરજમાં વધારો થશે. શારીરિક રૂપથી કોઈ પરેશાનીનો સામનો થઈ શકે છે.

મીન રાશિ

આજે કોઈપણ કાર્ય કરતાં પહેલાં ખૂબ જ સારી રીતે સમજી-વિચારી લેવું. વધારે પડતી ઠંડી પ્રકૃતિની વસ્તુઓનું સેવન ના કરવું, તેના લીધે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. કામકાજની બાબતમાં સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. પોતાના કામથી કામ રાખવું અને અન્ય લોકોની બાબતમાં દખલગીરી કરવી નહી. મોટા અવરોધોથી છુટકારો થવાના યોગ બની રહ્યા છે. નોકરી સંબંધિત કોઈ ખુશખબરી પ્રાપ્ત થઇ શકે છે. આજે કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પરત મળશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૫ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *