સની દેઓલ ચંપલ કાઢીને કરવાના હતાં ધોલાઇ, સલમાન ખાને જણાવ્યો મજેદાર કિસ્સો

૯૦ના દશકમાં સની દેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રહી ચૂક્યા છે. તેમણે તે સમય દરમિયાન જિદ્દી, ઘાતક, બોર્ડર અને ગદ્દર જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે સની ની પાસે પૈસાની કોઇ કમી નથી પરંતુ તેમ છતાં પણ તે સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. પડદા પર એન્ગ્રી યંગમેનની ભૂમિકા નિભાવવા વાળા સની રિયલ લાઇફમાં ખૂબ જ શાંત છે પરંતુ શું તમે જાણો છો કે એકવાર સની દેઓલને એટલો ગુસ્સો આવી ગયો હતો કે તેમણે મારવા માટે ચપ્પલ કાઢયું હતું. આ કિસ્સાના વિષે ખુદ સલમાન ખાને જણાવ્યું હતું.

હકીકતમાં એકવાર સની દેઓલ ટીવી રિયાલિટી શો બિગ બોસ નાં સેટ પર પહોંચ્યા હતાં, જેમને સલમાન ખાન હોસ્ટ કરે છે. તેવામાં સલમાને સની ની સામે તેમનો જ એક મજેદાર કિસ્સો જણાવ્યો હતો. આ કિસ્સો સની દેઓલની પહેલી ફિલ્મ “બેતાબ” પહેલાનો છે. આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થઈ હતી.

સલમાને જણાવ્યું હતું કે સની કોઈ પેટ્રોલ પંપ પર હતાં ત્યારે તેમને અચાનક ૭-૮ યુવકોએ ઘેરી લીધા હતાં અને તેમની સાથે મજાક-મસ્તી કરવા લાગ્યા હતાં. સની દેઓલ એ પહેલાં તો તે યુવકોને મનાઈ કરી પરંતુ જ્યારે તેમણે પોતાની હરકતો બંધ કરી નહી તો તેમણે ગુસ્સામાં આ યુવકોને મારવા માટે પોતાનું ચપ્પલ કાઢયું હતું. સનીનું આ રૂપ જોઈને યુવાનો ત્યાંથી ભાગી ગયા હતાં.

ફિલ્મ “બેતાબ” થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા વાળા સની દેઓલ અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. જોકે હવે તેમની સ્ટારડમ ખોવાઈ ગઈ છે. સની દેઓલએ વર્ષ ૨૦૧૧માં પોતાની છેલ્લી હિટ ફિલ્મ “યમલા પગલા દિવાના” કરી હતી.

જો કે વર્ષ ૨૦૧૮ માં સની દેઓલ “ભૈયાજી સુપરહિટ” ફિલ્મમાં જોવા મળ્યા હતાં, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ફિલ્મોમાં સફળતા મેળવ્યા બાદ હવે સની દેઓલ રાજકારણમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તે પંજાબના ગુરુદાસપુર લોકસભા સીટ પરથી બીજેપીનાં સાંસદ છે.