તમાકુનું વ્યસન છોડવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય, એક મહિનામાં છૂટી જશે વ્યસન

તમાકુનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને તેને ખાવાથી ઘણાં પ્રકારની બીમારીઓ થાય છે. જે લોકો વધારે પ્રમાણમાં તમાકુનું સેવન કરે છે તે લોકોને મોઢાનું કેન્સર થવાનું જોખમ સૌથી વધારે હોય છે. તમાકુ એક નશા જેવી હોય છે જેને છોડવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જે લોકો તમાકુ ખાય છે તે લોકોને તેની ખરાબ આદત પડી જાય છે. જો તમને પણ તમાકુ ખાવાની ખરાબ આદત હોય અને તમે તેને છોડવા માંગતા હોય તો તમે તેને આસાનીથી છોડી શકો છો. તમાકુ છોડવા માટે નીચે બતાવવામાં આવેલ ઉપાયો કરો. આ ઘરેલુ ઉપાયો કરવાથી તમાકુની આદત સરળતાથી છૂટી જશે.

વરીયાળી અને સાકર

તમને જ્યારે પણ તમાકુ ખાવાનું મન કરે તો તમે તેની જગ્યાએ વરીયાળી અને સાકર ખાઈ લો. વરીયાળી અને સાકરનો પાવડર એકસાથે ખાવાથી તમાકુની આદત ધીરે ધીરે ઓછી થવા લાગશે. ઘણા લોકોને તમાકુ ચાવવાની આદત હોય છે અને આ આદત છોડવા માટે વરિયાળી અને સાકર મદદરૂપ થાય છે. વરીયાળી અને સાકર ચાવવાથી તમાકુનું વ્યસન ધીમે ધીમે ઓછું થવા લાગે છે.

આમળા

આમળાનો સુકો પાવડર ખાવાથી તમાકુ ખાવાની આદત દૂર થઈ શકે છે. આમળાની જેમ જ અજમાના પાવડરમાં જો લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો તમાકુની આદત સંપૂર્ણ રીતે છૂટી શકે છે. તમે એક ચમચી અજમાને તવા પર ફ્રાય કરો અને તેને પીસીને તેનો પાવડર તૈયાર કરી લો. ત્યારબાદ આ પાવડરમાં લીંબુનો રસ ઉમેરી દો અને જે રીતે ગુટકા અને તમાકુ ખાવ છો તે રીતે ખાઓ.

કેવડા

અમુક લોકોને તમાકુની ગંધ પસંદ હોય છે અને તેની આ ગંધના કારણે જ તે તેનું સેવન કરતા હોય છે. જે લોકોને પણ તમાકુ ખાવાની આદત હોય છે. તે કેવડા, ગુલાબ, ખસ કે કોઈપણ ઈત્તર સુંઘ્યા કરો. તેને સૂંઘવાથી તમાકુ ખાવાનું મન નહી થાય અને તેમની ગંધથી પણ નફરત થઈ જશે.

ચિગમ

તમાકુ ચાવવાની આદતથી પરેશાન લોકો ચીગમ ચાવ્યા કરો. ચીગમ ચાવવાથી તમાકુની આદત છોડી શકાય છે. તેથી જ્યારે પણ તમારું મન તમાકુ ખાવાનું કરે તો તમે એક ચીગમ ચાવી લો.

રાખો આ ચીજોનું ધ્યાન

જે લોકો તમાકુ છોડે છે તે લોકોને થોડા દિવસો સુધી માથામાં દુખાવો, ઊંઘ ના આવવી અને ગભરામણ જેવી સમસ્યા થવા લાગે છે. આ બધી જ સમસ્યાઓ વ્યક્તિને કમજોર બનાવી દે છે અને તેમની સામે હારીને અમુક લોકો ફરીથી તમાકુનું સેવન શરૂ કરી દે છે. તેથી જો તમે તમાકુ છોડવા માંગતા હોય તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારી ઇચ્છા શક્તિને કમજોર ના પડવા દો અને ભલે ગમે તેટલી પરેશાનીઓ આવે તેમ છતાં પણ તમાકુનું સેવન ફરીથી શરૂ ના કરો.

તમાકુ છોડયા બાદ દુખાવો થવો, ઊંઘ ના આવવી અને ગભરામણ થવા પર યોગા કરો અને ધ્યાન લગાવો. આવું કરવાથી આ સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે અને તમાકુની આદત હંમેશા માટે છૂટી જશે.

તમાકુ છોડયા બાદ તમારું ધ્યાન કોઈને કોઈ ચીજ પર લગાવી રાખો અને પોતાને હંમેશા વ્યસ્ત રાખો. આવું કરવાથી તમાકુની તરફ તમારું ધ્યાન નહીં જાય અને તેને ખાવાનું પણ મન નહી થાય.

યાદ રાખો કે તમારી ઈચ્છાશક્તિ જેટલી મજબૂત હશે એટલી જ ઝડપથી તમે તમાકુની આદત છોડી શકશો કારણ કે ઇચ્છાશક્તિ દ્વારા તમે કંઈ પણ કરી શકો છો.