વાસ્તવિક જીવનમાં પણ “બાહુબલી” છે સુપરસ્ટાર પ્રભાસ, ૪૧ વર્ષની ઉંમરમાં પણ કરોડોની છે સંપતિ

પ્રભાસ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે. ફિલ્મ “બાહુબલી” ની અપાર સફળતા બાદ પ્રભાસની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પ્રભાસના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. હાલના દિવસોમાં તે પોતાની અપકમિંગ ફિલ્મ “આદિપુરુષ” ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ભગવાન રામનું પાત્ર નિભાવી રહ્યા છે. પ્રભાસનું નામ તે સિતારાઓમાં સામેલ થાય છે, જેમને ફક્ત સાઉથના જ નહી પરંતુ હિન્દી સિનેમાનાં દર્શકો પણ ખૂબ જ પસંદ કરે છે. “બાહુબલી” અને “બાહુબલી-૨ ની અપાર સફળતા બાદ પ્રભાસ વૈશ્વિક સ્તરે ઓળખાવા લાગ્યા છે. તેવામાં એવું કહેવું ખોટું નથી કે ફિલ્મોના બાહુબલી વાસ્તવિક જીવનમાં પણ બાહુબલી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૧૮ વર્ષો સુધી રહ્યા પછી પ્રભાસ સાઉથના સૌથી મોંઘા કલાકાર બની ચૂક્યા છે. ૪૧ વર્ષના પ્રભાસની પાસે કરોડોની પ્રોપર્ટી છે. પ્રભાસ એક લક્ઝુરિયસ લાઈફ જીવવાનું પસંદ કરે છે. આજની આ સ્ટોરીમાં અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

૬૦ કરોડનું ફાર્મ હાઉસ

તમને જાણીને આશ્ચર્ય થશે કે હૈદરાબાદના સૌથી પોશ વિસ્તારમાં પ્રભાસનું ફાર્મ હાઉસ છે. જેની કિંમત લગભગ ૬૦ કરોડ રૂપિયા છે. વર્ષ ૨૦૧૪માં તેમણે આ આલીશાન ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ ફાર્મ હાઉસની અંદર બધી જ જરૂરી સુવિધાઓ રહેલી છે. પ્રભાસના આ મોંઘા ફાર્મ હાઉસમાં જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર, સ્પોર્ટ એરિયાની સાથે પાર્ટી એરિયા પણ છે. પ્રભાસને વર્કઆઉટ કરવું ખૂબ જ પસંદ છે અને તેમનું સ્વાસ્થય જોઈને કોઈપણ જણાવી શકતું નથી કે તે ફિટનેસ ફ્રિક છે. તેવામાં તેમણે ફક્ત પોતાના જિમને બનાવવામાં જ દોઢ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમના જીમમાં વર્કઆઉટ કરવા માટે મોંઘામાં મોંઘા સાધનો છે.

મોંઘી ગાડીઓનો શોખ

પ્રભાસ એક-બે નહી પરંતુ ઘણી ગાડીઓનાં માલિક છે અને તેમની દરેક ગાડીની કિંમત કરોડોમાં છે. પ્રભાસ ૮ કરોડની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમનાં પ્રાઉડ ઓનર છે. ભારતમાં વેચાયેલ આ અત્યાર સુધીની સૌથી મોંઘી કાર છે. કોઈપણ જગ્યાએ જવું હોય તો પ્રભાસ મુસાફરી માટે પોતાની આ ગાડીનો જ ઉપયોગ કરે છે. તેમની સાથે જ તેમની પાસે રેન્જ રોવર ગાડી પણ છે, જેની કિંમત ૩.૮૯ કરોડ રૂપિયા છે.

આ ગાડીઓ સિવાય પ્રભાસની પાસે ૨ કરોડ રૂપિયાની જગુઆર XJR અને ૬૮ લાખની BMW-X3 પણ છે. જણાવી દઈએ કે પ્રભાસ ફક્ત મોંઘી ગાડીઓના જ નહી પરંતુ બાઇક્સના પણ શોખીન છે. તેમની પાસે ઘણી મોંઘી બાઇકસ્ પણ રહેલી છે.

પ્રભાસનું નામ સૌથી વધારે ટેક્સ ચૂકવતા અભિનેતાઓમાં પણ સામેલ થાય છે. તે પોતાની કમાણીનો એક મોટો હિસ્સો ચેરિટીમાં દાન આપે છે. જેમ કે અમે તમને જણાવ્યું કે પ્રભાસની અપકમિંગ ફિલ્મ “આદિપુરુષ” છે, જેનું પોસ્ટર થોડા સમય પહેલાં જ પ્રભાસએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું હતું.

આ ફિલ્મમાં રાવણની ભૂમિકામાં બોલિવુડ એકટર સૈફ અલી ખાન જોવા મળશે. આ ફિલ્મને હિન્દી સિવાય તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૧ ની શરૂઆતથી જ આ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ શકે છે.